/indian-express-gujarati/media/media_files/2026/03/01/xiaomi-17-series-launch-1-2026-03-01-14-02-31.jpg)
Xiaomi 17 Series Launch : શાઓમી 17 અને શાઓમી 17 અલ્ટ્રા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Photograph: (xiaomi)
Xiaomi 17 Launch: શાઓમી કંપનીએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન શાઓમી 17 સિરીઝ ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી છે. ચીનની અગ્રણી સ્માર્ટફોન કંપનીએ શાઓમી એ આ સિરીઝમાં બે સ્માર્ટફોન Xiaomi 17 અને Xiaomi 17 Ultra રજૂ કર્યા છે. આ બંને ફોન Qualcomm ના લેટેસ્ટ પાવરફુલ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર સાથે આવે છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં Leica સાથે મળી ટ્યૂન કરાયેલી કેમેરા સિસ્ટમ છે. ચાલો જાણીયે લેટેસ્ટ શાઓમી 17 સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને ખાસિયતો વિશે
Xiaomi 17, શાઓમી 17 અલ્ટ્રા કિમત
શાઓમી 17 સ્માર્ટફોનની કિંમત વૈશ્વિક બજારમાં EUR 999 (લગભગ ₹ 1,07,449) છે. આ ફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. કલર ઓપ્શન્સની વાત કરીયે તો તેમા Alpine Pink, Black, Ice Blue અને Venture Green માં ઉપલબ્ધ છે.
તો Xiaomi 17 Ultra પ્રીમિયમ સ્માર્ટફોન છે, જેની કિંમત EUR 1,499 (લગભઘ ₹ 1,61,264) છે, જેમા 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિયન્ટ મળે છે. આ ફોન Black, Starlit Green અને White કલરમાં આવે છે.
Xiaomi 17 Ultra ફીચર્સ
શાઓમી 17 અલ્ટ્રા સ્માર્ટફોન ડ્યુઅલ સીમ સપોર્ટ કરે છે અને Android 16 બેઝ્ડ HyperOS 3 પર ચાલે છે. તેમા મોટી 6.9 ઇંચની 1.5K LTPO AMOLED ડિસ્પ્લે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1,060 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.
પર્ફોર્મન્સની વાત કરીયે તો ફોનમાં 3nm ની Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આવે છે. તેની સાથે જ Adreno 840 GPU, 16GB LPDDR5x Ultra RAM અને 512GB UFS 4.1 સ્ટોરેજ મળે છે.
કેમેરા સેગમેન્ટ પણ બહુ પ્રીમિયમ છે. તેમા Leica tuned ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આવે છે, જેમા 50MP વાળો 1 ઇંચનું સેન્સર વાળું LOFIC Omnivision 1050L પ્રાયમરી કેમેરા (OIS સાથે), 50MPનો Samsung JN5 અલ્ટ્રા વાઇડ કેમેરા અને 200MPનો પેરિસ્કોપ ટેલીફોટો કેમેરો સામેલ છે. સેલ્ફી માટે 50MP નો OV50M ફ્રન્ટ કેમેરો આવે છે.
બેટરની વાત કરીયે તો શાઓમી 17 અલ્ટ્રા સ્માર્ટફોનમાં મોટી 6,000mAh બટેરી આપી છે, જે 90W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. એટલું જ નહીં, તેમા 22.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ પણ આવે છે.
આ પણ વાંચો | સસ્તો સ્માર્ટફોન Vivo Y05 લોન્ચ; 6500mAh બેટરી, 120Hz ડિસ્પ્લે અને પાવરફુલ પ્રોસેસર
Xiaomi 17 ફીચર્સ
શઓમી 17 સ્માર્ટફોનમાં 6.3 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે મળે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3,500 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ આપે છે. ઉપરાંત તેમા HDR10+, HDR Vivid અને Dolby Vision સપોર્ટ પણ આવે છે.
સ્માર્ટફોનના પર્ફોર્મન્સ વિશે વાત કરીયે તો Xiaomi 17 માં તે જ ચિપસેટ અને કનેક્ટિવિટી ઓપ્શન્સ મળે છે જે શાઓમી 17 અલ્ટ્રા વેરિયન્ટમાં આવે છે. આ સ્માર્ટફોનમાં 12GB LPDDR5T રેમ અને 256GB સ્ટોરેજ મળે છે.
આ પણ વાંચો | સ્માર્ટફોન મોંઘા થયા, અગ્રણી કંપનીએ 5G મોબાઇલની કિંમત વધારી
શાઓમી 17 સ્માર્ટફોનમાં Leica tuned ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમા 50MP પ્રાયમરી કેમેરા, 50MP નો ટેલીફોટો લેન્સ અને 50MP નો અલ્ટ્રા વાઇડ કેમેરા સામેલ છે. સેલ્ફી માટે કંપનીએ 50MPનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. આ સ્માર્ટફોનમાં 6,330mAh બેટરી આપે છે, જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us