scorecardresearch

સોનામાં 5 દાયકામાં 8.8% વાર્ષિક રિટર્ન, હવે ભાવ 68000 થવાની આગાહી, કેવી રીતે રોકાણ કરવાથી મળશે બેસ્ટ રિટર્ન

Gold investment plan : કોરોના મહામારી બાદ સોનામાં ઝડપી ઉછાળો આવ્યો છે અને આગામી બે-ત્રણ વર્ષમાં કિંમત 68000 રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શી જવાની આગાહી કરાઇ છે.

Gold
સોનામાં છેલ્લા 5 દાયકામાં સરેરાશ વાર્ષિક 8.8 ટકા રિટર્ન મળ્યું.

અમેરિકામાં મોંઘવારી દરમાં ઘટાડો અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમી વૃદ્ધિના સંકેત વચ્ચે નવેમ્બર 2022થી સોનાના ભાવમાં તેજી આવી છે. અમેરિકન ડોલરની સાથે સાથે બોન્ડની યીલ્ડ પણ ઘટી રહી છે, જેનાથી સોનાને મોટો સપોર્ટ મળ્યો છે. આર્થિક અનિશ્ચિતતા વચ્ચે દુનિયાભરની મધ્યસ્થ બેંકો પોતાના પોર્ટફોલિયોને ડાઇવર્સિફાઇડ કરવા માટે સોનાની જંગી ખરીદી કરી રહી છે, ઉપરાંત ચીનનુ બજાર ખુલવાથી પણ સોનાની માંગ વધી છે. બ્રોકરેજ હાઉસ આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝનું કહેવુ છે કે, સોનાએ સપ્ટેમ્બર 2020ના ઐતિહાસિક ઉંચા સ્તરને તાજેતરમાં જ તોડ્યો છે અને હાલ તેજીનો માહોલ જણાય છે. આગામી 2-3 વર્ષમાં સોનામાં 18 થી 20 ટકા રિટર્ન મળી શકે છે.

સોનામાં તેજીનો ટ્રેન્ડ યથાવત્

સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે કારણ કે તેણે સપ્ટેમ્બર 2020ના તેના ઓલટાઇમ હાઇ 56018 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી તોડી નવો ઐતિહાસિક ઉંચો ભાવ બનાવ્યો હતો.સોનાએ છેલ્લા બે વર્ષમાં બ્રોર્ડર કોન્સોલિડેશન લેવલ (56000 – 44000)ની ઉપર એક બ્રેક આઉટ કર્યું છે, જે ભાવ ઉંચે જવાના સંકેત આપે છે.

વૈશ્વિક સ્તરે સોનામાં તેજીનો ટ્રેન્ડ છે. ઐતિહાસિક રીતે આપણે છેલ્લા પાંચ દાયકા એટલે કે 50 વર્ષમાં એવો ટ્રેન્ડ જોયો છે કે સોનાની કિંમતોમાં મોટી વધ-ઘટ 4થી 5 વર્ષ સુધી રહે છે. હાલના સંદર્ભમાં આપણ કરંટ અપટ્રેન્ડના મધ્યમાં છીએ. અપેક્ષા છે કે, માર્કેટનો ટ્રેન્ડ યથાવત રહેશે અને આગામી કેટલાંક વર્ષો સુધી આગેકૂચ ચાલુ રહેશે.

4 વર્ષમાં 78 ટકા રિટર્ન

છેલ્લા પાંચ મહિનામાં સોનાની કિંમત વૈશ્વિક અને સ્થાનિક સ્તરે 13 ટકા વધી છે. ભારતીય બજારમાં સોનાનું બે વર્ષમાં 28 ટકા (13% CAGR) અને છેલ્લા 4 વર્ષમાં 78 ટકા (15.5% CAGR) વધ્યું છે.

5 દાયકામાં સરેરાશ વાર્ષિક 8.8 ટકા રિટર્ન

લાંબા ગાળાની દ્રષ્ટિએ જોઇએ તો સોનું વળતર આપવાના મામલે મોખરે રહ્યું છે. છેલ્લા 50 વર્ષની વાત કરીયે તો વર્ષ 1970 બાદથી ડોલરથી રીતે સોનામાં વાર્ષિક લોંગ ટર્મ રિટર્ન 3.3 ટકા રહ્યું છે. જ્યારે રૂપિયાની રીતે વાર્ષિક સરેરાશ 8.8 ટકા વળતર મળ્યું છે. રિટર્નના આ તફાવતને ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાના રીતે જોઇ શકાય છે, જે છેલ્લા 40-50 વર્ષમાં આ સમયગાળા દરમિયાન લગભગ 4 ટકા છે. અહીંયા સુધી કે અમેરિકા અને ભારતની વચ્ચે મોંઘવારીનો તફાવત લગભગ 4 ટકાની આસપાસ છે.

સોનું 68000 રૂપિયાને સ્પર્શી જવાની ધારણા

લોંગ ટર્મ ચાર્ટ પર મજબૂત પ્રાઇસ સ્ટ્રક્ચરથી વિશ્વાસ વધી ર્હયો છે કે આગામી બેથી ત્રણ વર્ષમાં સોનું 68000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઉંચી સપાટીને સ્પર્શી શકે છે. અલબત્ત, રોકાણકારોએ આ તેજીનો લાભ ઉઠાવવા માટે સેફ હેવન ગણાતા સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઇએ.

ફંડ એલોકેશન કેટલું રાખવું

સોનું ન માત્ર મોંઘવારીની સામે હેજિંગ એટલે બચવાનો વિકલ્પ આપે છે, ઉપરાંત શેરબજારની અસ્થિરતા દરમિયાન સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ સાબિત થઇ શકે છે. હાલ મોંઘવારી દર ઉંચા સ્તરે છે અને ઇક્વિટી માર્કેટમાં અત્યંત અસ્થિરતા છે. આવી સ્થિતિમાં કુલ મૂડીરોકાણમાંથી 10થી 15 ટકા નાણાંનું સોનામાં રોકાણ કરવું જોએએ.

સોનામાં રોકામે માટે ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ શ્રૈષ્ઠ વિકલ્પ

બ્રોકરેજ હાઉસનું કહેવુ છે કે, સોનામાં રોકાણ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ શ્રૈષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. તેમાં તમને વાર્ષિક 2.5 ટકાનું એડિશનલ રિટર્ન મળે છે, ઉપરાંત કેપિટલ ગેઇન ટેક્સ પણ ચૂકવવો પડતો નથી. જો તમે મેચ્યોરિટીની પહેલા સેકેન્ડરી માર્કેટમાં આ ગોલ્ડ બોન્ડનું વેચાણ કરો છો તો, આવા પ્રકારના ટ્રાન્ઝેક્સન પર લાગુ પડતા કેપિટલ ગેઇન પર ઇન્ડેક્સેશનની સાથે 20 ટકાના દરે ટેક્સ લાગે છે.

અત્યાક સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ સોવરિન ગોલ્ડ બોન્ડના 62 ઇશ્યૂ લોન્ચ કર્યા છે અને તેની મારફતે લગભગ 43000 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી HUID વગર સોનાના દાગીના વેચી શકાશે નહીં: આ હોલમાર્ક શું છે?, તેનું શું મહત્વ છે? જાણો

મધ્યસ્થ બેંકોએ જંગી પ્રમાણમાં સોનું ખરીદ્યું

માત્ર વ્યક્તિઓ કે કંપનીઓ જ નહીં પણ જે-તે દેશોની મધ્યસ્થ બેંકો પણ સોનું ખરીદે છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ભારત સહિત વિવિધ દેશોની મધ્યસ્થ બેંકોએ જંગી પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે. સામાન્ય રીતે વિદેશી હૂંડિયામણ ભંડોળનો એક હિસ્સો સોનાના સ્વરૂપમાં રાખવામાં આવે છે. મધ્યસ્થ બેન્કોએ વર્ષ 2022માં 1136 ટનથી વધારે સોનું ખરીદ્યુ હતુ, જે કોઇ પણ કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે છે. કેલેન્ડર વર્ષ 2022માં મહત્તમ સોનાની ખરીદી ત્રીજા અને ચોથા ત્રિમાસિક ક્વાર્ટરમાં થઇ હતી. હકીકતમાં ભૌ-રાજકીય તણાવ અન આર્થિક અનિશ્ચિતતાને પગલે મધ્યસ્થ બેંકોએ સુરક્ષિત અને લિક્વિડ એસેટ્સમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

Web Title: Gold investment returns price hits rs 68000 record high

Best of Express