/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Gold-Silver-Price-Crash.jpg)
Gold Silver Price Crash : સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. (Photo: Freepik)
Gold-Silver Price Crash : સોના-ચાંદીના ભાવમાં શુક્રવારે મોટો ઘટાડો નોંધાયો છે. તાજેતરના દિવસોમાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી MCX પર 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી તેના ઓલટાઇમ હાઇથી લગભગ 66 હજાર રૂપિયા તૂટ્યું છે. તેવી જ રીતે સોનાના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના પર તેના ઓલટાઇમ હાઇથી લગભગ 19577 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ શું હોઈ શકે છે. ચાલો જાણીએ.
24 કલાકમાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો
ગુરુવારને 29 જાન્યુઆરીએ MCX પર 5 માર્ચના સિલ્વર કોન્ટ્રેક્ટનો ભાવ 4.20 લાખ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો. હાલ એમસીએક્સ પર ચાંદીની કિંમત 3,53,762 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે, જે લગભગ 66,286 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.
સોનાના ભાવમાં પણ ઘટાડો
MCX પર 2 એપ્રિલના ગોલ્ડ કોન્ટ્રાક્ટ પોતાના ઓલટાઇમ હાઇ 193096 રૂપિયાથી 19,577 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં 10 ગ્રામની કિંમત 173519 રૂપિયા છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળના કારણો
લગભગ બે સપ્તાહમાં પહેલીવાર સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. સોના અને ચાંદીના ભાવમાં આ અચાનક ફેરફારનું એક મુખ્ય કારણ અમેરિકન ડોલરમાં આવેલી તેજી હોઈ શકે છે.
દરમિયાન ટ્રમ્પ અને સીનેટના ડેમોક્રેટ્સ સભ્યો વચ્ચે એક કામચલાઉ કરાર બાદ યુએસ સરકારની વધુ એક શટડાઉનની સંભાવના ટળી ગઇ છે. ઇમિગ્રેશન કામગીરી પર વધુ પ્રતિબંધો લાદવા માટે વ્હાઇટ હાઉસ અને ડેમોક્રેટ્સ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે વૈશ્વિક હોબાળો મચી ગયો છે.
આ પણ વાંચો - બજેટ 2026 માં સોનું ચાંદી સસ્તા થશે? જાણો હાલ Gold Silver પર કેટલી કસ્ટમ ડ્યૂટી લાગે છે?
ટ્રમ્પના હસ્તક્ષેપથી સંભવતઃ અગાઉની નિરાશાવાદી અપેક્ષાઓ ઓછી થઈ ગઈ હતી, કારણ કે તે બજારને સંકેત આપે છે કે આર્થિક પરિસ્થિતિઓ સુધરી રહી છે.
CME માં જબરદસ્ત પ્રોફિટ બુકિંગ
LKP Securities ના VP Research Analyst – Commodity and Currency Jateen Trivedi એ જણાવ્યું હતું કે માર્જિનમાં વધારો થયા બાદ CME માં મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેના કારણે સોનામાં મજબૂત વેચાણનું દબાણ આવ્યું હતું, જ્યાં ભાવ તાજેતરના 5,500 ડોલરની ઊંચી સપાટીથી ઘટીને 5000 રૂપિયાની નજીક આવી ગયા હતા.
એમસીએક્સ પર તેની અસર વધારે હતી, કારણ કે સોનું 1,80,000 રૂપિયાથી ઘટીને 1,55,000 રૂપિયાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. આશા છે કે, આશા છે કે આ ચડ-ઉતાર થોડા વધુ સેશનો સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય અને ખરીદનાર-વિક્રેતા સંતુલન પાછું ન આવે.
ટેકનિકલી રીતે CME સોનું 4,800-5,200 ડોલરની રેન્જમાં વધઘટ કરી શકે છે. 4800 ડોલરની નીચે સતત ઘટાડો 4,500 ડોલર તરફ નીચે તરફ જઇ શકે છે. MCX માં સોનું 1,58,000 રૂપિયાથી 1,70,000 રૂપિયાની વચ્ચે વધઘટ થવાની ધારણા છે અને જ્યારે ભાવ આ મોટી રેન્જમાં સ્થિર થશે ત્યારે જ સ્થિરતા પાછી આવશે.
(ડિસ્ક્લેમર: આ લેખ ફક્ત માહિતીના હેતુઓ માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવું જોઈએ નહીં. વાચકો અને દર્શકોને કોઈપણ પૈસા સાથે જોડાયેલા નિર્ણયો લેતા પહેલા પોતાના નાણાકીય સલાહકારોની સલાહ લેવાની સલાહ આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us