8000થી ઓછી કિંમતનો શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 8GB RAM

Lava Bold N2 Launch Price : લાવા બોલ્ડ એન2 સ્માર્ટફોન ભારતમાં 5000mAh બેટરી અને 8GB RAM, IP64 રેટિંગ અને Unisoc SC9863A ચિપસેટ સાથે લોન્ચ થયો છે. આ સ્માર્ટફોનની કિંમત 8000 રૂપિયાથી પણ ઓછી છે.

Lava Bold N2 Launch Price : લાવા બોલ્ડ એન2 સ્માર્ટફોન ભારતમાં 5000mAh બેટરી અને 8GB RAM, IP64 રેટિંગ અને Unisoc SC9863A ચિપસેટ સાથે લોન્ચ થયો છે. આ સ્માર્ટફોનની કિંમત 8000 રૂપિયાથી પણ ઓછી છે.

author-image
Ajay Saroya
New Update
Lava Bold N2 Launch

Lava Bold N2 Launch : લાવા બોલ્ડ N2 સ્માર્ટફોન લોન્ચ થયો છે. Photograph: (X/Lava)

Lava Bold N2 Launch : સ્માર્ટફોન કંપની લાવા એ ભારતમાં વધુ એક બજેટ સ્માર્ટફોન લાવા બોલ્ડ એન 2 (Lava Bold N2) લોન્ચ કર્યો છે, જેની કિંમત 8000 રૂપિયાથી પણ ઓછી છે. આ ડિવાઇસ લાવા N સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે, જે ચાલુ મહિનાના અંત સુધી ખરીદવા માટે ઉપલબ્ધ થશે. લેટેસ્ટ લાવા બોલ્ડ એન 2 સ્માર્ટફોનમાં 5000mAh બેટરી, ડ્યુઅર કેમેરા, Unisoc SC9863A ચપસેટ, 4જીબી રેમ મળે છે. આ સ્માર્ટફોન ડસ્ટ  ફ્રી અને વોટરપ્રુફ ક્ષમતા માટે IP64 રેટિંગ ધરાવે છે. ચાલો જાણીયે લેટેસ્ટ લાવા સ્માર્ટફોનની કિંમત અને ખાસિયત વિશે વિગતવાર

Advertisment

Lava Bold N2 કિંમત

કિંમતની વાત કરીયે તો લાવા બોલ્ડ એન2 સ્માર્ટફોનની કિંમત ભારતમાં 7,499 રૂપિયાથી શરૂ થાય છે, જેમા 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોનનું વેચાણ 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ લેટેસ્ટ લાવા બોલ્ડ એન 2 ડિવાઇસ બે કલર - ઇન્ડ્સ બ્લેક અને સિયાચિન વ્હાઇટ માં ઉપલબ્ધ છે.

Lava Bold N2 સ્પેસિફિકેશન

લાવા બોલ્ડ એન2 સ્માર્ટફોનમાં 6.75 ઇંચની HD+ ડિસ્પ્લે, જે 90Hz સુધી રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે અને તેમા વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ મળે છે. ડિવાઇસ ડ્યુઅલ સિમ સાથે Android 15 Go પર ચાલે છે. કંપનીનો દાવો છે કે, હેન્ડસેટ બોલ્ડવેયર કે એડ્સ સાથે નથી આવતું અને યુઝર્સને ક્લિન Android અનુભવ આપે છે.

Advertisment

લાવા બોલ્ડ N2 સ્માર્ટફોન ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ ક્ષમતા માટે IP64 રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસ Unisoc SC9863A ચિપસેટ થી સજ્જ છે, જેમા આઠ કોર મળે છે. ફોનમાં 4GB RAM અને 64GB બિલ્ટ ઇન સ્ટોરેજ પણ મળે છે. આ ડિવાઇસ 4GB સુધી RAM એક્સપેન્શનને સપોર્ટ કરે છે, ત્યાર બાદ ફોનની RAM વધીને 8GB થઇ જાય છે.

આ પણ વાંચો | વોટ્સએપ વાપરો મોબાઇલ નંબર વગર, આ 4 ટ્રીક થી તમારી ઓળખ છુપાવો

Lava Bold N2 કેમેરા

ફોટોગ્રાફી માટે લાવા બોલ્ડ એન2 સ્માર્ટફોનમા ડ્યુઅલ રિયર કેમેરા મળે છે, જેમા 13 મેગાપિક્સલનો પ્રાયમરી લેન્સ અને અન્ય એક કેમેરો મળે છે, જેના વિશે હાલ વધારે માહિતી નથી. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે 5MP નો ફ્રન્ટ કેમેરા મળે છે. આ સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર મળે છે.

5G ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ