/indian-express-gujarati/media/media_files/2026/02/01/share-market-budget-2026-2026-02-01-12-54-23.jpg)
Budget 2026, STT Hike : બજેટ 2026માં શેરબજારમાં ફ્યૂચર ટ્રેડિંગ પર એસટીટી વધારવાની ઘોષણા કરવામાં આવી છે. Photograph: (IE Gujarati)
Budget 2026, STT Hike For Futures Trading : બજેટ 2026 માં FM નાણામંત્રી નિર્મલા સીતારમણ શેરબજારના રોકાણકારો માટે મોટી જાહેરાત કરી છે. બજેટ 2026 ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે શેરબજારમાં ફ્યૂચર ટ્રેડિંગ પર STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ) વધારવાની ઘોષણા કરી છે. એસટીટી વધવાથી ફ્યૂચર અને ઓપ્શન ટ્રેડિંગ મોંઘુ થશે.
બજેટ 2026માં STT વધારવાની ઘોષણા
બજેટ 2026 ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્શ) વધારવાની ઘોષણા કરી છે. બજેટ 2026માં ફ્યૂચર ટ્રેડિંગ પર એસટીટી 0.02 ટકા થી વધારીને 0.05 ટકા કરવાની ઘોષણા કરાઇ છે. તો ઓપ્શન્સ ટ્રેડિંગ પર એસટીટી વધારીને 0.5 ટકા કરાયો છે. એસટીટી વધવાથી ફ્યૂચર અને ઓપ્શન ટ્રેડિંગ મોંઘુ થશે. એટલે કે હવે ફ્યૂચર ઓપ્શન ટ્રેડિંગ પ અગાઉની તુલનાએ લગભગ અઢી ગણો વધારે ટેક્સ ચૂકવવો પડશે. એસટીટી વધવાથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
શેરબજારમાં 2100 પોઇન્ટનો કડાકો, બજેટ 2026માં STT વધવાની અસર
બજેટ 2026થી શેરબજાર નિરાજ છે. બજેટ 2026ની ઘોષણા બાદ સેન્સેક્સમાં 2100 પોઇન્ટનો કડાકો બોલાયો છે અને 79899 ઇન્ટ્રા ડે નીચી સપાટીને સ્પર્શ્યો છે. તો એનએસઇ નિફ્ટી 800 પોઇન્ટ જેટલો ઘટી 24,571 થયો હતો.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2026-share-market-2026-02-01-08-45-42.jpg)
આ પણ વાંચો | બજેટ 2026માં સેમિકન્ડક્ટર મિશન 2.0ની ઘોષણા, ભારત ચીન અને તાઇવાનને આપશે ટક્કર
STT શું છે?
એસટીટી એટલે સિક્ટોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે શેરબજારમાં સ્ટોક ટ્રેડિંગ પર વસૂલવામાં આવતો એક પ્રકારનો ટેક્સ છે. દેશમાં માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ થતા પ્રત્યેક સિક્યોરિટી ટ્રાન્ઝેક્શનની ટોટલ વેલ્યૂ પર એસટીી વસૂલવામાં આવે છે. તેમા ઇક્વિટી, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ફ્યૂચર્સ અને ઓપ્શન તમામ સામેલ છે. જ્યારે સ્ટોક ટ્રેડિંગ થાય છે, ત્યારે એસટીટી વસૂલવામાં આવે છે, પછી ભલેને ટ્રેડર્સને તેમા નફો કે નુકસાન.
ભારતમાં STT ક્યારે લાગુ થયો?
ભારતમાં STT ની શરૂઆત ઓક્ટોબર 2004થી થઇ હતી. તે સમય તેનો ઉદ્દેશ્ય લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને નાબૂદ કરવો, કર ચોરી ઘટાડવી અને કર વસૂલાત સરળ બનાવવાનો હતો. જો કે બજેટ 2018 થી લિસ્ટેડ શેર પર ફરીથી LTCG ટેક્સ લાગુ કરવામાં આવ્ય પરંતુ STT નાબૂદ કરાયો નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us