scorecardresearch

Gautam Adani net worth: ગૌતમ અદાણીને ઝટકો, એક જ દિવસમાં અધધધ… 22.6 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી

Gautam Adani net worth: ગૌતમ અદાણી (Gautam Adani) વિરુદ્ધ આક્ષેપ કરતા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં શુક્રવારે જંગી કડાકો બોલાયો. પરિણામે ગૌતમ અદાણીની સંપત્તિમાં (Gautam Adani net worth) 22.6 અબજ ડોલરનું ધોવાણ થતા અને તેઓ ફોર્બ્સની ધી રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટમાં (Forbes Real Time Billionaires list) ત્રીજા સ્થાન પરથી સાતમાં સ્થાને પટકાયા, મુકેશ અંબાણીની (Mukesh ambani net worth) સંપત્તિમાં પણ જંગી ધોવાણ થયું.

Gautam Adani | Adani Group Chairman
હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપના શેર તળિયે

વિશ્વના ટોચના અબજોપતિ અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી માટે શુક્રવારનો દિવસ ‘બ્લેક ફ્રાઇડે’ બની રહ્યો હતો. એક રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટો કડાકો બોલાયો અને તેના પરિણામે ગૌતમ અદાણીને સંપત્તિમાં જંગી ધોવાણ થયું. જેમાં અદાણીની કુલ સંપત્તિ 100 અબજ ડોલરથી ઓછી થઇ ગઇ છે. આ સાથે જ તેઓ વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌત્તમ અદાણી ત્રીજા સ્થાને ઉતરીને 7માં સ્થાને આવી ગયા.

ગૌત્તમ અદાણીની સંપત્તિમાં 22.6 અબજ ડોલરનો ઘટાડો

ફોર્બ્સની ધી રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર ભારતીય ધનાઢ્ય ગૌતમ અદાણીની સંપત્તિમાં 22.6 અબજ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ગૌત્તમ અદાણીની સંપત્તિમાં લગભગ 19 ટકાનો ઘટાડો નોંધાયો 96.6 અબજ ડોલરની નેટવર્થ સાથે તેઓ વિશ્વના ટોપ – 10 ધનિકોની યાદીમાં સાતમા સ્થાને આવી ગયા. અદાણી ઉપરાંત વિશ્વના ટોપ-10 ધનિકોમાં સામેલ મુકેશ અંબાણીની સંપત્તિ પણ 1.6 અબજ ડોલર ઘટીને 83.6 અબજ ડોલર થઇ છે. અંબાણી વિશ્વના ધનાઢ્યોની યાદીમાં હાલ 10માં ક્રમે છે.

ક્રમધનિકનું નામકુલ સંપત્તિ (ડોલરમાં)ઘટાડો (અબજ ડોલરમાં)દેશ
1બર્નાર્ડ અર્નોલ્ટ એન્ડ ફેમિલી213.9 અબજ +1.3 અબજ  | 0.63%ફ્રાસ
2એલન મસ્ક170.1 અબજ +10.1 અબજ  | 6.29%અમેરિકા
3જેફ બેઝોસ122.4 અબજ +2 અબજ  | 1.68%અમેરિકા
4લેરી એલિસન112.8 અબજ +93.2 કરોડ | 0.83%અમેરિકા
5વોરન બફેટ107.8 અબજ -38.6 કરોડ | -0.36%અમેરિકા
6બિલ ગેટ્સ104.1 અબજ +89.6 કરોડ | 0.87%અમેરિકા
7ગૌતમ અદાણી96.6 અબજ -22.6 અબજ | -18.98%ભારત
8કાર્લોસ સ્લિમ હેલુ અને ફેમિલી93.0 અબજ +31 કરોડ | 0.33%મેક્સિકો
9લેરી પેજ85.0 અબજ +1.8 અબજ | 2.22%અમેરિકા
10મુકેશ અંબાણી83.6 અબજ -1.6 અબજ | -1.85%ભારત

‘અદાણી’ સેબીના રડારમાં

આ દરમિયાન ભારતીય બજાર નિયામક સેબીએ છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રૂપ દ્વારા કરાયેલા મોટા સોદાની તપાસ વધારી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સેબી હવે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જારી કરાયેલી રિપોર્ટનું વિશ્લેષ્ણ અને તપાસ શરૂ કરી શકે છે.

આ પણ વાંચોઃ હિંડનબર્ગના એક રિપોર્ટથી ગૌત્તમ અદાણીની ઉંઘ હરામ, અદાણી ગ્રૂપની કંપનીઓ ‘સટ્ટાકિય પ્રવૃત્તિ અને ફ્રોડ કરતી હોવાનો’ આક્ષેપ

બે દિવસમાં અદાણી ગ્રૂપની માર્કેટકેપમાં 4.2 લાખ કરોડનું ધોવાણ

Adani Group Share Down after Hindenburg Research Report

હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓમાં શરૂ થયેલી મંદી શુક્રવારે તીવ્ર બની હતી અને મહત્તમ ગ્રૂપ કંપનીના શેરમાં સેલર સર્કિટ લાગી હતી. અદાણી ગ્રૂપની લિસ્ટેડ 10 કંપનીઓના શેરમાં 27 જાન્યુઆરી, 2023ના રોજ બોલાયેલા મસમોટા કડકાથી એક જ દિવસમાં અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપમાં લગભગ 3.4 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયુ છે. આ સાથે છેલ્લા બે ટ્રેડિંગ દિવસમાં અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડાથી તેની સંયુક્ત માર્કેટકેપમાં 4.2 લાખ કરોડ રૂપિયા ‘સાફ’ થઇ ગયા છે.  અદાણી ગ્રૂપના શેરમાં ‘સેલર સર્કિટ’ લાગતા શુક્રવારે તેની સંંયુક્ત માર્કેટ વેલ્યૂમાં ₹ 3.4 લાખ કરોડનું ધોવાણ થયું છે.

Web Title: Gautam adani slip to 7th spot in forbes billionaires list due to adani group stock crash

Best of Express