અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડને (Adani Data Networks limited)આખરે ટેલિકોમ સર્વિસ એક્સેસ કરવા માટે એકીકૃત લાઇસન્સ મળી ગયું છે. આ લાઇસન્સ મળ્યા પછી અદાણી ડેટા નેટવર્ક્સ દેશમાં પુરી રીતે પોતાની ટેલિકોમ સર્વિસિઝ ઉપલબ્ધ કરાવી શકે છે. બે આધિકારિક સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી છે.
અદાણી ગ્રુપે હાલમાં જ દેશમાં આયોજીત 5G સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લીધો હતો. હવે ટેલિકોમ માટે એકીકૃત લાઇસન્સ મળ્યા પછી અદાણીની ટેલિકોમ કંપની પણ દેશમાં પોતાની 5જી સેવાઓ સાથે એન્ટ્રી કરાવી શકે છે. દેશમાં પહેલાથી હાજર રહેલી ત્રણ મોટી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા સામે એક નવી કંપની પડકાર બની શકે છે.
Adani Data Networksને મળ્યું UL (AS) લાઇસન્સ
સમાચાર એજન્સી પીટીઆઈના મતે આધિકારિક સૂત્રોએ કહ્યું કે અદાણી ડેટા નેટવર્ક્સને UL (AS) લાઇસન્સ મળી ગયું છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે સોમવારે આ લાઇસેન્સ જારી કરવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી અદાણી ગ્રુપ તરફથી આ વિશે કોઇ નિવેદન સામે આવ્યું નથી.
આ પણ વાંચો – શું તમારું આધારકાર્ડ 10 વર્ષ જૂનું છે? ફટાફટ કરી લો આ કામ નહીં તો પડશે મુશ્કેલી
તમને જણાવી દઈએ કે Adani Data Networks Ltd (ADNL) કંપની અદાણી એન્ટરપ્રાઇઝેઝ લિમિટેડની એક યૂનિટ છે. હાલમાં જ આયોજીત થયેલી 5G સ્પેક્ટ્રમ હરાજીમાં અદાણી ડેટા નેટવર્ક્સે 20 વર્ષ માટે 212 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. કંપનીએ 26GHz મિલિમીટર વેવ બેન્ડ્સમાં 400MHzના સ્પેક્ટ્રમ ઉપયોગ કરવાના અધિકાર મેળવ્યા હતા.
અદાણી ગ્રુપે તે સમયે કહ્યું હતું કે કંપનીની યોજના આ એયરવેવને પોતાના ડેટા સેન્ટર માટે ઉપયોગ કરવાની છે. આ સિવાય કંપની પોતાના વેપાર જેવા ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશનથી લઇને એરપોર્ટ, ગેસ રિટેલથી પોર્ટ સુધી સુપર એપનો ઉપયોગ કરશે.