વ્હાઇટ હાઉસનું મોટું નિવેદનઃ એલોન મસ્ક કહે છે કે એપલ પોતાના એપ સ્ટોરમાંથી ટ્વિટરને હટાવવાની આપે છે ધમકી

elon musk acquires twitter : સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી છે કે તેઓ પોતાના પ્લેટફોર્મને કોઈ પણ ઉપયોગકર્તા દ્વારા હિંસા ભડકાવવા માટે ઉપયોગ કરવાથી રોકવા જોઈએ.

Written by shivani chauhan
Updated : November 29, 2022 09:19 IST
વ્હાઇટ હાઉસનું મોટું નિવેદનઃ એલોન મસ્ક કહે છે કે એપલ પોતાના એપ સ્ટોરમાંથી ટ્વિટરને હટાવવાની આપે છે ધમકી

ટ્વિટરને લઈને વ્હાઇટ હાઉસે એક મોટું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસએ કહ્યું કે અમે ટ્વિટર પર થઇ રહેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ. ત્યારે ટ્વિટરના સીઈઓ એલન મસ્કએ મોટો દાવો કર્યો છે. એલન મસ્કે કહ્યું કે એપલ પોતાનાં એપ સ્ટોરમાંથી ટ્વિટરને હટાવાની ઘમકી આપી છે.

વાસ્તવમાં, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જિન- પિયરે ટ્વિટરને ખોટી સૂચના માટે વેક્ટર બનવા વિષે જણાવ્યું હતું કે, ” આના પર અમે ચોક્કસપણે નજર રાખીએ છીએ.” જિન-પિયરે કહ્યું કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે જયારે પણ કોઈ ખોટી માહિતીની વાત આવે ત્યારે તેઓ પગલાં લઇ શકે છે. કે જયારે કોઈ નફરતની વાત આવે ત્યારે અમે જોઈ રહ્યા છીએ. જેથી કાર્યવાહી આગળ થઇ શકે છે.

આ પણ વાંચો: Message yourself : વૉટ્સ એપ યુઝર્સ હવે કરી શકશે પોતાની સાથે વાતો, નવા ફિચરનો આ રીતે કરો યુઝ

સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી છે કે તેઓ પોતાના પ્લેટફોર્મને કોઈ પણ ઉપયોગકર્તા દ્વારા હિંસા ભડકાવવા માટે ઉપયોગ કરવાથી રોકવા જોઈએ, આ ઉપરાંત વ્યક્તિગત સમુદાયો પર નિર્દેશિત હિંસા ભડકાવવા માટે ઉપયોગ કરતા હોઈ તે પણ રોકવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ