EPFO સભ્યો માટે મોટા સમાચાર, સતત ત્રીજા વર્ષે વ્યાજદર યથાવત, જાણો હવે કેટલું વળતર મળશે

EPFO Interest Rate 2025 - 26: નાણાકીય વર્ષ 2025-26 માટે EPFO વ્યાજ દર પાછલા વર્ષની જેમ 8.25% પર યથાવત રાખવાની ભલામણ કરવામાં આવી છે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે ઇપીએફ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

EPFO Interest Rate 2025 - 26: નાણાકીય વર્ષ 2025-26 માટે EPFO વ્યાજ દર પાછલા વર્ષની જેમ 8.25% પર યથાવત રાખવાની ભલામણ કરવામાં આવી છે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે ઇપીએફ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

author-image
Ajay Saroya
New Update
EPFO

ઇપીએફઓ એ નિવૃત્તિ બાદ વધારે પેન્શન મેળવવા સંબંધિત નિયમો જાહેર કર્યા Photograph: (Express File Photo)

EPFO Interest Rate 2025 - 26: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યો માટે મોટા સમાચાર. નાણાકીય વર્ષ 2025-26 માટે EPFO વ્યાજ દર પાછલા વર્ષની જેમ 8.25% પર યથાવત રાખવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઇપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા સોમવારે યોજાયેલી 239મી બેઠકમાં આ ભલામણ કરવામાં આવી હતી.

Advertisment

EPFO વ્યાજદરમાં સતત ત્રીજા વર્ષે કોઇ ફેરફાર નહીં

આ વ્યાજ દર 78 લાખથી વધુનું યોગદાન આપનારા ગ્રાહકો માટે લાગુ થશે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે ઇપીએફ વ્યાજ દર 8.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

વ્યાજ દરમાં યથાવત રાખવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. છેલ્લે વર્ષ 2024માં નાણાકીય વર્ષ 2023-24 માટે EPF વ્યાજ દર 8.15% થી વધીને 8.25% કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઇપીએફઓના રોકાણ પર વળતર સરકારી સિક્યોરિટીઝ અને ઇક્વિટી પરના વળતર સાથે જોડાયેલું છે. નાણાકીય બજારોમાં અસ્થિરતાની સંભાવના હોવાથી વ્યાજ દરમાં યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisment

CBTના એક સભ્યએ જણાવ્યું હતું કે વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાથી નિવૃત્તિ ભંડોળ સંસ્થાને 650 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે અને આ નુકસાન પાછલા વર્ષમાં 5300 કરોડ રૂપિયાની સરપ્લસ સામે સમાયોજિત કરવામાં આવશે.

EPFO વ્યાજ દર વર્ષ 2010 થી 2026 સુધી

વર્ષવ્યાજ દર
2010-119.50%
2011-128.25%
2012-138.50%
2013-148.75%
2014-158.75%
2015-168.80%
2016-178.65%
2017-188.55%
2018-198.65%
2019-208.50%
2020-218.50%
2021-228.10%
2022-238.15%
2023-248.25%
2024-258.25%
2025-268.25%

કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા EPFO શું છે?

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત એક સંસ્થા છે, જે કર્મચારીઓની નિવૃત્તિ બચતનું સંચાલન કરે છે. તે EPF, પેન્શન (EPS) અને વીમા (EDLI) જેવી યોજનાઓ ચલાવે છે. તે 1952 ના અધિનિયમ હેઠળ કાર્ય કરે છે.

PF ખાતામાં સરકાર જમા કરશે રકમ

સરકારે ઇપીએફઓ સભ્યો માટે એક મોટો નિર્ણય લીધો હતો.. લાંબા સમયથી નિષ્ક્રિય નાના ઇપીએફ ખાતા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે પીએફ એકાઉન્ટમાં રકમ જમા છે અને ત્રણ વર્ષની કોઇ લેવડદેવડ થઇ નથી, તેની રકમ હવે પીએફ સભ્યના લિંક બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આવા છ લાખ થી વધુ નિષ્ક્રિય પીએફ ખાતા અલગ વર્ગીકૃત કર્યા છે અને પૈસા રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. વધુ વાંચવા અહીં કિલક કરો.

Investment બિઝનેસ