/indian-express-gujarati/media/media_files/2026/02/09/samsung-galaxy-f70e-5g-phone-2026-02-09-15-38-29.jpg)
Samsung Galaxy F70e 5G Smartphone India Launch : સેમસંગ ગેલેક્સી એફ 70ઇ 5જી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્ટિસિટી 6300 ઓક્ટા કોર ચિપસેટ આવે છે. Photograph: (Social Media)
Samsung Galaxy F70e 5G Launch, Price And Features In Gujarati : સેમસંગ ગેલેક્સી એફ 70ઇ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આ લેટેસેટ મોબાઇલ કંપનીની નવી Galaxy F70e 5G સિરીઝનો પ્રથમ ફોન છે. આ સ્માર્ટફોન કંપનીની સત્તાવાર વેબસાઇટ સહિત ફ્લિપકાર્ટ પરથી ઓનલાઇન ખરીદી શકાશે. સેમસંગ Galaxy F70e 5G ડિવાઇસ મીડિયાટેક ડાયમેન્ટિસિટી પ્રોસેસર, 6000mAh બેટરી અને ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે રજૂ કરાયો છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફોનને 6 વર્ષ સુધી OS (ઓપરેટિંગ સિસ્ટમ) અપગ્રેડ અને સિક્યોરિટી અપડેટ મળશે.
Samsung Galaxy F70e 5G કિંમત
ભારતીય બજારમાં આ બજેટ સ્માર્ટફોનના 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12999 રૂપિયા છે. તો 6GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોન લાઇમલાઇટ ગ્રીન અને સ્પોટલાઇટ બ્લૂ રંગમાં ઉપલબ્ધ છે.
Samsung Galaxy F70e 5G સ્પેસિફિકેશન
ડિસ્પ્લે : આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચ HD+ રિઝોલ્યુશન વાળી LCD સ્ક્રીન છે, જે 120Hz સુધી રિફ્રેશ રેટ, 800 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.
ઓપરેટિંગ સિસ્ટમ : ડ્યુઅલ સિમ સપોર્ટેડ આ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ One UI 8 પર ઓપરેટ કરે છે.
પ્રોસેસર : આ સેમસંગ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્ટિસિટી 6300 ઓક્ટા કોર ચિપસેટ આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફોનને AnTuTu બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ પર લગભગ 6,23,000 પોઇન્ટ મળ્યા છે.
કેમેરા : ડ્યુઅલ રિયર કેમેરાવાળા આ ફોનમાં 50 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા સેન્સર સાથે 2MP ડેપ્થ કેમેરા સેન્સર આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 એમપીનો ફ્રન્ટ કેમેરા આવે છે.
બેટરી : સેમસંગ ગેલેક્સી F70e 5G સ્માર્ટફોનમાં પાવરફુલ 6000mAh બેટરી આવે છે. આ મોબાઇલનું કદ 167.4×77.4×8.2mm અને વજન લગભગ 199 ગ્રામ છે.
આ પણ વાંચો | મોબાઇલ બની જશે વોકી ટોકી, નેટવર્ક વગર કોલ અને મેસેજ થશે, 20000mAh બેટરી સાથે ધાંસુ ફોન લોન્ચ
Samsung Galaxy F70e 5G હરિફ
આ પ્રાઇઝ રેન્જમાં સેમસંગ બ્રાન્ડના આ 5જી ફોનની ટક્કર મોટોરોલા G57 પાવર 5G, રેડમી નોટ 14 SE 5G, પોકો M7 પ્લસ 5G અને IQOO Z10 લાઇટ 5G જેવા સ્માર્ટફોન સાથે થશે. ઉપલબ્ધતાની વાત કરીયે તો સેમસંગ ફોનનું વેચાણ 17 ફબ્રુઆરીથી કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ઇકોમર્સ ઓનલાઇન સાઇટ પર શરૂ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us