Car Price Hike 2026: જાન્યુઆરીથી કારની કિંમત વધી, છતાં ગ્રાહકોને ફાયદો થશે, જાણો કેવી રીતે

Car Price Increase 2026: નવા વર્ષ 2026થી મર્સિડીઝ બેન્ઝ, હોન્ડા, નિસાન, રેનો, એમજી મોટર અને BMW સહિત ઘણી કંપનીઓએ કારની કિંમત વધારી છે. જાણો કિંમતોમાં કેટલો વધારો થશે અને જીએસટીમાં ઘટાડાથી ખરીદદારોને શું ફાયદો થશે.

Car Price Increase 2026: નવા વર્ષ 2026થી મર્સિડીઝ બેન્ઝ, હોન્ડા, નિસાન, રેનો, એમજી મોટર અને BMW સહિત ઘણી કંપનીઓએ કારની કિંમત વધારી છે. જાણો કિંમતોમાં કેટલો વધારો થશે અને જીએસટીમાં ઘટાડાથી ખરીદદારોને શું ફાયદો થશે.

author-image
Ajay Saroya
New Update
Cars Price Hike Form 2026

Car Price Increase From January 2026: કારની કિંમત જાન્યુઆરીથી 2026થી વધી છે. Photograph: (Freepik)

Car Price Hike 2026: નવા વર્ષ 2026માં કારની કિંમત વધી શકે છે. 2026ની શરૂઆત સાથે ભારતની ઘણી મોટી કાર કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવનાર આ વધારો સાધારણ હોઈ શકે છે, પરંતુ કાર ખરીદદારો માટે તે એક મહત્વપૂર્ણ અપડેટ છે. રાહતની વાત એ છે કે 2025માં જીએસટીમાં મોટા ઘટાડા પછી પણ, મોટાભાગની કારની કિંમતો હજી પણ જુની કિંમત કરતા નીચી રહેશે.

Advertisment

2026માં કઈ કંપનીએ કારના ભાવ વધાર્યા?

Mercedes Benz : મર્સિડીઝ બેન્ઝ

  • ભાવ વધારો : 2% સુધી
  • ક્યારથી લાગુ થશે : 1 જાન્યુઆરી 2026
  • કારણો : ઇનપુટ ખર્ચ, લોજિસ્ટિક્સ કોસ્ટ અને ચલણની વધઘટ
  • જીએસટી કટ બાદ પણ જીએલએસ અને ઈ-ક્લાસ જેવી લક્ઝરી કાર સસ્તી થશે
  • કંપની ભવિષ્યમાં વધુ વારંવાર ભાવ સુધારણા પર પણ વિચાર કરી રહી છે.

BMW : બીએમડબ્લ્યુ

  • નવો ભાવ વધારો : જાન્યુઆરી 2026 થી
  • પહેલેથી જ વધેલી કિંમત: સપ્ટેમ્બર 2025 માં 3 ટકા સુધી
  • ક્યા મોડલ મોંઘા થશે : CKD અને CBU બંને
  • રાહત: જીએસટી ઘટાડા પછી પણ ઘણા બીએમડબલ્યુ મોડલ્સ હજી પણ 10-13 લાખ રૂપિયા સુધી સસ્તા છે.

BYD : બીવાયડી

  • મોડેલ : બીવાયડી સીલિયન 7 (BYD Sealion 7)
  • ક્યારથી ભાવ વધશે : 1 જાન્યુઆરી, 2026 થી
  • બુકિંગ ઓફર: 31મી ડિસેમ્બર 2025 સુધી બુક કરનારાઓ માટે જુના ભાવનો લાભ
  • કંપનીએ હજુ સુધી ભાવ વધારાના આંકડા જાહેર કર્યા નથી.
Advertisment

MG Motor : એમજી મોટર

  • ભાવ વધારો : 2% સુધી
  • ઇવી સેગમેન્ટ પર અસર:
  • વિન્ડસર ઇવી : 30,000 - 37,000 રૂપિયા સુધી
  • કોમેટ ઇવી : 10,000 - 20,000 રૂપિયા સુધી
  • ભાવ વધવાનું કારણ : ઉત્પાદન અને કાચા માલના ખર્ચમાં વધારો

Nissan : નિસાન

  • ભાવ વધારો: 3% સુધી
  • લાગુ થવાની તારીખ: જાન્યુઆરી 2026
  • Magnite : જીએસટીમાં ઘટાડો કર્યા પછી પણ જુની કિંમત કરતા સસ્તી છે.
  • આગામી લોન્ચ: નિસાન ગ્રેવાઇટ એમપીવી (અપેક્ષિત લોન્ચ - માર્ચ 2026)

Honda : હોન્ડા

  • પ્રાઇસ રિવિઝનની પુષ્ટિ થઈ
  • કારણ : ઇનપુટ ખર્ચમાં વધારો
  • મોડલ મુજબની વિગતો: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

Renault : રેનો

  • ભાવ કેટલા વધશે : 2% સુધી
  • મોડલ: Kwid, ટ્રાઇબર, કિગર
  • ભાવિ યોજના : રેનો ડસ્ટરનું વાપસી
  • નવી 7-સીટર SUV 2026 માં લોન્ચ કરવામાં આવી શકે છે
  • જીએસટીમાં ઘટાડાથી હજુ પણ પહેલા  કરતા સસ્તી છે

આ પણ વાંચો : 2025માં આ 5 ઇલેક્ટ્રિક કાર મચાવી ધૂમ, 679 km સુધી બેટરી રેન્જ અને એડવાન્સ ફીચર્સથી સજ્જ

2025માં GST ઘટાડા બાદ મોટી રાહત

બીએમડબલ્યુ ની અમુક કાર 13 લાખ રૂપિયા સુધી સસ્તી થઇ છે

મર્સિડીઝ બેન્ઝના કેટલાક મોડલ 25 લાખ સુધી સસ્તા મળી રહ્યા છે

જાન્યુઆરી 2026 ના ભાવમાં વધારા પછી પણ, મોટાભાગની કાર જીએસટી પહેલાના ભાવો કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ રહેશે.

(Source- Motorbeam)

Auto news બિઝનેસ