scorecardresearch

ગો ફર્સ્ટને ફ્લાઇટની ટિકિટનું વેચાણ તાત્કાલિક બંધ કરવા DGCAનો નિર્દેશ, એરલાઇનના લાઇસન્સ અંગે ટૂંકમાં નિર્ણય લેવાશે

Go First crisis DGCA: નાદારીની અરજી કરનાર ખાનગી એરલાઇન્સ ગો ફર્સ્ટને ફ્લાઇટની ટિકિટનું તાત્કાલિક વેચાણ કરવા DGCAએ આદેશ કર્યો છે.

Go First
ગો-ફર્સ્ટે 12 મે, 2023 સુધીની તમામ ફ્લાઇટ રદ કરી છે.

ગો ફર્સ્ટ એરલાઇનની કટોકટી ગંભીર બની રહી છે અને એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ (ડીજીસીએ) પણ કડક વલણ અપનાવી રહી છે. ડીજીસીએ એ નાદારીની સામનો કરી રહેલી સંકટગ્રસ્ટ એરલાઈન ગો ફર્સ્ટને એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. DGCA એ સોમવારે કટોકટીગ્રસ્ત GoFirstને આગામી આદેશો સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટિકિટ બુકિંગ અને વેચાણ તાત્કાલિક બંધ કરવા નિર્દેશ આપ્યો છે.

સૂત્રએ કહ્યું કે, ઉપરાંત DGCA એ એરક્રાફ્ટ નિયમ 1937 હેઠળ ગો ફર્સ્ટને સલામત અને વિશ્વસનીય રીતે સેવાનું સંચાલન ન કરવા બદલ નોટિસ પણ જારી કરી છે. નોટિસના જવાબના આધારે એરલાઇનના લાયસન્સ અંગે નિર્ણય લેવામાં આવશે.

DGCAએ આવો નિર્દેશ કેમ આપ્યો?

આ અગાઉ એરલાઇન GoFirst એ 15 મે સુધી ટિકિટનું વેચાણ સ્થગિત કર્યું હતું અને 12 મે સુધી ફ્લાઇટ્સ રદ કરી હતી. એરલાઈને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ નાદારી પ્રક્રિયા માટે અરજી દાખલ કરી છે. સૂત્રએ જણાવ્યું હતું કે એરલાઇનને તાત્કાલિક અસરથી અને આગામી આદેશો ન આવે ત્યાં સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટિકિટ બુકિંગ અને વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ગો ફર્સ્ટ એરલાઇનને કારણ બતાવો નોટિસ મળ્યાના 15 દિવસની અંદર તેનો જવાબ રજૂ કરવા નિર્દેશ કરાયો છે. ઉપરાંત તેમના દ્વારા આપવામાં આવેલા જવાબોના આધારે, તેમના એર ઓપરેટર્સ સર્ટિફિકેટ (AOC) ચાલુ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ કિંગફિશર, જેટ એવરેઝ બાદ હવે ગો ફર્સ્ટ… ‘અર્શ થી ફર્શ પર’ પટકાયેલી ભારતીય એરલાઇન્સ કંપનીઓના પતનની કહાણી

શું છે Go Firstનો મામલો?

ગો ફર્સ્ટ એરલાઇન્સ રોકડની ગંભીર તંગીમાંથી પસાર થઈ રહી છે. એરલાઈને NCLTની દિલ્હી બેંચમાં નાદારી ઠરાવ માટે પણ અરજી કરી છે. GoFirstના વડા કૌશિક ખોનાના જણાવ્યા અનુસાર, Pratt & Whitney (P&W) તરફથી Go First એરલાઇન્સને એન્જિનની સપ્લાય ન થવાને કારણે તેના 28 પ્લેન ઉડાન ભરવામાં અસક્ષમ છે અને તેના કારણે એરલાઇન્સની સામે નાણાંકીય કટોકટીની સર્જાઇ ઊભી થઈ છે. કંપનીએ આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Go first stop sale of flight tickets with immediate dgca

Best of Express