Video: એલોન મસ્કનું મોટું કારનામું, આકાશમાં પહોંચેલું રોકેટ લોન્ચ પૈડ પર કરાવ્યું લેન્ડ

એલોન મસ્કના સ્ટાપશિપ રોકેટની આ પાંચમી ઉડાણ એટલા માટે પણ ખુબ જ ખાસ છે કારણ કે આ પ્રથમવાર છે જ્યારે સુપર હૈવી સ્ટારશિપ રોકેટ એ લોન્ચ થયા બાદ સફળતાપૂર્વક લોન્ચ પેડ પર લેન્ડ કર્યું છે.

Written by Rakesh Parmar
October 14, 2024 15:19 IST
Video: એલોન મસ્કનું મોટું કારનામું, આકાશમાં પહોંચેલું રોકેટ લોન્ચ પૈડ પર કરાવ્યું લેન્ડ
આ પ્રથમવાર છે જ્યારે સુપર હૈવી સ્ટારશિપ રોકેટ એ લોન્ચ થયા બાદ સફળતાપૂર્વક લોન્ચ પેડ પર લેન્ડ કર્યું હોય. (તસવીર - Elon Musk X)

Elon Musk SpaceX: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્ક હંમેશા પોતાના કામથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. એલોન મસ્કે હવે એક એવું કારનામું કરી દેખાડ્યું છે જેણે આખી દુનિયાને દંગ કરી દીધી છે. એલન મસ્કે ટેક્નોલોજીની દુનિયામાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. એલોન મસ્ક માટે 13 ઓક્ટોબરનો દિવસ ખુબ જ ખાસ રહ્યો છે. સ્પેસએક્સ એ સ્ટારશિપ રોકેટ માટે નવી ઉડાણ ભરી છે. સ્પેસએક્સની આ પાંચમી ઉડાણ હતી જે આ વખતે સંપૂર્ણ રીતે સફળ રહી છે.

એલોન મસ્કના સ્ટાપશિપ રોકેટની આ પાંચમી ઉડાણ એટલા માટે પણ ખુબ જ ખાસ છે કારણ કે આ પ્રથમવાર છે જ્યારે સુપર હૈવી સ્ટારશિપ રોકેટ એ લોન્ચ થયા બાદ સફળતાપૂર્વક લોન્ચ પેડ પર લેન્ડ કર્યું છે. તો આવો અમે તમને આ વિશે તમામ જાણકારી આપીએ.

પૃથ્વીથી 96 કિલોમીટર દૂર જઈને પરત ફર્યું રોકેટ

તમને જણાવી દઈએ કે, મેક્સિકોની સરહદ પાસે ટેક્સાસના દક્ષિણી ભાગથી લોન્ચ કરવામાં આવ્યુ હતું,સ્પેસએક્સ એ 400 ફુટ લાંબા સ્ટારશિપને પૃથ્વીની ઉપર 96 કિલોમીટર ઉપર સુધી મોકલ્યું અને તેને પછી પરત બોલાવી લીધું. પરત ફરતા સમયે સુપર હેવી બૂસ્ટર લોન્ચપેડ પર પરત આવતા સમયે મૈકેજિલા એ તેને સફળતાપૂર્વક પકડી લીધુ. મૈકેજિલા બે મેટલ આર્મનું બનેલું હોય છે તેની ડિઝાઈન ચોપસ્ટિકની માફક હોય છે. સ્ટારશિપ રોકેટને પકડવા માટે મૈરેજિલાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ ન હતી.

આ પણ વાંચો: કમલા હૈરિસને કેમ દેખાડવી પડી મેડિકલ રિપોર્ટ? ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમર પર પણ ઉઠ્યા સવાલ

તમને જણાવી દઈએ કે, સ્પેસ એક્સ એ સ્ટારશિપરોકેટને ચાર વખત ટેસ્ટ કર્યું હતું પરંતુ અત્યાર સુધીમાં રોકેટ મૈકેજિલામાં સફળ વાપસી કરવામાં અસફળ રહ્યું હતું. આ પહેલા લોન્ચ કરવામાં આવેલા 4 સ્પેસશિપ રોકેટ મેક્સિકોની ખાડીમાં ઉપરની બાજુમાં વક્ર બનાવતા પસાર થયા હતા પરંતુ થોડા સમય બાદ જ તે બ્લાસ્ટ થઈ ગયા હતા. પરંતુ 13 ઓક્ટોબરના દિવસે સ્પેસએક્સ એ રોકેટની સફળ લેન્ડીંગ કરાવાની ઈતિહાસ રચી દીધો છે.

સ્ટારશિપ 6 વિશાળકાય રૈપ્ટર એન્જીનથી લેસ હતું પરંતુ આ વખતે સુપર હેવી સ્ટારશીપમાં 3 પૈપ્ટર એન્જીન લાગેલા હતા. હેવી સ્ટારશિપની શક્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, તેનું થ્રસ્ટ પાવર સામાન્ય ઉડાણોની અપેક્ષાએ 700 ઘણું વધું હોય છે. તેના બુસ્ટરના બેસ પર લાગેલા 33 એન્જીન લગભગ 74 મેગાન્યૂટનનો થ્રસ્ટ ઉત્પન્ન કરે છે.

કેલિફોર્નિયાના હોથોર્ન સ્થિત સ્પેસએક્સ મુખ્યાલયથી સ્પેસએક્સની કેટ ટાઈસે કહ્યું,”આ એન્જિનિયરિંગ ઈતિહાસનો એક મોટો દિવસ છે. ” આ ઉડાણના નિર્દેશક પર નિર્ભર કરે છે કે, તે ખરેખરના સમયમાં નિર્ણય લે કે લેન્ડીંગનો પ્રયાસ કરવામાં આવે કે નહીં. કેલિફોર્નિંયાના હોર્થોર્ન સ્થિત સ્પેસએક્સ મુખ્યાલયથી સ્પેસએક્સની કેટ ટાઈસે કહ્યું કે, “મિત્રો આ એન્જિયરિંગ માટે ઐતિહાસિક દિવસ છે.”

સ્પેસએક્સે કહ્યું કે, બુસ્ટર અને પ્રક્ષેપણ ટાવર બંનેને સારા અને સ્થિર સ્થિતિમાં હોવું જોઈએ, નહીં તો તેનું પરિણામ ગત પ્રક્ષેપણની મફક જ થતું. આ પ્રક્ષેપણ દરમિયાન અંતરિક્ષમાં ગયેલા સુપર હૈવી બૂસ્ટરને પ્રક્ષેપણ પર પરત લાવી ટાવરપર ઉતારવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ