scorecardresearch

સોના-ચાંદી મોંઘા થયા : સોનું 60,000ની સપાટી કુદાવી દોઢ માસની ટોચે, જાણો આજના ભાવ

Gold Silver rate : વૈશ્વિક મંદીની ચિંતા વચ્ચે સોના-ચાંદીમાં તેજીનો માહોલ છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમત 60,000 રૂપિયાની સપાટી કુદાવી ગઇ અને ચાંદી પણ મોંઘી થઇ રહી છે.

gold silver
અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 60,000 રૂપિયાને કુદાવી ગઇ

શેર બજાર એક બાજુ સતત ઘટી રહ્યુ છે તો બીજી બાજુ કિંમતી ધાતુ સોના-ચાંદીના વધી રહ્યા છે. સોનાની કિંમત 60000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને કુદાવી છે તો ચાંદી પણ 67000 રૂપિયા પ્રતિ કિગ્રાની ઉપર જતી રહી છે. હાલ લગ્નસરાની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે લોકોને સોના-ચાંદી ખરીદવા ઉંચી કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

સોનું દોઢ મહિનાની ટોચે

વૈશ્વિક બજારની હૂંફે સ્થાનિક બજારમાં છેલ્લા એકાદ સપ્તાહથી સોનાના ભાવ સતત ઉંચે જઇ રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં 16 માર્ચ, 2022ના રોજ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ સાથે જ 24 કેરેટ સોનાની કિંમત 60,000 રૂપિયાને કુદાવીને 60,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે 3 ફેબ્રુઆરી પછીનો સૌથી ઉંચો ભાવ છે. નોંધનિય છે કે, સ્થાનિક બજારમાં સોનાની કિંમત 2 ફેબ્રુઆરીના રોજ 60,500 રૂપિયાની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી હતી.

Gold jewellery
સોનાના દાગીના હોલમાર્ક માટે નવા નિયમો લાગુ થશે

ચાંદી સપ્તાહમાં 5,000 રૂપિયા મોંઘી થઇ

સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવ પણ મક્કમ થઇ રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીની કિમત 67,500 રૂપિયા પ્રતિ કિગ્રા યથાવત રહી છે. આમ છેલ્લા સપ્તાહમાં ચાંદી પ્રતિ કિગ્રા દીઠ 5,000 રૂપિયા મોંઘી થઇ છે.

વૈશ્વિક બજારમાં પણ સોના દોઢ મહિનાની ઉંચી સપાટીએ બોલાઇ રહ્યું છે. એપ્રિલ ગોલ્ડ ફ્યુચર્સ છેલ્લે 1931 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું હતું, જે દિવસ દરમિયાન લગભગ સ્થિર રહ્યું હતું. તો ચાંદી 21.61 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ દીઢ બોલાઇ હતી.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી HUID વગર સોનાના દાગીના વેચી શકાશે નહીં: આ હોલમાર્ક શું છે?, તેનું શું મહત્વ છે? જાણો

સોના-ચાંદીમાં તેજીના કારણો

  • અમેરિકામાં આર્થિક મંદીની દહેશત
  • અમેરિકાની અગ્રણી બેંકોની નાદાર
  • આર્થિક મંદીની દહેશત વચ્ચે સોનાની સેફ-હેવન માંગ વધી
  • શેર બજારમાં મોટા ઘટાડાના પગલે રોકાણકારોની સોના તરફ દોટ
  • યુએસ ફેડ રિઝર્વના રેટ-હાઇક વચ્ચે ડોલર અને બોન્ડમાં નરમાઇ
  • દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની સતત ખરીદી
  • ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ
  • ભારતમાં સોના-ચાંદીની લગ્નસરાની ખરીદી

Web Title: Gold silver rate gold six week high bullion market

Best of Express