બજેટ 2026 : કઇ વસ્તુઓ થશે સસ્તી અને કઇ વસ્તુઓ થશે મોંઘી, ચેક કરો લિસ્ટ

Union Budget 2026 Costlier and Cheaper items Full List : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારને 1 ફેબ્રુઆરીના રોજ સતત નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટ પછી તમનેજણાવી રહ્યા છીએ કે કઇ વસ્તુ સસ્તી થસે અને કઇ વસ્તુ મોંઘી

Union Budget 2026 Costlier and Cheaper items Full List : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારને 1 ફેબ્રુઆરીના રોજ સતત નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટ પછી તમનેજણાવી રહ્યા છીએ કે કઇ વસ્તુ સસ્તી થસે અને કઇ વસ્તુ મોંઘી

author-image
Ashish Goyal
New Update
Nirmala Sitharaman mineral corridor

Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું Photograph: (Screengrab/SansadTV)

Budget 2026-27 Costlier and Cheaper items : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારને 1 ફેબ્રુઆરીના રોજ સતત નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ થયા બાદ બધાની નજર હવે તે તરફ પર કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઇ મોંઘી થશે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી, જેનાથી સામાન્ય લોકોને રાહત મળી. ચાલો વિગતવાર જાણીએ.

Advertisment

આ દવાઓ સસ્તી થશે

સામાન્ય લોકોને મોટી રાહત આપતા નાણામંત્રીએ જાહેરાત કરી કે ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે વપરાતી દવાઓ સસ્તી થશે. આનાથી લાખો દર્દીઓ પર પડનારો આર્થિત બોઝ ઓછો થવાની અપેક્ષા છે. સરકારનું કહેવું છે કે આ પગલાંથી માત્ર આરોગ્ય સેવા સુધી લોકાની પહોંચ આસાન થશે

સ્માર્ટફોન અને ટેબ્લેટ સસ્તા થઈ શકે છે

મેક ઇન ઇન્ડિયાને અભિયાનને મજબૂતી આપવા ભારતમાં નિર્મિત સ્માર્ટફોન અને ટેબ્લેટના ભાવ ઘટવાની અપેક્ષા છે. સરકારનું આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. સાથે ગ્રાહકો માટે સસ્તા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પણ સુનિશ્ચિત કરાશે.

રમતગમતના સાધનો પણ સસ્તા થશે

નાણામંત્રીએ જણાવ્યું હતું કે બજેટ 2026-27માં રમતગમતના સાધનોને વધુ સસ્તા બનાવવાનો પ્રસ્તાવ છે, જેનો સીધો ફાયદો યુવાનો અને ખેલાડીઓને થશે. આનો અર્થ એ છે કે આ બજેટ પછી બજારમાં રમતગમતનો સામાન સસ્તો થશે.

Advertisment

આ પણ વાંચો -  બજેટમાં ચૂંટણી યોજાનાર રાજ્યો માટે મોદી સરકારની મોટી જાહેરાત, અહીં બનશે ખનિજ કોરિડોર

આ સામાન સસ્તા થશે

  • કપડાં
  • લેધર આઇટમ
  • સિંથેટિક ફૂટવેર
  • ચામડાની પ્રોડક્ટ્સ
  • કેન્સર અને ડાયાબિટીસની 17 દવાઓ ડ્યુટી-ફ્રી
  • લિથિયમ-આયન સેલ
  • મોબાઇલ બેટરી
  • સોલાર ગ્લાસ
  • મિક્સ ગેસ સીએનજી
  • ઇવી
  • માઇક્રોવેવ ઓવન
  • વિમાનનું ઇંધણ
  • વિદેશ મુસાફરી

આ સેક્ટર્સમાં મોંઘવારી વધશે

જે ક્ષેત્રોમાં કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે, એટલે કે જે વસ્તુઓ વધુ મોંઘી થવા જઈ રહી છે તેમાં દારુ,  સ્ક્રેપ અને ખનિજ સામેલ છે.

દેશ નિર્મલા સીતારમણ બજેટ બિઝનેસ