scorecardresearch

ઇપીએફઓ : ઉંચુ પેન્શન મેળવવા કોણ, ક્યાં અને કેવી રીતે અરજી કરી શકે છે? એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગત

EPFO higher pension : ઇપીએફઓ એ ઇન્ટિગ્રેટેડ પોર્ટલ પર તાજેતરમાં જ એક્ટિવેટ કરાયેલા URLથી સ્પષ્ટ થાય છે કે, નિવૃત્તિ બાદ ઉંચુ પેન્શન મેળવવાનો વિકલ્પ પસંદ કરવાની ડેડલાઇન 3 મે, 2023 છે. ઉંચા પેન્શનની યોજના માટે કોણ, કેવી રીતે અને ક્યાં અરજી કરી શકે છે જાણો સંપૂર્ણ વિગત

EPFO
ઇપીએફઓ એ તાજેતરમાં ઉંચું પેન્શન મેળવવા માટેની ગાઇડલાઇન જાહેર કરી હતી.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇપીએફઓ (EPFOના સભ્યો તેમની કંપની કે એમ્પ્લોયરની સાથે સંયુક્ત રીતે 3 મે, 2023 સુધી ઉંચા પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે અરજી કરી શકે છે. તેમની માટે રિટાયરમેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના ઇન્ટિગ્રેટેડ મેમ્બર પોર્ટલ પર અરજી કરવાની રહેશે. પહેલા એવી ધારણા વર્તી રહી હતી કે, ઉંચા પેન્શનનો વિકલ્પ પસંદ કરવાની અંતિમ તારીખ 3 મે, 2023 છે. ઇપીએફઓના ઇન્ટિગ્રેટેડ મેમ્બર પોર્ટલ પર હાલમાં એક્ટિવેટ કરાયેલા યુઆરએલ (URL)થી સ્પષ્ટ થાય છે કે ઉંચા પેન્શનનો વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ 3 મે, 2023 છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે 4 નવેમ્બર 2022ના રોજ પોતાના આદેશમાં કહ્યુ હતુ કે,ઇપીએફઓના તમામ લાયક સભ્યોને ઉંચા પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે ચાર મહિનાનો સમય આપવાનો રહેશે, જેની ડેડલાઇન 4 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થઇ રહી છે. તેનાથી એવી ધારણા વર્તી રહી હતી કે તેની અંતિમ સમય મર્યાદા 3 માર્ચ, 2023 છે. પાછલા સપ્તાહે ઇપીએફઓ એ ઉંચું પેન્શન મેળવવા માટે સમગ્ર પ્રક્રિયાની ઘોષણા કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, સભ્યો અને નોકરીદાતા કંપનીઓ સંયુક્ત રીતે એમ્પ્લોઇ પેન્શન સ્કીમ (ઇપીએસ) હેઠળ ઉંચા પેન્શન માટે અરજી કરી શકે છે.

ઉંચું પેન્શન મેળવવા કોણ હકદાર રહેશે?

  • ઇપીએફઓ તરફથી 20 ફેબ્રુઆરી 2023ના રોજ જારી કરાયેલા પરિપત્ર મુજબ લાયક સબ્સ્ક્રાઇબર પોતાના નોકરીદાતાની સાથે સંબંધિત રિજનલ ઓફિસમાં ઉંચા પેન્શનની માટે જોઇન્ટ ઓપ્શન ફોર્મ રજૂ કરી શકે છે.
  • એવા સભ્યો અને નોકરીદાતા જેમણે 5000 રૂપિયા કે 6500 રૂપિયાની તત્કાલિન વેતન સીમા (wage ceiling) કરતા વેતનમાં વધારે યોગદાન આપ્યું હતું.
  • એવા સભ્યો અને એમ્પ્લોયર જેમણે ઇપીએસ મેમ્બર હોવા દરમિયાન પાછલા વિન્ડોમાં જોઇન્ટ ઓપ્શનનો ઉપયોગ કર્યો નથી.
  • એવા સભ્યો, જેઓ 1 ડિસેમ્બર 2014ની પહેલા ઇપીએસ મેમ્બર હતા તે તારીખે કે ત્યારબાદ પણ સભ્ય તરીકે જળવાઇ રહ્યા હતા.
  • નવેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે એમ્પ્લોયઇઝ પેન્શન (એમેન્ડમેન્ટ) સ્કીમ 2014ને જાળવી રાખી હતી, તેની પહેલા 22 ઓગસ્ટ 2014ના ઇપીએસ સંશોધને પેન્શન યોગ્ય વેતન મર્યાદાને 6500 રૂપિયા પ્રતિ માસિકથી વધારીને 15,000 રૂપિયા માસિક કરી દીધી હતી. ઉપરાંત સબ્સક્રાઇબર અને તેમના એમ્પ્લોયરને ઇપીએસમાં તેમના વાસ્તવિક પગારના 8.33 ટકા યોગદાન આપવાની મંજૂરી આપી હતી. ઇપીએફઓ આ અંગે પોતાની ફિલ્ડ ઓફિસોને એક પરિપત્ર જારી કર્યો છે.

આ પણ વાંચોઃ નિવૃ્તિ બાદ વધારે પેન્શન મેળવવા EPFOએ માર્ગદર્શિકા જારી કરી

ઉંચા પેન્શન માટે અરજી ક્યાં કરવી?

જો તમે ઉંચું પેન્શન મેળવવા માટે લાયક સભ્ય છો, તો તમે રિજનલ પીએફ ઓફિસમાં જઇને જોઇન્ટ ઓપ્શન પોર્મ રજૂ કરી શકો છો. અલબત્ત, તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે રિજનલ પીએફ કમિશ્નર દ્વારા અરજી પ્રક્રિયાની સમય મર્યાદા સંબંધિત વધારે જાણકારી ટૂંક સમમયાં જણાવવામાં આવશે. તમામ અરજીઓ ઓનલાઇન કરવાની રહેશે, જેની માટે ઇપીએફઓ દ્વારા એક અલગ URL ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Web Title: Epfo employees subscribers higher pension scheme guidelines

Best of Express