scorecardresearch

Retirement planning : ભવિષ્યમાં નહીં થાય પૈસાની તંગી, આવી રીતે બનાવો રિટાયરમેન્ટ પ્લાનિંગ

Retirement planning : ધડપણમાં કોઇ પણ પ્રકારની નાણાંકીય મુશ્કેલી ન પડે તેની માટે યોગ્ય રીતે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે.

retirement plan personal finance
Retirement Planning: ભારતમાં રિટાયરમેન્ટ પ્લાન અંગે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) વગેરે.

વ્યક્તિએ તેમના ધડપણને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા માટે યુવાનીમાં બચત કરવાનું શરૂ કરી દેવું જોઇએ. પાછલી ઉંમરે નાણાંકીય મુશ્કેલીઓને ટાળવા માટે યોગ્ય અને સુવ્યવસ્થિત રિટાયરમેન્ટ પ્લાનિંગ અને રોકાણ કરવું જરૂરી છે. પગારદાર વ્યક્તિ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ સૌથી મહત્વપૂર્ણ છે. રિટાયરમેન્ટ પ્લાનિંગમાં વ્યક્તિની વર્તમાન નાણાકીય સ્થિતિ, ભવિષ્યના લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતાની કાળજીપૂર્વક વિચારણાનો સમાવેશ થાય છે. અહીં કેટલીક એવી બાબતો જણાવી છે જેનો એક પગારદાર વ્યક્તિ ભારતમાં પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતી વખતે ઉપયોગમાં લઇ શકે છે.

વહેલી બચત શરૂ કરો

જેટલી જલ્દી તમે નિવૃત્તિ માટે બચત કરવાનું શરૂ કરશો, લાંબા ગાળે તમને ફાયદો થશે. બચત વહેલું શરૂ કરવાથી તમે કમ્પાઉન્ડિંગનો લાભ લઈ શકો છો, જેનો અર્થ છે કે સમય જતાં તમારા પૈસા ઝડપથી વધશે. તેમે નિવૃત્તિ થાવ ત્યાં સુધીમાં એક મોટું નાણાંકીય ભંડોળ તમારી પાસે હશે.

રિટાયરમેન્ટ પ્લાનના ટાર્ગેટ નક્કી કરો

તમે બચત કરવાનું શરૂ કરો તેની પહેલાં, તમારે તમારા નિવૃત્તિના ટાર્ગેટ વિશે ખ્યાલ રાખવો જોઈએ. આમાં ઘણા પરિબળો સામેલ હોઈ શકે છે. તમે કઈ ઉંમર સુધીમાં નિવૃત્તિ થવા ઇચ્છો છો, નિવૃત્તિ પછી તમે તમારું જીવન કેવી રીતે જીવશો અને ભવિષ્યમાં તમારા નાણાકીય લક્ષ્યો શું છે વગેરે…

રિટાયરમેન્ટ પછીના ખર્ચાઓનો અંદાજ લગાવો

આગામી પગલું તમારા રિટાયરમેન્ટ પછીના ખર્ચઓનો અંદાજ લગાવવાનો છે. આમાં તમારા દૈનિક ખર્ચા, આરોગ્ય પાછળના ખર્ચાઓ, મુસાફરીનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. તમારા ખર્ચનો અંદાજ કાઢતી વખતે ફુગાવાની અસરને ધ્યાનમાં લેવી જરૂરી છે. આનાથી તમને ખ્યાલ આવશે કે તમારે કેટલી બચત કરવી જોઈએ.

રિટાયરમેન્ટ પ્લાન બનાવો

તમે તમારા નિવૃત્તિ પછીના ખર્ચનો અંદાજ કાઢ્યા પછી, રિટાયરમેન્ટ પ્લાન બનાવો. તમારે કેટલી બચત કરવાની જરૂર છે, તમે તમારા નાણાંનું રોકાણ કેવી રીતે કરશો અને તમે ક્યારે નિવૃત્ત થવાની યોજના બનાવો છો તે જોવા માટે આ પ્લાન તપાસો. તેમાં માંદગી અથવા નોકરી ગુમાવવા જેવી અણધારી ઘટનાઓ માટે આકસ્મિક યોજનાઓનો પણ સમાવેશ થવો જોઈએ.

આ પણ વાંચોઃ ભારતમાં વરિષ્ઠ નાગરિકો ઉંચા વ્યાજદર સહિત આ 7 નાણાંકીય ફાયદાઓ મેળવવા હકદાર, જાણો ક્યા – ક્યા

રિટાયરમેન્ટ સેવિંગની વિચારણા કરો

ભારતમાં રિટાયરમેન્ટ પ્લાન અંગે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) વગેરે. આ યોજનાઓ ટેક્સ બેનેફિટ્સ આપવાની સાથે સાથે તમને નાણાંકીય ચિંતામુક્ત નિવૃત્તિ જીવન જીવવા માટે બચત કરવામાં મદદ કરે છે.

Disclaimer: આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો. 

Web Title: Retirement planning tips nps ppf money saving scheme

Best of Express