ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાનું વિચારનાર લોકોએ વધારે પૈસા ખર્ચવા પડશે, કારણે મોટાભાગની કંપનીઓએ તેમની ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટરની કિંમત વધારી દીધી છે. સરકાર દ્વારા FAME II યોજના હેઠળ સબસિડી ઘટાડવામાં આવતા ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી ઓટો કંપનીઓએ પણ તેમના ઇવીની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. એથર, ઓલા અને ટીવીએસ જેવી કંપનીઓએ ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત વધારી દીધી છે.
કિંમતી વધતા EVના વેચાણ પર અસર થશે
કંપનીઓએ ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત વધારી છે અને તેની વેચાણ પર ચોક્કસપણે અસર થશે. કંપનીઓએ ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઇલે. બાઈકની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક બાઈક બનાવતી કંપની મેટરએ પણ મેટર એરાના લોન્ચિંગ બાદ તેની કિંમતો વધારી દીધી છે.
સૌથી વધુ વેચાતી EV નવી અને જૂન કિંમતો
ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતા ઇલેક્ટ્રિક સ્કૂટરની જૂની અને નવી કિંમતો નીચે આપેલી છે.
અથેર (Ather)
એથર (Ather 450) એ હાલમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ સૌથી સ્પોર્ટી ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ ઈ-સ્કૂટરની લેટેસ્ટ કિંમત રૂ. 1.48 લાખ (એક્સ-શોરૂમ) છે. FAME II સબસિડીના દરમાં ફેરફાર બાદ Ather 450 e-સ્કૂટરની કિંમતમાં 20,000 રૂપિયાનો વધારો થયો છે.
ઓલા (Ola)
ઓલા ઈલેક્ટ્રિકે તેના ઈલેક્ટ્રિક સ્કૂટર્સ S1 અને S1 Pro વેરિયન્ટની કિંમતોમાં પણ વધારો કર્યો છે. જોકે, એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ S1 Airની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશમાં નવા FAME II સબસિડી રેટ લાગુ થયા પછી, Ola S1 e-scooterની કિંમત 1.30 લાખ રૂપિયા અને S1 Pro EVની એક્સ-શોરૂમ કિંમત વધીને 1.40 લાખ રૂપિયા થઈ ગઈ છે. ઓલા ઈલેક્ટ્રિકે તાજેતરના સબસિડી રેટ લાગુ કર્યા બાદ બંને વેરિઅન્ટના ભાવમાં રૂ. 15,000નો વધારો કર્યો છે.
TVS iQube
TVS iQube સ્કૂટર પણ મોંઘુ થઈ ગયું છે. વેરિઅન્ટના આધારે, EVs રૂ. 17,000 થી રૂ. 22,000 સુધી મોંઘા થયા છે. કંપનીએ ગત સપ્તાહમાં બે વખત ઈ-સ્કૂટરની કિંમતમાં વધારો કર્યો છે. ભાવવધારા પહેલા TVS iQube સ્કૂટરની કિંમત રૂ. 1.66 લાખથી રૂ. 1.68 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે હતી.
આ પણ વાંચોઃ ઉનાળામાં કારની સંભાળ રાખવાની ટીપ્સ, એક નાની ભૂલ પણ ભારે પડશે
મેટર એરા
આ વર્ષની શરૂઆતમાં, મેટર એરા (Matter Aera) બાઇક ભારતીય બજારમાં 5000 વેરિયન્ટને રૂ. 1.44 લાખ અને 5000+ વેરિયન્ટ માટે રૂ. 1.54 લાખની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. 6 જૂનથી Aira ઇલેક્ટ્રિક બાઇકના બંને વેરિઅન્ટ 30,000 રૂપિયા મોંઘા થઈ જશે. આ ફેરફાર પછી, Matter Aera 5000 વેરિયન્ટની કિંમત 1.74 લાખ રૂપિયા અને Matter Aera 5000+ વેરિયન્ટની કિંમત 1.84 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત) હશે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





