ધાસું સ્માર્ટફોન ₹ 6000 થી ઓછી કિંમતે લોન્ચ, 6000mAh બેટરી અને 50 MP કેમેરા જેવા ફીચર્સ

AI+ Pulse 2 Phone Price And Features : ભારતમાં AI+ Pulse 2 ફોન લોન્ચ થયો છે. આ સ્માર્ટફોનમાં 6000mAh બેટરી, 50 MP કેમેરા, 6.75 ઇંચની HD+ ડિસ્પ્લે જેવા ઘણા ફીચર્સ આવે છે. આ સ્માર્ટફોનની કિંમત 6000 રૂપિયાથી ઓછી છે.

AI+ Pulse 2 Phone Price And Features : ભારતમાં AI+ Pulse 2 ફોન લોન્ચ થયો છે. આ સ્માર્ટફોનમાં 6000mAh બેટરી, 50 MP કેમેરા, 6.75 ઇંચની HD+ ડિસ્પ્લે જેવા ઘણા ફીચર્સ આવે છે. આ સ્માર્ટફોનની કિંમત 6000 રૂપિયાથી ઓછી છે.

author-image
Ajay Saroya
New Update
Ai Pluse Pulse 2

Ai+ Pulse 2 Phone Launch : Ai+ Pulse 2 સ્માર્ટફોન બે વેરિયન્ટમાં લોન્ચ થયો છે. Photograph: (X/@MadhavSheth1)

AI+ Pulse 2 Phone Launch In India : ભારતમાં એક ધાસું સ્માર્ટફોન લોન્ચ થયો છે, જેનું નામ Ai+ Pulse 2 મોબાઇલ છે. તેમા 6000 રૂપિયાથી ઓછી કિંમતમાં 6000mAh બેટરી, 50 MP કેમેરા જેવા ફીચર્સ આવે છે. માધવ શેઠની કંપની તરફથી આ સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરાયો છે, જે ટુંક સમયમાં ઇ કોમર્સ પ્લેટફોર્મ પર ખરીદવા માટે ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનનું વેચાણ 11 માર્ચના રોજ સેલમાં થશે.

Advertisment

Ai+ Pulse 2 કિંમત

Ai+ Pulse 2 ફોન બે સ્ટોરેજ વેરિયન્ટ 4GB RAM + 64GB અને 6GB RAM + 128GB માં રજૂ કર્યો છે. આ ફોનની આરંભિક કિંમત 5,999 રૂપિયા છે અને ટોપ વેરિયન્ટ 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જો કે આ કંપનીએ વન ડે ઓફર માટે આ કિંમત રાખી છે, એટલે કે માત્ર એક દિવસ માટે આ ફોનને આ આકર્ષક કિંમતે ખરીદી શકાય છે. જો કે કંપનીએ હજી સુધી આ સ્માર્ટફોનની રેગ્યુલટર પ્રાઇસ જાહેર કરી નથી.

Ai+ Pulse 2 ફોનનું ભારતમાં 11 માર્ચેના રોજ સેલ કરવામાં આવશે, ત્યારબાદ કદાચ તેની કિંમત બદલાઇ શકે છે. આ સસ્તો સ્માર્ટફોન કાળો, વાદળી, લીલો, ગુલાબી અને પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. 

Advertisment

આ પણ વાંચો | દુનિયાનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન HONOR Magic V6 લોન્ચ, સેમસંગને આપશે ટક્કર

Ai+ Pulse 2 ફીચર્સ

સ્માર્ટફોન માં 6.75 ઇંચની HD+ ડિસ્પ્લે આવે છે, જે 720 x 1600 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. તેની ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને વોટરડ્રોપ નોચ ડિઝાઇન સાથે આવે છે. આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP64 રેટિંગ ધરાવે છે. ફોનમાં रेटिंग Unisoc T7250 ચિપસેટ છે. તેમા 6GB રેમ સાથે 128GB સ્ટોરેજ સપોર્ટ મળે છે. ફોનનું સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

Ai+ Pulse 2ફીચર્સ
ડિસ્પ્લે6.75 ઇંચ, HD+
પ્રોસેસરUnisoc T7250
સ્ટોરેજ6GB, 128GB
કેમેરા50MP, 8MP
બેટરી6000mAh, 10W
OSAndroid 16

આ પણ વાંચો | એન્ડ્રોઇડ ફોનના 6 શાનદાર ફીચર્સ, જે મોબાઇનને વધુ સુરક્ષિત અને ઉપયોગી બનાવશે

Ai+ Pulse 2 કેમેરા

Ai+ Pulse 2 ફોનના બેકમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. આ ફોનમાં 50MPનો મેઇ કેમેરા છે. તેની સાથે એક સેકેન્ડરી કેમેરા અને LED ફ્લેશ આપ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MP નો કેમેરો આવે છે. આ સસ્તા ફોનમાં મોટી 6000mAh બેટરી અને 10W નું ચાર્જર આપયું છે. આ ફોનમાં કનેક્ટિવિટી માટે 4G, બ્લૂટૂથ 5.0, વાઇફાઇ જેવા ફીચર્સ આવે છે. આ ફોન Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ