/indian-express-gujarati/media/media_files/2026/02/25/vivo-y05-launch-price-2026-02-25-17-41-22.jpg)
vivo y05 Launch Price : વીવો વાય 05 એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. Photograph: (vivo)
Vivo Y05 Launch: વીવો નો નવો સ્માર્ટફોન વીવો વાય 05 લોન્ચ કર્યો છે. કંપનીએ Vivo Y05 ફોન મલેશિયા અને સાઉદી અરબમાં લોન્ચ કર્યો છે. આ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે, જેમા 120Hz ડિસ્પ્લે અને મોટી બેટરી આવે છે. લેટેસ્ટ વીવો Y05 મોબાઇલ બજેટ યુઝર્સને ધ્યાનમાં રાખી તૈયાર કરાયો છે. આ સ્માર્ટફોનમાં આવશ્યક તમામ ફીચર્સ આવે છે. જાણો લેટેસ્ટ વીવો વાય 05 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ
Vivo Y05 સ્પેસિફિકેશન
સ્પેસિફિકેશનની વાત કરીયે તો વીવો Y05 સ્માર્ટફોનમાં 6.74 ઇંચની LCD ડિસ્પ્લે આવે છે, જે 120Hz સુધીનો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તે 260ppi પિક્સલ ડેન્સિટી અને 1200 નિટ્સ સુધી બ્રાઇટનેસ ઓફર કરે છે. આ ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આવે છે. ફોનને પાવર આપવા માટે 12 nm પ્રોસેસર પર બનેલું Unisoc T7225 પ્રોસેસર છે.
આ સાથે જ ડિવાઇસમાં 4GB સુધી LPDDR4X RAM અને 64GB eMMC 5.1 સ્ટોરેજ મળે છે. ડિવાઇસમાં 4GB એક્સટેન્ડેડ RAM સપોર્ટ પણ છે, જેનાથી ફોનમાં 8GB RAM સુધી થઇ જાય છે. ઉપરાંત માઇક્રો SD થી 2TB સુધી એક્સપેન્ડેબલ સ્ટોરેજનો વિકલ્પ પણ મળે છે. અલબત્ત તે એક 4G VoLTE ફોન છે, જેમા ડ્યુઅલ SIM, વાઇફાઇ 2.4GHz અને 5GHz, બ્લૂટૂથ 5.2 અને USB ટાઇપ સી પોર્ટ મળે છે.
Vivo Y05 કેમેરા
કેમેરાની વાત કરીયે તો વીવો વાય 05 સ્માર્ટફોનમાં f/2.0 અપર્ચર અને રિયર ફ્લેશ લાઇટ સાથે 8 મેગાપીક્સલનો રિયર કેમેરા મળે છે. સાથે જ ડિવાઇસમાં f/2.2 અપર્ચર સાથે 5MPનો ફ્રન્ટ કેમેરા આવે છે. ઉપરાંત ડિવાઇસમાં 6500mAh ની Li-ion બેટરી અને 15W ચાર્જિગ સપોર્ટ મળે છે. ડિવાઇસમાં Android 16 બેઝ્ડ OriginOS 6.0 મળે છે.
આ પણ વાંચો | 7600mAh બેટરી અને 50MP કેમેરા સાથે નવો સ્માર્ટફોન લોન્ચ, ₹ 4000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
Vivo Y05 કિંમત
Vivo Y05 સ્માર્ટફોન ની મલેશિયામાં કિંમત RM 399 (100 ડોલર) છે. તો સાઉદી અરબમાં 109 ડોલરમાં ઉપલબ્ધ છે. એટલે કે ભારતીય ચલણમાં આ ફોનની કિંમત અંદાજે 10,000 રૂપિયા આસપાસ હોઇ શકે છે. આ સ્માર્ટફોન બ્લેક અને વાદળી કલરમાં ઉપલબ્ધ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us