સામાન્ય રીતે ઘણા બધા લોકો પોતાના નાણાનું યોગ્ય સમયે સુવ્યવસ્થિત નાણાંકીય આયોજન કરવાની તક ચૂકી જાય છે. તેના કારણે ઘણી વખત તેઓ બજારમાંથી મળનાર રિટર્નો ફાયદો ઉઠાવી શકતા નથી, તો ઇમરજન્સીના સમયે કરેલા રોકાણમાંથી નાણાં પાછાં ખેંચીને નુકસાન ભોગવે છે. આમ તો નાણાંકીય આયોજન કરવા માટે સમયની રાહ જોવાની જરૂર હોતી નથી. ફાઇનાન્સ પ્લાનિંગ તો તમારી આદત હોવી જોઇએ. જો કે હવે નવું નાણાંકીય વર્ષ 2023-24ની શરૂઆત થઇ ચુક્યું છે અને તમે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવાનું ચૂકી ગયા છો તો હજી પણ પ્લાનિંગ કરી શકો છો. બીએનપી ફિનકેપના ડિરેક્ટર એ.કે. નિગમને આ અંગે અમુક ટીપ્સ આપી છે, જેને અનુસરીને તમે પણ ટેન્શન ફ્રી રહી શકો છો.
મિડકેપ અને સ્મોલકેપમાં ઇન્વેસ્ટ કરવાનો બેસ્ટ સમય
વિતેલા નાણાંકીય વર્ષની વાત કરીયે તો મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં ઘટાડો આવ્યો છે. પાછલા ફાઇનાન્સિયલ વર્ષેમાં ખાસ કરીને બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 4.5 ટકાથી વધારે નબળો પડ્યો છે. આ દરમિયાન મિડકેપ અને સ્મોલકેપ બંને સેગમેન્ટમાં મજબૂત ફંડામેન્ટલવાળા ઘણા બધા સ્ટોક નીચા ભાવે ડિસ્કાઉન્ટમાં બોલાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં તમને બંને સેગમેન્ટમાં ઇન્વેસ્ટ કરવાનો મોકો મળશે. બેસ્ટ એ રહેશે કે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP મારફતે ધીમે ધીમે લાંબા ગાળા માટે રોકાણ કરો. તેનાથી લાંબા ગાળે તમને મોટું નાણાકીય ભંડોળ બનાવવા મદદ મળશે.
લોનનો બોજ ઓછો રાખવો
તેમનું કહેવુ છે કે, વ્યાજદરમાં વૃદ્ધિના ચક્ર દરમિયાન 1 વર્ષથી પણ ઓછા સમયમાં બેંકોએ હોમ લોન સહિત મોટાભાગની લોનના વ્યાજદરમાં દોઢથી અઢી ટકા સુધીનો તોતિંગ વધારો કર્યો છે. મોટાભાગની બેંકોની હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટ 9.50 ટકાની આસપાસ પહોંચી ગયા છે. વ્યાજદર વધતા લોનના EMIની રકમ વધી ગઇ છે. આથી શક્ય બને ત્યાં સુધી લોનનો બોજ ઓછો રાકવો. તેનાથી વ્યાજદરમાં વૃદ્ધિના બોજથી પણ બચી શકાશે.
અત્યારે બધા જ નાણાંનું રોકાણ ન કરવું
તેમનું કહેવું છે કે, તમારી પાસે થોડુંક ઇમરજન્સી ફંડ બજારમાં એવા સમયના રોકાણ માટે રાખો, જ્યારે અચાનક મોટો કડાકો બોલાય. બજારમાં જો મોટો ઘટાડો આવે છે તો નવું રોકાણ કરવાની બેસ્ટ તક મળી શકે છે. પરંતુ હાલ જો બધા જ પૈસાનું રોકાણ કરી નાંખશો તો આ તક હાથમાં નીકળી જશે.
બોન્ડ માર્કેટ પણ રોકાણ માટે આકર્ષક વિકલ્પ
વર્તમાનમાં બોન્ડ માર્કેટ પણ તેજીમાં છે, અને તેની યીલ્ડમાં વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં મધ્યગાળાના ફંડો મારફતે તેમાં થોડુંક રોકામ કરી શકાય છે. મિડ ડ્યુરેશન ફંડમાં ચાલ વર્ષે 8 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.
ફિક્સ્ડ ડિપોઝિટ : ઉંચા વ્યાજદર મેળવવાની તક
તાજેતરમાં બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર વધાર્યા છે. પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ સ્કીમના પણ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છે, જો કે ભવિષ્યમાં પણ આવી બચત યોજનાઓના વ્યાજદર ઉંચા કે સ્થિર રહે તે જરૂરી નથી. આથી ઉંચા વ્યાજદરનો ફાયદો ઉઠાવવા માટે એફડીના હાલા દરનો લાભ મેળવી લેવો જોઇએ.
મેડિકલ ઇમરજન્સી માટે અલગથી નાણાં રાખવા
એક સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, કોઇ પણ મેડિકલ ઇમરજન્સી કે દવાખાનાના ખર્ચ માટે તમારે અલગથી નાણાંકીય ભંડોળ જરૂર રાખવું જોઇએ. આ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો સૌથી યોગ્ય રહેશે. તે ઉપરાંત પણ તમારી થોડુંક ઇમરજન્સી ફંડ હોવું આવશ્યક છે.