/indian-express-gujarati/media/media_files/2026/02/25/anil-ambani-2026-02-25-19-29-15.jpg)
અનિલ અંબાણી Photograph: (File Photo)
ED Attaches Anil Ambani Mumbai House Abode : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અનિલ અંબાણીના મુંબઈ વાળા ઘર 'અબોડ'ને એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરી લીધું છે, જેની કિંમત 3716 કરોડ રૂપિયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ બુધવારે સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી.
17 માળનું આ ભવ્ય ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે
66 મીટર ઊંચું અને 17 માળનું આ ભવ્ય ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે. વર્ષ 2000ની આસપાસ આ મોંઘી અને વૈભવી મિલકત રિલાયન્સે ખરીદી હતી. આ બિલ્ડિંગની છત પર એક હેલિપેડ છે, જેના પર એક સાથે ઘણા હેલિકોપ્ટર ઉતરી શકે છે.
જપ્ત કરાયેલી સંપત્તિની કિંમત 3,716.83 કરોડ રૂપિયા છે
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક પ્રોવિઝનલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. જેથી તેમની ગ્રુપ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરસીઓએમ) દ્વારા કથિત બેંક છેતરપિંડી સંબંધિત કેસમાં બહુમાળી ઘરને જપ્ત કરી શકાય. તેમણે કહ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિની કિંમત 3,716.83 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો - વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની મોટી છલાંગ, પીયુષ ગોયલે કહ્યું - દેશને મળ્યો બે તૃતીયાંશ ગ્લોબલ કોમર્સ સુધી ખાસ ટ્રેડ એક્સેસ
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર 66 વર્ષીય અંબાણી અહીં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ બીજા રાઉન્ડની પૂછપરછ માટે હાજર થવાની સંભાવના છે. તેમણે પ્રથમ ઓગસ્ટ 2025 માં ઇડી સમક્ષ જુબાની આપી હતી અને પીએમએલએ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. નવા આદેશ સાથે આ કેસમાં જપ્તીની કુલ કિંમત લગભગ 15,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us