/indian-express-gujarati/media/media_files/2026/03/02/honor-magic-v6-launch-2026-03-02-14-36-31.jpg)
HONOR Magic V6 Feature And Display : ઓનર મેજિક વી6 દુનિયાનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન કહેવાય છે. Photograph: (Social Media)
World's Ultra Thin Foldable Phone: સ્માર્ટફોન માર્કેટમાં હલચલ મચાવવા દુનિયાનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન લોન્ચ થયો છે. બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2026)માં ઓનર કંપનીએ પોતાનો નવો ફ્લેરશિપ ફોલ્ડેબલ ફોન HONOR Magic V6 રજૂ કર્યો છે. ઓનર મેજિક વી 6 કંપનીનો 5જી ફોન છે, જેને અનફોલ્ડ ધ રિયલ મેજિક (Unfold the Real Magic) ટેગલાઇન સાથે રજ કરાયો છે.
આ ફોન ઘણા વર્લ્ડ ફર્સ્ટ ફીચર્સ અને ઇન્ડસ્ટ્રીઝ લિડિંગ સ્પેસિફિકેશન સાથે લોન્ચ કરાયો છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફોન અલ્ટ્રા થિન ડિઝાઇન, પાવરફુલ પર્ફોર્મન્સ અને સારી બેટરી લાઇફ આપે છે, જે સેમસંગના ફોલ્ડેબલ ફોનને ટક્કર આપે છે. ચાલો HONOR Magic V6 ફોલ્ડેબલ ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર
HONOR Magic V6 દુનિયાનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન
ઓનર મેજીક વી6 ફોલ્ડેબલ ફોનમાં અલ્ટ્રા સ્લિમ ડિઝાઇન આવે છે, જે તેની સૌથી મોટી ખાસિયત છે. ફોનની જાડાઇ માત્ર 8.75mm છે, જેને દુનિયાનો સૌથી પાતળો ફોલ્ડેબલ ફોન બનાવે છે. આટલું પાતળું હોવા છતાં પણ આ ફોનમાં 6660mAh મોટી બેટરી આવે છે, જે કંપનીની Silicon carbon બેટરી ટેકનોલોજી પર આધારિત છે. આ બેટરીની એનર્જી ડેન્સિટી 921Wh/L સુધી જણાવાઇ છે, જે ઘણી વધારે છે.
HONOR Magic V6 સ્પેસિફિકેશન
ઓનર મેજિક વી6 ફોલ્ડેબલ ફોનને ડ્યૂરેબલ બનાવવા માટે કંપનીએ ઘણા હાઇ એન્ડ મટેરિયલ અને સર્ટિફિકેશન પણ આપ્યા છે. ફોનને 500,000 ફોલ્ડ્સ SGS હાઇ ક્વોલિટી ડ્યૂરેબિલિટી સર્ટિફિકેશન, HONOR Super Steel (2800MPa) બેસ્ડ હિંગ, 44 ટકા વધારે મજબૂત UTG ગ્લાસ અને HONOR Anti scratch NanoCrystal શિલ્ડ આવે છે. તેની સાથે જ ફોનમાં SGS 5 Star ડ્રોપ અને સ્ક્રીન એન્ટી ઇમ્પેક્ટ રેટિંગ સાથે વોટર પ્રુફ અને ડટ્સ ફ્રી ક્ષમતા માટે IP68 + IP69 રેટિંગ મળ્યું છે.
HONOR Magic V6 ડિસ્પ્લે
ઓનર Magic V6 ફોનમાં બે પ્રીમિયમ LTPO 2.0 AMOLED ડિસ્પ્લે આવે છે, જેમા 1 ટુ 120Hz સુધીનો ડાયનેમિક રિફ્રેશ રેટ સુધી સપોર્ટ કરે છે. કવર ડિસ્પ્લે 6.52 ઇંચની છે, જે 6000 નિટ્સ સુધીની HDR પીક બ્રાઇટનેસ આપે છે, જ્યારે મુખ્ય ફોલ્ડેબલ ડિસ્પ્લે 7.95 ઇંચની છે, જે 5000 નિટ્સ HDR પીક બ્રાઇટનેસ આપે છે. તેનો અર્થ એવો થાય છે કે, તડકામાં પણ સ્ક્રીન અત્યંત સ્પ્ષ્ટ અને બ્રાઇટ દેખાય છે.
આ પણ વાંચો | સસ્તો સ્માર્ટફોન Vivo Y05 લોન્ચ; 6500mAh બેટરી, 120Hz ડિસ્પ્લે અને પાવરફુલ પ્રોસેસર
HONOR Magic V6 પર્ફોર્મન્સ
ઓનર Magic V6 દુનિયાનો પ્રથમ ફોલ્ડેબલ ફોન છે, જેમા સ્નેપડ્રેગન 8 Elite Gen 5 (3nm) ચિપસેટ મળે છે. આ સાથે જ ફોનમાં Adreno 840 GPU મળે છે, એટલે કે આ ડિવાઇસમાં તમને સ્મૂધ મલ્ટીટાસ્કિંગ, ફાસ્ટ AI પ્રોસેસિંગ અને કોન્સોલ લેવલ ગ્રાફિક્સ જોવા મળે છે.
HONOR Magic V6 કેમેરા
ઓનરના નવા ફોલ્ડેબલ ફોનમાં ફોટોગ્રાફી માટે પણ કંપનીએ કોઇ બાંધછોડ કરી નથી. આ ડિવાઇસમાં 64MP ટેલીફોટો સેન્સર (1/2-inch) મળે છે, જે ફોલ્ડેબલ ફોનમાં સૌથી વધુ મેગાપિક્સલ વાળો કેમેરો છે. આ ડિવાઇસમાં CIPA 6.5 સ્ટેબલાઇઝેશન, 50 MP પ્રાયમરી કેમેરા અને 50 MP અલ્ટ્રાવાઇડ લેંસ આવે છે.
આ પણ વાંચો | 200MP પેરિસ્કોપ કેમેરા સાથે શાઓમી એ લોન્ચ કર્યા બે સ્માર્ટફોન, બેટરી પણ પાવરફુલ
HONOR Magic V6 કિંમત
આ ફોન AiMAGE Color એન્જિનની મદદથી સીન મુજબ AI બેસ્ડ વ્હાઇટ બેલેન્સ એડજસ્ટ કરે છે અને વધારે નેચરલ કલર્સ રજૂ કરે છે. જો કે કંપનીએ હજી સુધી HONOR Magic V6 ફોલ્ડેબલ ફોનની કિંમત જાહેર કરી નથી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us