/indian-express-gujarati/media/media_files/2025/12/23/gold-price-news-2025-12-23-12-24-52.jpg)
Gold Price News : સોનાના ભાવ સમાચાર Photograph: (Freepik)
Gold Silver Price Today News: ઈઝરાયલ ઇરાન યુદ્ધથી સોના ચાંદીમાં ફરી તેજી જોવા મળી છે. વૈશ્વિક અશાંતિથી રોકાણકારો ફરી સેફ હેવન ગણાતા સોના ચાંદી તરફ ફંટાયા છે, જેના લીધે બંને કિંમતી ધાતુના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો છે. એમસીએક્સ સોનાનો વાયદો 6600 રૂપિયા વધ્યો છે. તો એમસીએક્સ ચાંદી વાયદામાં 11800 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. જો કે હાજર બજારમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ મર્યાદિત રહી છે.
MCX સોના ચાંદીમાં ઉછાળો
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી વૈશ્વિક બુલિયન બજારોની તેજીની અસર એમસીએક્સ સોના ચાંદીમાં પણ જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આજે સાંજે 5 વાગે એમસીએક્સ ચાંદી વાયદો 11800 રૂપિયા ઉછળીને 2,86,800 રૂપિયા પ્રતિ કિલો બોલાતો હતો. તો એમસીએક્સ ગોલ્ડ વાયદામાં 6600 રૂપિયાની તેજી આવી અને 10 ગ્રામનો ભાવ 1,68,700 રૂપિયા બોલાતો હતો.
અમદાવાદમાં સોના ચાંદીના ભાવ
સોના ચાંદીના ભાવ હાજર બજારમાં એકંદરે મજબૂત રહ્યા હતા. આજે અમદાવાદના બુલિયન બજારમાં 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1000 રૂપિયા ઘટ્યો અને પ્રતિ 10 ગ્રામ દીઠ 1.74 લાખ રૂપિયા થયો હતો. શનિવારે સોનાનો ભાવ 1.75 લાખ રૂપિયા હતો. તો 23 કેરેટ 99.5 શુદ્ધતા વાળા સોનાનો ભાવ 1,73,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
આજે ચાંદી 5000 રૂપિયા મોંઘી થઇ હતી. 1 કિલો ચાંદીની કિંમત 2,90,000 રૂપિયા થઇ છે. શનિવાર 1 કિલો ચાંદીની કિંમત 2,85,000 રૂપિયા હતી. તો 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 2,89,800 રૂપિયા હતી.
આ પણ વાંચો| પેટ્રોલ ડીઝલ મોંઘા થશે, ક્રૂડ ઓઇલમાં 4 વર્ષનો સૌથી મોટો ઉછાળો, બેરલનો ભાવ 80 ડોલર પાર
વૈશ્વિક સોનું 5400 ડોલર પાર
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી સેફ હેવન ડિમાન્ડ વધતા વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવ વધ્યા છે. વિશ્વ બજારમાં સોનું 5400 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ઉપર પહોંચી ગયું છે, જે એક મહિનાની ઉંચી સપાટી છે. સોનામાં સતત સાતમાં મહિને આગેકૂચ યથાવત રહી છે, જે વર્ષ 1973 બાદ સૌથી લાંબી તેજી છે. તો વૈશ્વિક ચાંદી 96.63 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ આસપાસ બોલાઇ રહી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us