/indian-express-gujarati/media/media_files/2026/02/01/nirmala-sitharaman-mineral-corridor-2026-02-01-12-39-55.jpg)
Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું Photograph: (Screengrab/SansadTV)
Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. તેમણે ચૂંટણી યોજાનાર રાજ્ય તમિલનાડુ માટે એક મોટી જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં દુર્લભ પૃથ્વી ખનીજો માટે વિશેષ કોરિડોર સ્થાપવામાં આવશે. તેનો ઘણો અર્થ છે અને તમિલનાડુ તેમજ ચૂંટણી થનારા રાજ્ય કેરળને પણ તેનો લાભ મળવાનો છે.
મોદી સરકારની યોજના છે કે આ કોરિડોર દ્વારા ખનીજોની શોધ કરવામાં આવે, પછી તેને સાફ કરીને કામ માટે યોગ્ય બનાવવામાં આવે અને પછી તેના દ્વારા દેશ માટે જરુરી સામાન બને.
દરિયાકાંઠાના વિસ્તારોમાં દુર્લભ ખનિજો ઉપલબ્ધ છે
હવે સમજવાની વાત એ છે કે ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં દુર્લભ ખનિજો ઉપલબ્ધ છે. લેન્થેનમ, સેરિયમ, નિયોડામિયમ મોટી માત્રામાં મળી શકે છે, તેનો ઉપયોગ હાઇ-ટેક ઉદ્યોગોમાં થઈ શકે છે. જો અહીં કોરિડોર બનશે તો તેનાથી રોજગારીમાં પણ વધારો થશે અને આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે.
આ પણ વાંચો - બજેટ 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આ ત્રણ કર્તવ્યોની વાત કરી, જાણો અહીં
આ સિવાય નાણાં મંત્રીએ MSME ક્ષેત્રમાં ચેમ્પિયન બનવા માટે ભંડોળ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નાણાં મંત્રીએ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવા માટે કન્ટેઇનર ઉત્પાદન માટે એક યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નાણાં મંત્રીએ એવી પણ જાહેરાત કરી છે કે 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો કાર્યરત કરવામાં આવશે. બનારસ અને પટનામાં જહાજ રિપેરિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us