Gold price today news, સંદીપ સિંહ,જ્યોર્જ મેથ્યુ: સોનામાં ઐતિહાસિક વિક્રમી ભાવની હેટ્રિક જોવા મળી છે. સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 59,000 રૂપિયા કુદાવી ગયા અને પ્રતિ 10 ગ્રામ દીઠની કિંમત સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચી ગઇ. હાલ સોનાન 10 ગ્રામ દીઠ ભાવ 59,100 રૂપિયા જે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ કહેવાય છે. આવા સંજોગોમાં સોનાના ભાવ વધવાનું કારણ અને હવે રોકાણકારોએ શું કરવું જોઇએ તે અંગે આ અહેવાલમાં વિગતવાર સમજીએ.
અમદાવાદના ઝવેરી બજારમાં ગઇકાલે 26 જાન્યુઆરી, 2023ના રોજ સોનાના ભાવ પહેલીવાર 59,000 રૂપિયાની સપાટી કુદાવીને નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા હતા. ગઇકાલે સ્થાનિક ઝવેરી બજારમાં 99.9 શુ્દ્ધ સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 59,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલ બુધવારે સોનાનો ભાવ 58,900 રૂપિયા હતો. સોનું ચાલુ સપ્તાહે 600 રૂપિયા અને ચાલુ જાન્યુઆરી મહિનામાં 2500 રૂપિયા મોંઘુ થયુ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ પણ પ્રતિ 10 ગ્રામ દીઠ 200 રૂપિયા વધીને 58900 રૂપિયા થયો હતો.
આ પણ વાંચો: Osho Ashram : ગુજરાતમાં અમદાવાદ નજીક ‘ઓશો રજનીશ’નો આશ્રમ સ્થપાશે
સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?
જ્યારે 2022ના પ્રથમ 10 મહિનામાં ભાવ રૂ. 48,000થી રૂપિયા 52,000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યા હતા. જેનું કારણ છેલ્લા ત્રણ મહિનામાં અમુક વિકસિત બજારોમાં મંદીની વધતી આશંકાઓ અને ગિરાવટ છે. તેમજ ફુગાવામાં ઘટાડો થવાથી વ્યાજદરોમાં વધારો થયો હોવાનું પણ કારણભૂત હોય શકે છે. આવી પરિસ્થતિમાં ઘણા લોકોએ એવી અપેક્ષા રાખી છે કે, યુએસ ફેડરલ રિઝર્વ વર્ષ 2023માં પણ દરમાં ઘટાડો કરશે. ઉપરાંત આ મંદીના સમયમાં લોકોમાં સોનાની માંગમાં વધારો કરશે.
આ સિવાય સોનાના ભાવમાં ઘરખમ વધારો આ વૈશ્વિક પરિબળો સાથે ઊંચી સ્થાનિક માંગ અને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે થયો હોવાનું તથ્ય પ્રકાશમાં આવ્યું છે.
તેમણે કહ્યું, ‘ભારતીય બજારમાં સોનાની મજબૂત માંગ છે. જ્યાં કોવિડ સમયગાળા દરમિયાન લોકો તેમની માંગણીઓ મુલતવી રાખતા હતા, ત્યાં છેલ્લા છ મહિનામાં તે સારું રહ્યું છે. તદુપરાંત, ડોલર સામે રૂપિયો નબળો પડવાથી ભારતમાં સોનાની કિંમતમાં વધારો થાય છે, પરિણામે કિંમતો વધી જાય છે. અમે જોયું છે કે જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ માંગમાં વધારો થાય છે કારણ કે લોકો દરમાં વધુ વધારાની અપેક્ષા રાખે છે,” જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના વડા હરીશ વી નાયરે જણાવ્યું હતું.
જીયોજિત ફાઇનાન્સિયલ સર્વિસના કોમોડિટી રિસર્ચના પ્રમુખ હરીશ વી. નાયરે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં સોનાની વ્યાપક માંગ છે. જ્યારે કોરોના સમયે લોકોએ તેમની માંગણીઓને મુલતવી રાખી હતી. ત્યારે હવે છેલ્લા છ મહિનાથી સોનાની માંગમાં તેજી જોવા મળી રહી છે. તેમજ રૂપિયો ડોલર સામે કમજોર પડવાથી સોનાના ભાવમાં વધારો થાય છે. હરીષ વી.નાયરે કહ્યું કે, આ પરિસ્થિતિમાં નિરીક્ષણ કર્યું છે કે, જેમ જેમ સોનાના સોનાના ભાવમાં વધારો થાય છે તેમ તેની માંગમાં ઉછાળો આવે છે. લોકો દરમાં વધારાની અપેક્ષા રાખે છે.
શું મોંઘવારી યથાવત રહેશે?
સોનું એ એક એવી કોમોડિટી છે જેણે છેલ્લા 10 વર્ષમાં લગભગ 88% ના વધારા સાથે દર વર્ષે મૂલ્યમાં સતત વધારો દર્શાવ્યો છે. આગામી વર્ષોમાં કિંમતોમાં વધારો થવાની અપેક્ષા સેવાઇ છે. હરીશ વી. નાયરે વધુમાં જણાવ્યું હતું કે, આર્થિક અને અન્ય ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાના ભાવ માટે વ્યાપક વલણ સકારાત્મક છે.
આ ઉપરાંત હાલ ફિક્સડ ડિપોઝિટ ફુગાવાના વળતર કરતા ઓછી કમાણી કરી રહી છે. સાથે જ ઇક્વિટી શેરમાં પણ ઉતાર-ચઢાવ થઇ રહ્યા છે, ત્યારે ઘણા રોકાણકારો સોનાના વધતા ભાવોને મોંઘાવારી સામે રક્ષણના સ્વરૂપમાં જોવે છે. વર્તમાન સમયમાં રોકાણકારો પાસે વર્તમાન બજાર કિંમતે રૂ. 56,296 કરોડના RBI સોવરિન ગોલ્ડ બોન્ડ 98.21 ટન છે. એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર, તેમની પાસે મ્યુચ્યુઅલ ફંડના ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF)માં રૂ. 21,455 કરોડ છે (ડિસેમ્બર 2022 સુધીમાં).
નિષ્ણાતો માનવું છે કે, રોકાણકારોએ તેમની એસેટ એલોકેશન પ્રમાણે સોનામાં રોકાણ કરતુ રહેવું જોઇએ અને ગોલ્ડ ETF તથા સોવરેન ગોલ્ડ બોન્ડના લાંબાગાળા માટે મંદી પર ખરીદી કરવી જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનર્સનું કહેવું છે કે કુલ પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો 5-10 ટકા હોવો જોઈએ. RBI પાસે પણ સપ્ટેમ્બર 2022 સુધીમાં 785.35 MT સોનું છે, જે તેના ફોરેક્સ પોર્ટફોલિયોના 7.07% છે.
ફાઇનાન્શિયલ પ્લાનર્સનું કહેવું છે કે કુલ પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો 5-10 ટકા હોવો જોઈએ. RBI પાસે પણ સપ્ટેમ્બર 2022 સુધીમાં 785.35 MT સોનું છે, જે તેના ફોરેક્સ પોર્ટફોલિયોના 7.07% છે.
ભારતમાં મધ્યમ વર્ગના કદને જોતાં, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, સોનાની 50% માંગ અહીંથી આવે છે તે આશ્ચર્યજનક નથી. કારણ કે, ભારતમાં તેની વિશાળ વસ્તી છે. ખાસ કરીને તેઓ સોનું અને સોનાના ઝવેરાત કેન્દ્રીય ભૂમિકા ભજવે છે, જે શણગાર અને રોકાણ બંને તરીકે સેવા આપે છે.
વાસ્તવમાં, 2009માં ચીનથી આગળ નીકળી ગયું તે પહેલાં ભારત દાયકાઓ સુધી સોનાનો સૌથી મોટો વપરાશકાર હતો. 2021માં, ભારત 611 ટન સોનાના દાગીના ખરીદશે, જે ચીન (673 ટન) પછી બીજા ક્રમે છે પરંતુ અન્ય તમામ સોનાનો વપરાશ કરતા બજારો કરતાં આગળ છે.