scorecardresearch

ડેબિટ કાર્ડ શું છે અને તે ક્રેડિટ કાર્ડથી કેવી રીતે અલગ પડે છે? જાણો ડેબિટ કાર્ડ વિશેની તમામ માહિતી

Debit Card : ડેબિટ કાર્ડ્સના અસરકારક ઉપયોગની ખાતરી કરવા માટે ચાલો આપણે તેના મહત્વપૂર્ણ વિવિધ પાસાં વિશે સમજીયે.

debit card
ડેબિટ કાર્ડ એ નાણાંકીય વ્યવહારોમાં સગવડતા અને સુરક્ષા પ્રદાન કરે છે.

આજે તમામ લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ડેબિટ કાર્ડ એ નાણાંકીય વ્યવહારોમાં સગવડતા અને સુરક્ષા પ્રદાન કરે છે. ડેબિટ કાર્ડથી આપણે ખરીદી કરી શકીયે છીએ, રોકડ રકમનો ઉપાડ અને સરળતાપૂર્વક નાણાંકીય વ્યવહારો કરી શકીયે છીએ. જો કે, ડેબિટ કાર્ડ્સના અસરકારક ઉપયોગની ખાતરી કરવા માટે ચાલો આપણે તેના મહત્વપૂર્ણ વિવિધ પાસાં વિશે સમજીયે.

ડેબિટ કાર્ડ શું છે?

ડેબિટ કાર્ડ કોઇ બેક કે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇશ્યૂ કરવામાં આવતું કાર્ડ છે. આ કાર્ડ મારફતે તમે તમારા બેંક એટીએમમાંથી રોકડ રકમનો ઉપાડ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તેનાથી તમે વિવિધ ખરીદી માટે ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા મળે છે.

ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ વચ્ચેનો તફાવત

ક્રેડિટ કાર્ડ્સથી વિપરીત ડેબિટ કાર્ડ સીધા તમારા બેંક ખાતા સાથે લિંક થયેલું હોય છે. આથી તમે જ્યારે પણ ડેબિટ કાર્ડ વડે રોકડ રકમનો ઉપાડ કે ઓનલાઇન પેમેન્ટ કરો છો ત્યારે આ રકમ તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઇ જાય છે. ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનો અર્થ એ છે કે તમે કોઇ બેંક કે નાણાકીય સંસ્થા પાસેથી ઉધાર લેવાને બદલે તમારા પોતાના પૈસા ખર્ચી રહ્યા છો. આ દેવું ટાળવું ફાયદાકારક હોઈ શકે છે પરંતુ તમારા ખાતામાંથી તમારી ખરીદ શક્તિને પણ મર્યાદિત કરે છે.

બેંક બાઝારના સીઈઓ અધિલ શેટ્ટી કહે છે, “ક્રેડિટ કાર્ડનો જો સ્માર્ટ રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદાઓ મેળવી શકાય છે અને જીવનનો આનંદ વધુ સારી રીતે માણવામાં મદદ મળે છે. ક્રેડિટ કાર્ડના ફાયદાઓમાં કેશબેક, રિડીમેબલ રિવોર્ડ પોઈન્ટ્સ, ડિસ્કાઉન્ટ અને ડીલ્સ, ક્યુરેટેડ લાઇફસ્ટાઇલ એક્સપિરિયન્સ, ટ્રાવેલ બેનેફિટ્સ અને ઘણું બધું સામેલ હોય છે. તો બીજી બાજુ ડેબિટ કાર્ડ્સ તમને તમારા બેંક ખાતામાં બેલેન્સમાં ઉપાડવામાં અને ટ્રાન્ઝેક્શન કરવામાં મદદ કરે છે. તમે તમારા બચત ખાતામાં જમા રકમ કરતા વધારે ભંડોળનો ઉપયોગ કરી શકતા નથી.

ઉપાડ પર લિમિટ

ડેબિટ કાર્ડમાં દૈનિક ખર્ચ અને ઉપાડની લિમિટ નક્કી કરેલી હોય છે. આ મર્યાદા બેંકો દ્વારા તમને કપટપૂર્ણ પ્રવૃત્તિઓથી બચાવવા માટે લિમિટ સેટ કરવામાં આવી છે. ખરીદી કરતી વખતે અથવા રોકડ ઉપાડતી વખતે કોઈપણ અસુવિધા ટાળવા માટે આ લિમિટનું ધ્યાન રાખો.

ATM વપરાશ અને ફી

ડેબિટ કાર્ડ તમને એટીએમમાંથી સરળતાથી રોકડ રકમ ઉપાડવાી મંજૂરી આપે છે. જો કે, તમારી પોતાની બેંક સિવાયના અન્ય એટીએમનો ઉપયોગ કરતી વખતે ચાર્જનું ધ્યાન રાખવું જોઇએા. આ ચાર્જ અલગ-અલગ હોઈ શકે છે અને તેમાં તમારી બેંક અને ATM માલિક બંને તરફથી ચાર્જ શામેલ હોઈ શકે છે, તેથી તમારા ATMની સમજદારીપૂર્વક પસંદગી કરવી આવશ્યક છે.

કેટલાક ડેબિટ કાર્ડ ઓવરડ્રાફ્ટ સિક્યોરિટી પ્રદાન કરે છે, જે તમને તમારા એકાઉન્ટમાં પૂરતું ભંડોળ ન હોવા છતાં પણ નાણાંકીય ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવાની મંજૂરી આપે છે. જો કે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે વસૂલવામાં આવતી સંબંધિત ફી અને વ્યાજદરો અંગે પૂરતી જાણકારી અને સાવધાની રાખવી જરૂરી છે.

તમારી ખરીદીઓ પર નજર રાખો

તમારી ખરીદીઓનો ટ્રૅક રાખો અને કોઈપણ અનધિકૃત અથવા કપટપૂર્ણ પ્રવૃત્તિઓ શોધવા માટે તમારા બેંક સ્ટેટમેન્ટ્સની સમીક્ષા કરો. કોઈપણ વિસંગતતાની તાત્કાલિક તમારી બેંકને જાણ કરવી તમારી નાણાકીય સુરક્ષા માટે જરૂરી છે.

વિદેશમાં ઉપયોગ

વિદેશ પ્રવાસ કરતા પહેલા તમારા ડેબિટ કાર્ડનો વિદેશમાં ઉપયોગ કરવાની તમારી યોજનાઓ વિશે તમારી બેંકને જાણ કરો. કેટલીક બેંકો સુરક્ષા ચિંતાઓને કારણે મૂળભૂત રીતે આંતરરાષ્ટ્રીય વપરાશને પ્રતિબંધિત કરી શકે છે. તમારી બેંકને અગાઉથી જાણ કરવાથી વિદેશીમાં ઉપયોગ કરતી વખતે તમારા કાર્ડને શંકાસ્પદ પ્રવૃત્તિથી બચાવવામાં મદદ મળી શકે છે.

કાર્ડ સિક્યુરિટી

તમારા ડેબિટ કાર્ડ અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા એ સર્વોપરી છે. તમારા કાર્ડને સુરક્ષિત જગ્યાએ રાખો, એટીએમ અથવા પોઈન્ટ-ઓફ-સેલ ટર્મિનલ પર તમારો પિન દાખલ કરો ત્યારે સાવચેતી રાખો અને તમારા કાર્ડની વિગતો ચોરવાનો પ્રયાસ કરી શકે તેવા ઉપકરણો અથવા શંકાસ્પદ વેબસાઇટ્સથી સાવચેત રહો.

આ પણ વાંચોઃ Retirement planning : ભવિષ્યમાં નહીં થાય પૈસાની તંગી, આવી રીતે બનાવો રિટાયરમેન્ટ પ્લાનિંગ

કાર્ડ ખોવાઇ જવું કે ચોરાઇ જવું

જો તમારું ડેબિટ કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તેની જાણકારી તાત્કાલિક તમારી બેંકને આપવી. તાત્કાલિક લેવાયેલા પગલાં તમારા બેંક બેલેન્સમાંથી ખોટી રીતે નાણાંની ઉપાડને રોકવામાં મદદ કરી શકે છે.

આ મહત્વપૂર્ણ ટીપ્સની જાણકારી મેળવીને તમે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સમજણપૂર્વક નિર્ણયો લઈ શકો છો. છેતરપિંડીની ઘટનાઓ ઓનલાઇન ફ્રોડ જેવી ઘટનાઓથી તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખી શકશો અને આ સગવડનો મહત્તમ ફાયદો ઉઠાવી શકશો.

Disclaimer: આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો. 

Web Title: Debit card uses tips atm withdrawal limit charges know all details here

Best of Express