Electric Two Wheeler Buying Guide માં તમે બજારમાં ઉપલબ્ધ ઇલેક્ટ્રીક સ્કૂટર અને બાઈકની જાણકારી એ પણ બજેટ, પસંદગી અને જરુરીયાતના હિસાબે તમે તમારા માટે સાચો વિકલ્પ અહીં પસંદ કરી શકો છો.
ઈલેકટ્રીક ટુ વ્હીલરની ઉપલબ્ધ રેન્જમાં અહીં ઓકિનાવા ઓટોટેક (Okinawa Auto Tech) આ પોપ્યુલર ઈલેકટ્રીક સ્કૂટર ઓકિનાવા પ્રાઇસ પ્રો (Okinawa Praise Pro) જે હળવું વજન, લાંબી રેંજ અને હાઈટેક ફીચર્સની સાથે આવે તેની વાત થાય છે.
અહીં આપેલી Okinawa Praise Pro ની કિંમત સાથે રાઇડિંગ રેન્જ, ટોપ સ્પીડ, બેટરી પેક, બ્રેકીંગ સિસ્ટમ અને ફીચર્સની કમ્પ્લીટ ડીટેલ ઉપલબ્ધ છે જેથી તમે ઈલેકટ્રીક સ્કૂટર ખરીદતી વખતે નવો વિલ્કપ પસંદ કરી શકો છો.
Okinawa Praise Pro Price
ઓકિનાવા પ્રાઇસ પ્રોની શરૂઆતની કિંમત 87,593 રૂપિયા (એક્ક્ષ શો-રૂમ, દિલ્હી) છે જે ઓન રોડ થયા પછી 91,622 રૂપિયા થઇ જાય છે.
Okinawa Praise Pro Battery and Motor
પ્રાઇસ પ્રો ઈલેકટ્રીક સ્કૂટરમાં અપાયેલી બેટરી પેકમાં શામિલ છે 2.0kWh ક્ષમતાની લિથિયમ આયન બેટરી પેક જેની સાથે 2500 W પાવર વાળી ઈલેકટ્રીક મોટર જોડી છે જે બીએલડીસી ટેક્નોલોજી પર આધારિત છે.
આ બેટરીના ચાર્જિંગને લઈને ઓકિનાવા (Okinawa) દાવો કરે છે કે નોર્મલ ચાર્જરથી ચાર્જ થવાથી આ બેટરી પેક 2થી3 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. આ બેટરી પેક અને મોટર પર કંપની 3 વર્ષની વોરન્ટી પણ આપે છે.
આ પણ વાંચો: MG Air EV Electric Car – લોન્ચ થવાની પહેલા જાણો ફીચર્સ, માઇલેજ અને કિંમત
Okinawa Praise Pro Range and Top Speed
રેન્જ અને સ્પીડને લઈને કંપની દાવો કરે છે કે ઈલેકટ્રીક સ્કૂટર એક વાર ફૂલ ચાર્જ થયા પછી 88 KM ની રાઇડિંગ રેન્જ આપે છે. આ રેન્જની સાથે 58 km પ્રતિ કલાકની ટોપ સ્પીડ પણ મળે છે.
Okinawa Praise Pro Braking and Suspension
બ્રેકીંગ સિસ્ટમની વાત કરીયે તો ઓકિનાવાએ તેના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક લગાવી છે જેની સાથે કોમ્બી બ્રેકીંગ સિસ્ટમ પણ અપાઈ છે.અને ઇબિએસ સિસ્ટમ પણ લગાવાઇ છે. સસ્પેનશન સિસ્ટમની વાત કરીયે તો તેના ફ્રન્ટમાં હાઈડ્રોલીક ટેલિસ્કોપીક સસ્પેનશન અને રિયરમાં ડબલ શોકર વિથ ડ્યુઅલ ટ્યુબ ટેક્નોલોજી સસ્પેનશન સિસ્ટમ પણ લગાવી છે.
આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇ-કાર – જાણો તેની કિંમત, ફિચર્સની સાથે બુકિંગ કરવાની વિગત
Okinawa Praise Pro Features
ઓકિનાવા પ્રાઇસ પ્રો ઈલેકટ્રીક સ્કૂટરમાં અપાયેલ ફીચર્સની વાત કરીયે તો કંપનીએ તેમાં ડીઆરએલએસ, બુટ લાઈટ, એલઇડી હેડ લાઈટ, એલઇડી તેલ લાઈટ, એલઇડી ટર્ન સિગ્નલ લેમ્પ, ડિજિટલ સ્પીડોમીટર, ડિજિટલ ટ્રીપ મીટર, ઓડોમીટર, રીમોર્ટ સ્ટાર્ટ, પુશ બટન સ્ટાર્ટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ, રોડસાઈડ આસિસ્ટન્ટ, એન્ટી થેફ્ટ એલાર્મ, સેન્ટ્રલ લોકીંગ જેવા ફીચર્સ મળી આવે છે.
સ્કૂટરમાં અપાયેલ એડિશન ફીચર્સની વાત કરીએ તો કંપનીએ તેમાં ઓટો કેટ વાળા માઈક્રો ચાર્જર, બ્રેક લીવર, પાસ સ્વીચ, 150 કિલો લોડ કેપેસીટી અને લો બેટરી ઈન્ડિકેટર જેવા ફીચર્સ પણ આપાયેલા છે.
સેન્ટ્રલ લોકીંગ, એન્ટી થેફ્ટ એલાર્મ, રોડ સાઈડ અસિસ્ટન્સ જેવા ફીચર્સની સાથે આ ઈલેકટ્રીક સ્કુટર 88 km દોડે છે.