/indian-express-gujarati/media/media_files/2026/02/26/phone-price-hike-2026-02-26-15-19-52.jpg)
Smartphone : સ્માર્ટફોન, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)
Samsung Smartphone Price Hike: સ્માર્ટફોન મોંઘા થયા છે. સેમસંગ કંપનીએ તેના અમુક ગેલેક્સી સ્માર્ટફોનની કિંમત 1000 થી 1500 રૂપિયા સુધી વધારી છે. આ ભાવ વધારા બાદ સેમસંગ ફોન ખરીદવા મોંઘા પડશે. સેમસંગ બાદ હવે અન્ય કંપનીઓ પણ તેમના સ્માર્ટફોનની કિંમત વધારી શકે છે. અલબત્ત સેમસંગ કંપનીએ હજી સુધી સ્માર્ટફોનની કિંમતમાં ફેરફાર વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે લીક રિપોર્ટ સૂચવે છે કે અપડેટ કરેલી કિંમતો પહેલાથી જ રિટેલ અને ઓનલાઈન ચેનલો પર અસરકારક હોઈ શકે છે.
Samsung Galaxy Price Hike : સેમસંગ ગેલેક્સી A અને ગેલેક્સી F સિરીઝની કિંમત વધી
ટ્વિટર એકાઉન્ટ AN Leaks (@LeaksAn1) દ્વારા સોશિયલ મિડિયા X પોસ્ટમાં શેર કરાયેલા લીક થયેલા દસ્તાવેજ મુજબ, સેમસંગ ગેલેક્સી A56 5G સ્માર્ટફોનના 8GB + 256G વેરિયન્ટની કિંમત 43,999 રૂપિયાથી વધારીને 44,999 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે સેમસંગ ગેલેક્સી એ56 5જી ફોનની કિંમતમાં 1,000 રૂપિયા વધારો થયો છે. તો આ સ્માર્ટપોનના 12GB + 256GB વેરિઅન્ટની કિંમત હવે 47,999 રૂપિયાથી વધીને 48,999 રૂપિયા થઈ છે.
Samsung Galaxy A36 5G Price Hike
તેવી જ રીતે સેમસંગ ગેલેક્સી A36 5G સ્માર્ટફોનના 8GB + 256GB વેરિયન્ટની કિંમત 35,499 રૂપિયાથી વધીને 36,999 રૂપિયા થઇ છે, જે 1,400 રૂપિયા જેટલોનો ભાવ વધારો દર્શાવે છે. તો આ સ્માર્ટફોનના 12GB + 256GB વેરિયન્ટની કિંમત 38,941 રૂપિયાથી વધીને 40,499 રૂપિયા થઇ છે.
Samsung Price Increase ⚠️
— AN Leaks (@LeaksAn1) February 24, 2026
Galaxy A36 & A56
Galaxy F17 5G#Samsung#SamsungPriceIncreasepic.twitter.com/wwoI1EyQBQ
Samsung Galaxy F17 5G Price Hike
કંપનીએ સેમસંગ ગેલેક્સી એફ17 5જી સ્માર્ટફોનની કિંમત પણ 1000 રૂપિયા સુધી વધારી છે. સેમસંગ ગેલેક્સી એફ17 5જી સ્માર્ટફોનના 4GB + 128GB અને 6GB + 128GB વેરિયન્ટની કિંમત અનુક્રમે 16,499 રૂપિયા અને 17,999 રૂપિયા હોવાનું મનાય છે. તો આ મોડલના ટોપ વેરિયન્ટ 8GB + 128GB ની કિંમત 1500 રૂપિયા વધીને 19,999 રૂપિયા થઇ છે.
આ પણ વાંચો | સસ્તો સ્માર્ટફોન Vivo Y05 લોન્ચ; 6500mAh બેટરી, 120Hz ડિસ્પ્લે અને પાવરફુલ પ્રોસેસર
ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા દિવસથી સ્માર્ટફોનની કિંમત વધવાની અટકળો થઇ રહી છે. જાન્યુઆરીમાં પણ દક્ષિણ કરિયન કંપનીએ ભારતમાં સ્માર્ટફોનની કિંમત વધારવાના સંકેત આપ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us