વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની મોટી છલાંગ, પીયુષ ગોયલે કહ્યું - દેશને મળ્યો બે તૃતીયાંશ ગ્લોબલ કોમર્સ સુધી ખાસ ટ્રેડ એક્સેસ

Piyush Goyal on Global Trade : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલી અનિશ્ચિતતાના સમયે ભારત તેની વૈશ્વિક આર્થિક ભાગીદારીને મજબૂત કરી રહ્યું છે

Piyush Goyal on Global Trade : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલી અનિશ્ચિતતાના સમયે ભારત તેની વૈશ્વિક આર્થિક ભાગીદારીને મજબૂત કરી રહ્યું છે

author-image
Ashish Goyal
New Update
piyush goyal

ભારતના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ Photograph: (સોશિયલ મીડિયા)

Piyush Goyal on Global Trade : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલી અનિશ્ચિતતાના સમયે ભારત તેની વૈશ્વિક આર્થિક ભાગીદારીને મજબૂત કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે દેશને હવે લગભગ બે તૃતીયાંશ ગ્લોબલ કોમર્સ સુધી ખાસ ટ્રેડ એક્સેસ મળેલ છે. તે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત 5મી નેશનલ એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ સમિટ 2026ના આખરી સત્રને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Advertisment

ભારતની ટ્રેડ તાકાત પોતાના પીક પર : ગોયલ

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર પીયૂષ ગોયલે કહ્યું કે જ્યારે વિશ્વ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત વેપાર, વિશ્વાસ અને ટ્રાન્સફોર્મેશનના પુલ બનાવવામાં વ્યસ્ત છે. તેમણે ગ્લોબલ કોમર્સમાં ભારતની વધતી ઉપલબ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે નવ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા છે, જે બધા "વિકસિત અર્થતંત્ર" સાથે છે.

મંત્રીએ કહ્યું કે આજે ભારત વૈશ્વિક વેપારના લગભગ બે તૃતીયાંશ સુધી વિશિષ્ટ વેપાર એક્સેસ ધરાવે છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા દેખરેખમાં થયેલા તમામ નવ એફટીએ વિકસિત અર્થતંત્રો સાથે છે જે ભારત સાથે સ્પર્ધા કરતા નથી પરંતુ ભારતની ઝડપી વૃદ્ધિની યાત્રામાં સાથ આપે છે.  ગોયલે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો છે.

આ પણ વાંચો - જીપે ફરી લોન્ચ કરી Wrangler Willys, ફક્ત 41 લોકો જ ખરીદી શકશે, જાણો કિંમત અને ખાસિયત

Advertisment

તેમણે કહ્યું કે આજે વિશ્વ એ પૂછતું નથી કે ભારત સાથે ટ્રેડ કરવો કે નહીં. આજકાલ દેશો પ્રશ્ન પૂછી રહ્યા છે કે આપણે ભારત સાથે કેટલી જલ્દી ટ્રેડ કરી શકીએ? આપણે ભારત સાથે કેટલી ઝડપથી વેપાર વધારી શકીએ?"

ફોક્સમાં ભારત FTA વાતચીત

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે તે દિવસે છ કલાકની અંદર ભારતે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સાથે એફટીએ વાતચીત શરૂ કરી દીધી હતી. ઇઝરાયેલ સાથે ફાઇનલ વાતચીતમાં લાગેલું હતું અને ચિલી સાથે વાતચીત શરૂ કરવાની તૈયારી કરી રહ્યું હતું.

મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે ઓસ્ટ્રેલિયા અને યુએઈ સાથેનો વેપાર તેમના સંબંધિત એફટીએ પૂર્ણ થયા પછી બમણો થઈ ગયો છે, જે ભારતીય નિકાસકારો માટે ઊંડી વેપાર ભાગીદારીના ફાયદા દર્શાવે છે.

બિઝનેસ