/indian-express-gujarati/media/media_files/2026/01/30/byd-yangwang-u7-car-dance-video-viral-2026-01-30-16-23-04.jpg)
Byd Yangwang u7 Car Dance Video Viral : ડાન્સિંગ કાર Byd Yangwang u7નો નાચતો વીડિયો વાયરલ થયો છે. Photograph: (Social Media)
Dancing Car Video Viral : કલ્પના કરો કે તમે તમારી કાર સામે ઉભા છો અને જેવો જ તમે તમારો હાથ હલાવો છો, તમારી કાર કોઇ વફાદાર પાલતું ડોગની જેમ ડાંસ કરવા લાગે છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે બની શકે છે! પરંતુ આ હકીકત છે. અમે વાત કરી રહ્યા છીએ ચાઇનીઝ કંપની BYD ની Yangwang U7 કાર વિશે. સોશિયલ મીડિયા X પર એક વીડિયો વાયરલ થયો છે, જેમા આ કાર તેના માલિકના ઇશારા પર ડાન્સ કરતી દેખાય છે.
કારનો ડાન્સ કરતો વીડિયો કોઇ એનિમેશન મૂવીનો સીન નથી. ચીનના એક સોશિયલ મીડિયા યુઝરે એક વીડિયો શેર કર્યો છે, જેમા BYD Yangwang U7 કાર તેના માલિકના ઇશારા પર ડાન્સ કરતી દેખાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો એ આખી દુનિયાના કાર લવર્સને આશ્ચર્યચકિત કરી દીધા છે.
BYD Yangwang U7 કાર ડાન્સ કેવી રીતે કરે છે?
BYD Yangwang U7 કાર ડાન્સ કરવા પાછળ કોઇ જાદુ નહીં પણ કાર કંપનીની એડવાન્સ ટેકનોલોજી છે.
ઇશારાને ઓળખવા (Gesture Recognition) : આ કારમાં લાગેલા હાઇ ટેક સેન્સર્સ ફીચર્સ માલિકાના હાથના ઇશારાને સમજે છે અને તે મુજબ સસ્પેન્શનને કમાન્ડ આપે છે.
એડવાન્સ સસ્પેન્શન : આ સિસ્ટમની મદદથી કારના દરેક ટાયર સ્વતંત્ર રીતે ઉપર નીચે થઇ શકે છે. જેના કારણે કાર ડાન્સ કરતી હોય તેવું દેખાય છે. તે કારને કુદવાની (Hopping) અને નાચવાની તાકત આપે છે. ડાન્સિંગ કારનો વીડિયો જોવા અકીં ક્લિક કરો.
Yangwang U7 માત્ર 'ડાન્સર કાર' નહી, એક પાવડહાઉસ છે!
Yangwang U7 કાર માત્ર ડાન્સ માટે નહીં, પરંતુ તેની આધુનિક તાકત માટે પણ ઓળખાય છે. સ્પીડના મામલે તે કોઇ ફરારી કે લેમ્બોર્ગિનીથી કમ નથી. તેમા 4 ઇલેક્ટ્રિક મોટર ફીટ છે, જે કુલ 1341 હોર્સ પાવર સુધીનું પાવર જનરેટ કરે છે. આ કાર માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ મેળવે છે. તેમા પાછળના ટાયર પણ વળી (Rear-wheel steering) શકે છે, જેનાથી તેને ટર્ન સરળતાથી લઇ શકાય છે. સાથે જ તેમા ઉત્કૃષ્ઠ હાઇડ્રોલિક સસ્પેન્શન આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો | Tata નેક્સન VS Nissan મેગ્નાઇટ કઇ SUV કાર દમદાર છે? કિંમત, એન્જિન અને સેફ્ટી ફીચર્સ જાણો
1000 કિમીથી વધુ રેન્જ
નવી Yangwang U7 ઇલેક્ટ્રિક કારની સૌથી મોટી ખાસિયત તેને બેટરી રેન્જ છે. આ ઇલેક્ટ્રિક કારમાં 150 kWh ની જમ્બો બેટરી આવે છે, જે એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ 1,006 કિમી સુધી દોડી શકે છે. આ કાર 100 કિમી ચલાવવા પર માત્ર 17.7 kWh વીજળી વપરાય છે. સામાન્ય રીતે એવું મનાય છે કે, મોટી બેટરીથી કારનું વજન વધે છે અને વીજળી પર વધારે વપરાય છે. પરંતુ BYD એ આ નિયમ બદલ્યો છે. આ કારનું વજન 100 કિલો વધવા છતાં તેની રેન્જમાં 206 કિમીનો વધારો થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us