જો તમે કાર કે અન્ય કોઇ પેસેન્જર વ્હિકલ ખરીદવાનું વિચારી રહ્યા હવો તો વહેલી તકે ચાલુ ડિસેમ્બર મહિનામાં ખરીદી લેજો નહીંત્તર તમારે વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કેલેન્ડર વર્ષ 2023માં મોટાભાગની કંપનીઓ તેના વાહનોની કિંમત વધારવાની યોજના ઘડી રહી છે, જેમાં ભારતની અગ્રણી કાર કંપની મારૂતિ સુઝુકીએ તો નવા વર્ષથી તેના વિવિધ વાહનોની પ્રાઇસ વધારવાની ઘોષણા કરી દીધી છે.
મારૂતિ સુઝિકાના તમામ વાહનો જાન્યુઆરીમાં મોંઘા થશે
ભારતની અગ્રણી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)એ 2 નવેમ્બર 2022ના રોજ તેના તમામ પ્રકારના વાહનોની કિંમત વધારવાની ઘોષણા કરી છે. કંપની વિવિધ વાહનોની કિંમતમાં અલગ-અલગ પ્રમાણમાં વધારો કરશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યા અનુસાર વધતી મોંઘવારીને કારણે કંપનીની વ્હિકલ મેન્યુફેક્ચરિંગની કોસ્ટ વધી ગઇ છે અને આ દબાણને પગલે વાહનોની કિંમત વધારવા મજબૂર છે. જો કે કંપની ક્યા વાહનની કિંમતમાં કેટલો વધારો કરશે તે અંગે ચોક્કસ માહિતી આપી નથી. મારૂતિ સુઝુકીએ ભા વધાર્યા બાદ હવે અન્ય કંપનીઓ પણ તેમના વ્હિકલની પ્રાઇસ વધારશે.

નોંધનિય છે કે, એપ્રિલ 2023માં મારૂતિ સુઝુકી કંપનીએ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધવાને પગલે હેબચેક સ્વીફ્ટ અને તમામ CNG વેરિયન્ટની કિંમતમાં વૃદ્ધિ કરી હતી. તમે સમયે કંપનીએ તમામ પ્રકારના મોડલની કિંમતમાં 1.3 ટકા (દિલ્હી એક્સ-શોરૂમ)નો વધારો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, મારૂતિ સુઝુકી કંપનીએ જાન્યુઆરી 2021થી માર્ચ 2022 સુધી તમામ પ્રકારના વાહનોની કિંમતમાં 8.8 ટકા જેટલો વધારો કર્યો હતો, જે વિવિધ કોમોડિટીની કિંમતમાં વૃદ્ધિને પગલે વાહનના મોટાભાગના સ્પેર- પાર્ટ્સના પ્રોડક્શન કોસ્ટમાં વધારાને આભારી છે.
નવેમ્બરમાં વાહનોનું વેચાણ 14.4 ટકા વધ્યું
મારૂતિ સુઝુકી કંપનીના તમામ પ્રકારના વાહનોનું નવેમ્બર મહિનામાં કુલ વેચાણ વાર્ષિક તુલનાએ 14.4 ટકા વધીને 1.59 લાખ યુનિટ નોંધાયુ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં કંપનીએ 1.39 વાહનો વેચ્યા હતા.

આ પણ વાંચોઃ મારુતિ સુઝુકી ટૂંક સમયમાં લોન્ચ કરશે Grand Vitaraના નવા CNG મોડલ, જાણો તેની ખાસિયતો
હીરો મોટોકોર્પે ટુ-વ્હિલરની કિંમત વર્ષમાં 5મી વખત વધારી
તાજેતરમાં હીરો મોટોકોર્પ કંપની તેના વિવિધ ટુ-વ્હિલરની કિંમત 1લી ડિસેમ્બરથી 1500 રૂપિયા સુધી વધારી દીધી છે, જે વર્ષ 2022માં પાંચમી ભાવવધારી છે. આ સાથે એક વર્ષમાં હીરો મોટોકોર્પનું ટુ-વ્હિલર 10,000 રૂપિયા સુધી મોંઘુ થયુ છે.