Gold Silver rate : સોનું ઇતિહાસમાં પહેલીવાર 63000; ચાંદી પણ ઓલટાઇમ હાઇ 76500 થઇ

Gold Silver rate : સોના -ચાંદીના ભાવ ફરી વાર નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા છે. ભાવ આસમાન પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે સોનું- ચાંદી (gold silver price today) ખરીદવું દુર્લભ બની ગયું છે.

Gold Silver rate : સોના -ચાંદીના ભાવ ફરી વાર નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા છે. ભાવ આસમાન પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે સોનું- ચાંદી (gold silver price today) ખરીદવું દુર્લભ બની ગયું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold Silver rate

સોના અને ચાંદીના ભાવ નવી ઐતિહાસિક ઉંચાઇએ.

સોના-ચાંદીના ભાવ ફરી વાર નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 63000 રૂપિયા થયો છે. તો સોનાની પાછળ ચાંદી પણ ઉછળીને 76500ની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શી છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કિંમતી કિમોડિટી સોના-ચાંદીના ભાવ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. ભાવ આસમાન પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે સોનું- ચાંદી ખરીદવું દુર્લભ બની ગયું છે.

Advertisment

સોનું ઇતિહાસમાં પહેલીવાર 63,000

સોનું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. અમદાવાદના ઝવેરી બજારમાં 14 એપ્રિલ, 2023ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર પ્રતિ 10 ગ્રામ દીઠી 63000 રૂપિયા છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.

1 કિલો ચાંદીનો ભાવ રેકોર્ડ બ્રેક 76500

સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ સતત બીજા નવી રેકોર્ડ બ્રેક ઉંચાઇએ પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં શુક્રવારે ચાંદીના ભાવ પ્રતિ એક કિગ્રા દીઠ 500 રૂપિયા વધ્યા હતા. આ સાથે 1 કિલો ચાંદીની કિંમત 76500 રૂપિયા થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.

5 દિવસમાં સોના-ચાંદી કેટલા મોંઘા થયા

સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ દીઠ 700 રૂપિયા વધી ગઇ છે. જ્યારે ચાંદી પ્રતિ એક કિલો દીઠ 2500 રૂપિયા મોંઘી થઇ છે.

Advertisment

અન્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવના શું છે હાલ?

અમદાવાદ સહિત ભારતના ઘણા શહેરોમાં સોના-ચાંદીના ભાવ આજે ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોચ્યા હતા. દિલ્હીના ઝવેરી બજારમાં શુક્રવારે સોનું 480 રૂપિયા વધ્યુ હતુ અને 10 ગ્રામનો ભાવ 61780 રૂપિયાના રેકોર્ડ લેવલે પહોંચ્યો હતો. તો ચાંદીમાં પણ 410 રૂપિયાની તેજી આવી અને 1 કિગ્રા ચાંદીનો ભાવ રેકોર્ડ બ્રેક 77580 રૂપિયા બોલાયો હતો.

વૈશ્વિક બજારમાં સોનું 13 મહિનાની ટોચે

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 13 મહિનાના ઉંચા સ્તરને સ્પર્શ્યા છે. વિશ્વ બજારમાં હાજર સોનાનો ભાવ 2035 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો, જે 13 મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. તો ચાંદી પણ 0.4 ટકા વધીને 25.90 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી, જે ચાંદીમાં સતત પાંચમાં સપ્તાહે સુધારો દર્શાવે છે.

આ પણ વાંચોઃ સોનાના ભાવ 68000 થવાની આગાહી, કેવી રીતે રોકાણ કરવાથી મળશે બેસ્ટ રિટર્ન

કિંમતી ધાતુઓના ભાવ વધવાના કારણો

હાલ સોના-ચાંદીના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ પર વિરામ મૂકવાની અટકળો છે. અમરિકામાં આર્થિક વૃદ્ધિમાં ઘટાડો અને મંદીની દહેશેત ફેડ રિઝર્વ બેંક આગામી સમયમાં વ્યાજદર વધારવાનું અટકાવી શકે છે તેવી અટકળો વહેતી થઇ છે. જેને પગલે યુએસ ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડ ઘટી રહી છે અને ગોલ્ડ-સિલ્વરના ભાવ મજબૂત થઇ રહ્યા છે.

સોનું ચાંદી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ કોમોડિટી બિઝનેસ