/indian-express-gujarati/media/media_files/2026/02/10/itel-a100-4g-launch-price-2026-02-10-12-09-28.jpg)
Itel A100 4G Launch Price : આઇટેક એ 100 4જી સ્માર્ટફોન 5000mAh બેટરી સાથે આવે છે. Photograph: (Itel)
Itel A100 4G Launch : આઇટેલ કંપનીએ એ તેનો A સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન આઇટેલ એ100 4જી ભારતમાં લોન્ચ કર્યો છે. Itel A100 4G ફોનમાં વનપ્લસ 13 ની ઝલક દેખાય છે. કંપનીનો દાવો છે કે આ મિલિટરી ગ્રેડની મજબૂતી ધરાવતા આ હેન્ડસેટ MIL-STD-810H સાથે ઉપલબ્ધ છે. આઇટેલ એ 100 4જી ફોન 5000mAh બેટરી, 4 જીબી રેમ અને UniSoc T7100 ચિપસેટ જેવા ફીચર્સ સાથે આવે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ સ્માર્ટફોનની કિંમત 8000 થી પણ ઓછી છે. ચાલો લેટેસ્ટ આઈટેલ 4જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે.
Itel A100 4G કિંમત
આઇટેલ એ 100 4જી ફોનના 3 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,799 રૂપિયા છે. તો 4 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 7,499 રૂપિયા છે. આ હેન્ડસેટ સિલ્ક ગ્રીન, પ્યોર બ્લેક અને ટાઇટેનિયમ ગોલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ગ્રાહકો દેશભરના રિટેલ સ્ટોર્સ દ્વારા આઇટેલનો આ નવો હેન્ડસેટ ખરીદી શકે છે. કંપની ખરીદીના 100 દિવસની અંદર મફત સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ ઓફર કરી રહી છે.
Itel A100 4G Features : આઇટેલ એ 100 4જી ફીચર્સ
આઇટેલ એ100 4જી ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 આધારિત itel OS 15 સાથે આવે છે. સ્માર્ટફોનમાં 6.6-ઇંચ (720 x 1,612 પિક્સેલ) એચડી + આઇપીએસ એલસીડી સ્ક્રીન છે જે 90Hz રિફ્રેશ રેટ, 269ppi પિક્સેલ ડેન્સિટી આપે છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 180 હર્ટ્ઝ છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર UniSoC T7100 ચિપસેટ, 4જીબી રેમ અને 64 જીબી સુધીનો ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. કંપનીનું કહેવું છે કે, ફોનના સ્ટોરેજનો ઉપયોગ કરીને 8 જીબી વર્ચ્યુઅલ રેમ એક્સપાન્ડ કરી શકાય છે.
Itel A100 has launched in India with super tough military grade durability.
— Mukul Sharma (@stufflistings) February 9, 2026
They are calling it The Boss of Durability and Affordability.
Key features
- Free anti-drop protective cover in the box for enhanced durability
- Free screen replacement within 100 days of purchase -… pic.twitter.com/zxQfkkCMSx
કેમેરાની વાત કરીએ તો, આઇટેલ એ 100 4જી મોબાઇલમાં એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | 6 વર્ષ OS અપગ્રેડ અને 6000mAh બેટરી સાથે ધાસું 5G સ્માર્ટફોન લોન્ચ, કિંમત પણ વાજબી
આઇટેલ કંપનીનો દાવો છે કે, આ લેટેસ્ટ હેન્ડસેટ અલ્ટ્રાલિંક ફીચર સાથે ઉપલબ્ધ છે. આના દ્વારા, ચોક્કસ વિસ્તારમાં આઇટેલ યુઝર્સ નેટવર્ક કવરેજ વિના એકબીજાને કોલ કરી શકે છે. ડિવાઇસને પાવર આપવા માટે, એક મોટી 5000mAh બેટરી આપવામાં આવી છે જે 10W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો | સેમસંગનો 15 હજારના બજેટમાં ધાસું 5G સ્માર્ટફોન લોન્ચ. 6000mAh બેટરી અને 50MP કેમેરા
કનેક્ટિવિટી માટે, આઇટેલના આ હેન્ડસેટમાં 4 જી એલટીઇ, બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ, 3.5 એમએમ હેડફોન જેક, IR બ્લાસ્ટર અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફીચર્સ મળે છે. ટકાઉપણા વિશે વાત કરીએ તો જેવું કે અમે જણાવ્યું છે, ફોનમાં IPX4 સ્પ્લેશ રેઝિસ્ટન્સ અને MIL-STD-810H મિલિટરી સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન જેવા ફીચર્સ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us