scorecardresearch

Electric cars 2023 : નવા વર્ષે ભારતમાં લોન્ચ થનાર ઇલેક્ટ્રિક કારની યાદી

Electric casr in 2023: નવા કેલેન્ડર વર્ષ 2023માં ઘણી કાર કંપનીઓએ (Cars Companies) ઇલેક્ટ્રિક કાર (Electric cars launch) લોન્ચ કરવાની યોજના બનાવી છે…

Electric cars 2023 : નવા વર્ષે ભારતમાં લોન્ચ થનાર ઇલેક્ટ્રિક કારની યાદી

દેશ અને દુનિયામાં ઇલેક્ટ્રિક વ્હિકલનો ક્રેઝ વધી રહ્યો છે. ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ હવે મોટી સંખ્યામાં બેટરી સંચાલિત વાહનો લોન્ચ કરી રહી છે. નવા કેલેન્ડર વર્ષ 2023માં ઘણી કાર કંપનીઓએ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી છે. તો ચાલો જાણીયે વર્ષ 2023માં લોન્ચ થનાર સંભવિત ઇલેક્ટ્રિક કારની યાદી…

મર્સિડીઝ બેન્ચે ભારતમાં ચોથી ઇ-કાર લોન્ચ કરી

ભારતમાં પણ ઇલેક્ટ્રિક કારની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ ભારતમાં ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં તેનું ચોથું મોડલ EQB રજૂ કર્યું છે. EQB કાર સહિત, લક્ઝરી ઇલેક્ટ્રિક કાર સ્પેસમાં 10થી વધારે મોડલ છે. જેમાંથી તમે તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ કોઈપણ ઇલે. કાર પસંદ કરી શકો છો, જેમાં વિદેશી અને ભારતીય કારકંપનીઓના મોડલ સામેલ છે.

જાપાનીઝ કાર નિર્માતા કંપનીને બાદ કરતા હાલના સમયમાં મોટાભાગની કાર મેન્યુફેક્ચર્ડ કંપનીઓ પાસે ઓછામાં ઓછી એક ઇલેક્ટ્રિક કાર છે. હકીકતમાં, જાપાનીઝ કાર કંપનીની હાઇબ્રિડ કાર બનાવવા પર વધુ ભાર આપી રહી છે.

હ્યુન્ડાઈ (Hyundai)

હ્યુન્ડાઇ કંપનીએ જુલાઈ 2019માં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Kona EV લોન્ચ કરી હતી. હવે આ કોરિયન કાર નિર્માતા કંપની ટૂંક સમયમાં જ બીજી નવી ઇલેક્ટ્રિક કાર Ioniq 5 બજારમાં ઉતારશે. કંપનીની આ નવી કારનું બુકિંગ 20 ડિસેમ્બરથી શરૂ થશે અને હ્યુન્ડાઈ જાન્યુઆરી 2023માં યોજાનાર ઓટો એક્સપો ઈવેન્ટમાં પોતાની નવી કાર રજૂ કરશે.

તો કિયા કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર Kia EV6નું વેચાણ ચાલુ છે. આ કારની કિંમત રૂ. 60 લાખથી શરૂ થાય છે. તો બીજી બાજુ હ્યુન્ડાઇની નવી ઇલેક્ટ્રિક કાર Ioniq 5 ઘણી સસ્તી હશે. કારણ કે કંપની આ કારને ભારતમાં જ તૈયાર કરી રહી છે. જ્યારે Kiaનું EV6 ડોલર સંપૂર્ણપણે આયાત કરવામાં આવતી હોવાથી તેની માટે જંગી આયાત જકાત ચૂકવવી પડે છે.

સિટ્રોન (Citroën)

ફ્રેન્ચ કાર કંપની સિટ્રોનની પ્રથમ ઇલેક્ટ્રિક કાર તાજેતરમાં લોન્ચ કરાયેલી C3 સ્મોલ SUV જેવી જ હશે. સિટ્રોન ભારતને ઇલેક્ટ્રિક કાર માટેનું નિકાસ માર્કેટ બનાવશે તેવી અપેક્ષા છે.

કિયા (Kia)

કિયા કંપનીની ઇલેક્ટ્રિક કાર Kia EV6 સંભવતઃ સંપૂર્ણ રીતે લૉક ડાઉન કિટ (CKD કિટ) તરીકે ઑફર કરવામાં આવશે. હાલમાં, આયાત ડ્યુટી બચાવવા માટે તેને સંપૂર્ણ રીતે બિલ્ડ-અપ (CBU) યુનિટ તરીકે આયાત કરવામાં આવે છે. પરંતુ 2025 પછી, Hyundai અને સિસ્ટર કાર નિર્માતા Kia ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રિક કાર મોડલનું સંપૂર્ણપણે ભારતમાં સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે.

મહિન્દ્રા ઓટો (Mahindra & (Mahindra)

મહિન્દ્રા- મહિન્દ્રા કંપનીએ વર્ષ 2024 બાદ તેની ઇલેક્ટ્રિક કારની એક સંપૂર્ણ રેન્જ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ 5 કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક SUVનું અનાવરણ કર્યું હતું. મહિન્દ્રા તેમને બે EV બ્રાન્ડ્સમાં સ્થાન આપશે – XUV અને BE. પરંતુ જાન્યુઆરી 2023માં કંપની આ ઇલે.કારની કિંમતની જાહેરાત કરશે અને ગ્રાહકોને XUV300 SUV પર આધારિત XUV400 ઇલેક્ટ્રિક કારની ડિલિવરી કરવાનું શરૂ કરશે.

એમજી મોટર (MG Motor)

MG મોટર પહેલેથી જ ભારતમાં તેની MG ZS EV વેચી રહી છે. વર્ષ 2023ની શરૂઆતમાં કંપની અન્ય નવા ઇલે. કારના મોડલ (Air EV) રજૂ કરશે. મળતી માહિતી મુજબ કંપનીની આ નવી કાર ભારતની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કાર અન્ય કંપનીઓની ઇલે. કાર પર ભારે પડી શકે છે.

સ્કોડા (Skoda)

આ વર્ષની શરૂઆતમાં Czech કાર મેન્યુફેક્ચરિંગ કંપનીએ ભારતના રસ્તાઓ પર Enyaq ઇલેક્ટ્રિક SUVનું ટેસ્ટિંગ કર્યું હતું. કંપની પોતાની નવી કાર 2023માં લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચોઃ નવા વર્ષે કાર ખરીદવી મોંઘી પડશે, મારૂતિ સુઝુકી તમામ વાહનોની કિંમત વધારશે

ટાટા મોટર્સ (Tata Motors)

ટાટા મોટર્સ વર્ષ 2024 બાદ તેની ‘બોર્ન ઇલેક્ટ્રિક’ કાર લોન્ચ કરશે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં Curvv કોન્સેપ્ટ EV અને AVINYA કોન્સેપ્ટ કારનું પ્રદર્શન કર્યું હતું. હાલ કંપની ઘણી કારમાં પહેલાથી જ રહેલા એન્જિનને ઇલેક્ટ્રીક કારની માટે તૈયાર કરવામાં વ્યસ્ત છે. ટાટા મોટર્સ કંપની ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં તેની Nexon EV, Tigor EV અને Tiago EV કારનું વેચાણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2023માં તે પોતાની Altroz ​​EV અને Punch EV લોન્ચ કરશે.

Web Title: Electric cars launch in 2023 check list here auto news