Electric flying taxi: ઇપ્લેન કંપની ((ePlane company)), IIT મદ્રાસની સ્ટાર્ટઅપ, એ ભારતની પ્રથમ ફ્લાઇંગ ઇલેક્ટ્રિક ટેક્સી (e200 electric flying taxi) બનાવી છે, જેનો પ્રોટોટાઇપ બેંગલુરુમાં યોજાયેલા એરો ઇન્ડિયા શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
IIT મદ્રાસની આ સ્ટાર્ટઅપ કંપની, ePlane કંપનીએ આ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સી વિશે દાવો કર્યો છે કે, તેની સ્પીડ રોડ પર દોડતી કાર કરતાં 10 ગણી વધુ હશે એટલું જ નહીં સ્પીડના મામલે હેલિકોપ્ટરને પણ પાછળ છોડી દેશે. ઈપ્લેન કંપનીના જણાવ્યા અનુસાર, આ ફ્લાઈંગ ઈલેક્ટ્રિક ટેક્સી એકવાર ફુલ ચાર્જ થયા પછી 200 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
eVOTE ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી
આ ઈલેક્ટ્રિક ટેક્સીને ઈપ્લેન કંપનીએ એવી રીતે ડિઝાઈન કરી છે કે, તે ઓછામાં ઓછી જગ્યામાં લેન્ડિંગ અને ટેકઓફ કરવામાં સક્ષમ છે. આ ઉડતી ટેક્સી પાર્ક કરવા માટે 25 ચોરસ મીટર જગ્યા પૂરતી છે. 200 કિલો વજનની આ eVOTE ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સીના પ્રોપેલરમાં 4 ડક્ટ પંખા લગાવવામાં આવ્યા છે.
પાયલોટ સિવાય આ ફ્લાઈંગ ઈલેક્ટ્રિક ટેક્સીમાં બે પેસેન્જર્સ માટે સીટ છે, જેને ભવિષ્યમાં ચાર સીટર પણ બનાવી શકાય છે. eVOTE ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સીની સ્પીડ અંગે ePlane કંપનીનો દાવો છે કે તે બે મુસાફરો સાથે 150 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
ePlane કંપની કંપનીનો દાવો છે કે, આ ઉડતી eTaxi 1500 ફૂટ એટલે કે 457 મીટર સુધીની ઊંચાઈએ ઉડી શકે છે. કંપનીએ આ ફ્લાઈંગ ટેક્સીમાં સ્વાઈપ ન કરી શકાય તેવી બેટરી લગાવી છે, જેને ભવિષ્યમાં પણ સ્વાઈપ કરી શકાશે.
તે એવો પણ દાવો કરે છે કે, ઉબેર સામાન્ય રીતે સમાન અંતર માટે જે ચાર્જ વસૂલ કરે છે તેના કરતાં એક રાઈડનો ખર્ચ પેસેન્જર દીઠ લગભગ બમણો હશે. ઈ-પ્લેન કંપનીના સીઈઓ પ્રાંજલ મહેતા અને સ્ટાર્ટઅપના સીટીઓ પ્રોફેસર સત્ય ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, તેમને ઈલેક્ટ્રિક ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન પર વીડિયો જોયા બાદ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સી બનાવવાનો વિચાર આવ્યો હતો.
સ્ટાર્ટઅપ અનુસાર, ફ્લાઈંગ ટેક્સી કોઈપણ શહેરમાં રૂફ-ટોપથી રૂફ-ટોપ શહેરી એર મોબિલિટી માટે યોગ્ય છે. મોડલ તૈયાર કરવા માટે ઈ-પ્લેન કંપનીએ લગભગ $1 મિલિયનનું ફંડ એકત્ર કર્યું છે. અત્યારે આ ફ્લાઈંગ ટેક્સી ચલાવવા માટે પાઈલટની જરૂર છે. જોકે, સ્ટાર્ટઅપ ભવિષ્યમાં ઓટોનોમસ ટેક્નોલોજી ઓફર કરવાનો ઇરાદો પણ ધરાવે છે. જોકે, એરો ઈન્ડિયા શોમાં ફ્લાઈંગ ટેક્સીને ઉડતી બતાવવામાં આવી નથી. કંપની e200ને એક બેટરી ચાર્જ પર 10 થી 15 કિમી (લગભગ 10 માઇલ સુધી)ની 10 ટૂંકી ટ્રીપ કરવા માટે લક્ષ્ય બનાવી રહી છે.
ઇપ્લેન કંપનીના સીઇઓ પ્રાંજલ મહેતા અને સ્ટાર્ટઅપના સીટીઓ પ્રોફેસર સત્ય ચક્રવર્તીએ જણાવ્યું કે, તેઓ ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન પર એક વીડિયો જોઈ રહ્યા હતા, જે જોયા પછી તેમને ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી (e200 ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી) બનાવવાનો વિચાર આવ્યો.
આ પણ વાંચો – Boeing order : એર ઈન્ડિયાના મેગા એરબસ, બોઈંગ ઓર્ડર અનપેક,વિગતો અને તેનું મહત્વ
ઈ-પ્લેન કંપનીએ જણાવ્યું કે, આ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સી શહેરી મુસાફરીને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી રહી છે.