/indian-express-gujarati/media/media_files/2026/02/01/semiconductor-mission-2026-02-01-12-17-43.jpg)
Budget 2026, Semiconductor Mission 2.0 : બજેટ 2026માં સેમિકન્ડક્ટર મિશન 2.0 જાહેર કરવામાં આવી છે. Photograph: (Freepik)
Budget 2026, Semiconductor Mission 2.0 And ECMS : બજેટ 2026 ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સેમિકન્ડક્ટર મિશન 2.0 ની ઘોષણા કરી છે. બજેટ 2026માં સેમિકન્ડક્ટર ચિપ સેક્ટર માટે આ ઘોષણા બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સેમિકન્ડક્ટર મિશન દેશમાં મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવશે. સેમિકન્ડક્ટર મિશનથી ભારત ચીન અને તાઇવાનને ટક્કર આપશે.
સેમિકન્ડક્ટર ચિપ શું છે?
સેમિકન્ડક્ટર ચિપ સિલિકોન માંથી બનેલી હોય છે. આ નાન ચિપ પર મોટી સંખ્યામાં નેનો ટ્રાન્ઝિસ્ટર લાગેલા હોય છે. આ ટ્રાન્ઝિસ્ટર 0 અને 1 એટલે કે બાઇનરી લેગ્વેજના આધાર પર ડેટા પ્રોસેસ કરે છે. સરળ શભ્દોમાં કહીયે તો સેમિકન્ડક્ટર ચિપ કોઇ પણ મશીનનું મગજ કહેવાય છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, રોબોટ, મિસાઇલ સહિત ઘણી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ થાય છે.
ભારત બનશે સેમિકન્ડક્ટર ચિપ હબ
સેમિકન્ડક્ટર ચિપ નવા ભવિષનો રસ્તો છે. પ્રવર્તમાન AI ક્રાંતમાં સેમિકન્ડક્ટર ચિપ મોટી ભૂમિકા ભજવશે. હાઇ સ્પીડ ચિપ વગર ડેટા પ્રોસેસિંગ સંભવ નથી. આધુનિક મિસાઇલ, રડાર સિસ્ટમ, ફાઇટર જેટ્સ અને ડ્રોન જેવા આધુનિક શસ્ત્રોમાં પણ સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ થાય છે. જે દેશ પોતાની પોતાની સેમિકન્ડક્ટર ચિપ છે, જે સુરક્ષાના મામલે વધુ તાકાતવર માનવામાં આવે છે. સેમિકન્ડક્ટર ચિપ વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એન્જિન છે.
ભારત સરકારનો ઉદ્દેશ્ય દેશમાં સેમિકન્ડક્ટર ચિપ બનાવવા સુધી જ મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક સેમિકન્ડક્ટર ચેનમાં પોતાની હિસ્સે મજબૂત કરવાનો છે. સેમિકન્ડક્ટર મિશનથી ભારત ચિપની આયાત નિર્ભરતા ઘટાડવા માંગ છે.
આ પણ વાંચો | બજેટ 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આ ત્રણ કર્તવ્યોની વાત કરી, જાણો અહીં
ECMS માટે 40,000 કરોડની જોગવાઇ
બજેટ 2026માં ભારતીય બૌદ્ધિક સંપદા, (Indian intellectual property) ની ડિઝાઇનને પ્રોત્સાહન આપવા અને સપ્લાય ચેઇનને મજબૂત કરવામાં આવશે. તેની માટે સરકારે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ યોજના માટે 40,000 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us