EPFO EDLI insurance cover : પેન્શન અને ગ્રેચ્યુટીની સાથે જ પીએફધારકને મળે છે 7 લાખ સુધીનું ઇન્સ્યોરન્સ કવર, EDLI સ્કીમના નિયમો જાણો

EPFO EDLI insurance cover : ઇપીએફઓ દ્વારા રજિસ્ટર્ડ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) સ્કીમ વર્ષ 1976થી શરૂ કરવામાં આવી છે.

Written by Ajay Saroya
May 13, 2023 16:11 IST
EPFO EDLI insurance cover : પેન્શન અને ગ્રેચ્યુટીની સાથે જ પીએફધારકને મળે છે 7 લાખ સુધીનું ઇન્સ્યોરન્સ કવર, EDLI સ્કીમના નિયમો જાણો
EPFO રજિસ્ટર્ડ કર્મચારીના નોમિની કે વારસદારને 7 લાખ સુધીની આર્થિક સહાય આપે છે.

EPFOનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો પેન્શન અને PF ફંડ વિશે વિચારે છે, પરંતુ ઘણા લોકો નથી જાણતા કે EPFO ​​તેના રજિસ્ટર્ડ કર્મચારીઓને જીવન વીમા કવર પણ આપે છે. હા તમે સાચું વાંચ્યું છે. ઈપીએફઓ દ્વારા કર્મચારીઓને ગ્રેચ્યુટી અને પેન્શનની સાથે ઇન્સ્યોરન્સ કવર પણ આપવામાં આવે છે. આ ઇન્સ્યોરન્સ કવર વર્ષ 1976થી કર્મચારીઓને આપવામાં આવે છે, પરંતુ માહિતીના અભાવને કારણે મોટાભાગના લોકો આ સુવિધાનો લાભ મેળવવાથી વંચિત રહે છે. આજે અમે તમને EPFO ​​દ્વારા આપવામાં આવેલા આ ઇન્સ્યોરન્સ કવર અને તેના નિયમો વિશે જણાવીશું.

1976માં શરૂ થઇ આ સુવિધા

એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) સ્કીમ EPFO ​​દ્વારા રજિસ્ટર્ડ કર્મચારીઓના નાણાંકીય – રોકાણ હિતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ યોજના EPF અને EPSની સાથે એક સંયોજનના રૂપમાં કામગીરી કરે છે. આ સ્કીમ હેઠળ જો નોકરી દરમિયાન કોઈ કર્મચારીનું મૃત્યુ થાય છે, તો EPFO ​​તેના નોમિની કે વારસદારને 7 લાખ સુધીની આર્થિક સહાય આપે છે. વર્ષ 1976માં શરૂ થયેલી આ વીમા યોજનાનો હેતુ કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને આર્થિક મદદ કરવાનો છે.

EDLIના નિયમો

  • EDLI સ્કીમ હેઠળ પ્રાપ્ત થયેલા ઇન્સ્યોરન્સ ક્લેમનો કર્મચારીના છેલ્લા 12 મહિનાના પગાર પર નિર્ભર કરે છે.
  • જો કર્મચારી 12 મહિનાથી સતત કામગીરી કરે છે, તો તેના મૃત્યુ પછી જ તેના નોમિનીને ઓછામાં ઓછી 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
  • આ યોજનાની સૌથી મહત્વની શરત એ છે કે, આ યોજના હેઠળ કર્મચારીને ત્યાં સુધી જ ઇન્સ્યોરન્સ કવર મળશે જ્યાં સુધી તે નોકરી કે કામગીરી કરતો હશે. એટલે કે જો નોકરી છોડ્યા પછી તેનું મૃત્યુ થાય છે, તો તેના નોમિની અથવા પરિવાર આ વીમાની રકમ માટે દાવો કરી શકશે નહીં.
  • આ યોજના હેઠળ કર્મચારીના પરિવારને વધુમાં વધુ 7 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ કવર મળે છે.
  • આ યોજનામાં જોડાવા માટે કર્મચારીએ કોઈ અલગ અરજી કે ફોર્મ ભરવાની જરૂર હોતી નથી.
  • આ યોજનામાં કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલા પીએફના 0.5% જમા કરવામાં આવે છે.
  • આ યોજના EPF અને EPSના સંયોજન તરીકે કામ કરે છે.

આ પણ વાંચોઃ ભારતમાં વરિષ્ઠ નાગરિકો ઉંચા વ્યાજદર સહિત આ 7 નાણાંકીય ફાયદાઓ મેળવવા હકદાર, જાણો ક્યા – ક્યા

મોટાભાગના લોકો એવું વિચારે છે કે તેમના પગારમાંથી પીએફના નામે કપાતા તમામ પૈસા પીએફ ખાતામાં જમા થાય છે, જ્યારે હકીકત એવું નથી. કર્મચારના પગારમાંથી દર મહિને પીએફ તરીકે કાપવામાં આવતી કુલ રકમમાંથી 8.33% EPS, 3.67% EPF અને 0.5% EDLI સ્કીમમાં જમા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Disclaimer: આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો. 

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ