/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2026-farmers-agriculture-sector-2026-02-01-15-00-02.jpg)
બજેટ 2026માં ખેડૂતો માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે Photograph: (ફાઇલ ફોટો)
Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 9મી વખત નાણાકીય બજેટ રજૂ કર્યું છે. જેમાં ટ્રાન્સપોર્ટથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ પર મોટી જાહેરાતો કરવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતો માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી છે. મહિલાઓ માટે લખપત દીદી યોજના ઉપરાંત ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાની સફળતાને ધ્યાનમાં રાખીને તેને લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ મહિલાઓને આજીવિકામાંથી બિઝનેસ વુમન બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે વિવિધ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવશે જેથી તેઓ ઉદ્યોગસાહસિકની ભૂમિકામાં આવે.
બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો
- 1 કરોડ ખેડૂતો સહિત 3 કરોડ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કોકોનટ પ્રોત્સાહન યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. 500 જળાશયો અને અમૃત સરોવરોને એકીકૃત કરીને મત્સ્યોદ્યોગ ક્ષેત્રને મજબૂત કરવામાં આવશે.
- પશુપાલન ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય 2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ બનાવવા પર ફોક્સ કરવામાં આવ્યું છે.
- એઆઈની મદદથી ખેડૂતોને ખેતીમાં મદદ પૂરી પાડવા માટે ભારત વિસ્તાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. દિવ્યાંગજનો માટે દિવ્યાંગજન કૌશલ યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વિશેષ તાલીમ આપવામાં આવશે અને પ્રોફેશનલ બનાવવામાં આવશે. દિવ્યાંગ સહારા યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ કૃત્રિમ અંગો આપવામાં આવશે.
આ પણ વાંચો - બજેટ 2026 : કઇ વસ્તુઓ થશે સસ્તી અને કઇ વસ્તુઓ થશે મોંઘી, ચેક કરો લિસ્ટ
- આ ઉપરાંત નેશનલ ફાઇબર સ્કીમ, ટેક્સટાઇલ એક્સ્ટેંશન એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્કીમ, નેશનલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામ અને મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત એમએસએમઈ માટે કોર્પોરેટ મિત્ર યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. વિત્તમંત્રી પીએમ-કિસાન યોજના (2000 કરોડ રૂપિયા), પીએમએફબીવાય (2000 કરોડ) અને એમઆઈએસએસ (2,000 કરોડ રૂપિયા)ના ફંક્શનલ હેડ્સથી એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ ફંડ (એઆઈડીએફ)માં 6000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવાનું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us