Goodbye 2022 Wealth Destroyer stock : વર્ષ 2022 (year 2022) શેરબજાર (Stock market) માટે બહુ મુશ્કેલી ભર્યુ પસાર થયુ છે. સેન્સેક્સ (Sensex) – નિફ્ટી (Nifty) ચાલુ વર્ષે 5 ટકા સુધી વધ્યા છે. આ દરમિયાન પેટીએમ (Paytm), નાયકા (Naykaa), ઝોમેટા (Zomato) જેવા ન્યુ એજ (New Age stock) અને સ્ટાર્ટઅપ્સ કંપનીઓના (startup stocks) શેરમાં રોકાણકારોને જંગી નુકસાન થયુ છે. ચેક કરી લો ચાલુ વર્ષે રોકાણકારોના પૈસા ડુબાડનાર સ્ટોક્સની (Wealth Destroyer stock) યાદી…
કેલેન્ડર વર્ષ 2022 હવે સમાપ્ત થવાની તૈયારીમાં છે. ચાલુ વર્ષે શેરબજારમાં ભારે અફરાતરફી જોવા મળી છે. અલબત્ત વર્ષના છેલ્લા સમયગાળામાં શેરબજારમાં સારી એવી તેજી આવી અને સેન્સેક્સ- નિફ્ટી નવી ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા છે.. આમ ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં પાંચ ટકાથી વધારે રિટર્ન મળ્યુ છે. બેન્ક નિફ્ટી સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર ઇન્ડેક્સ સાબિત થયો છે જ્યારે કોરોના કાળમાં કુદકેને ભૂસકે વધનાર નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં જબરદસ્ત ધોવાણ થતા તે સૌથી ટોપ-લૂઝર્સ ઇન્ડેક્સ બન્યો છે. વર્ષ 2022માં એક બાજુ કેટલાંક સ્ટોકમાં રોકાણકારોને જંગી રિટર્ન મળ્યુ છે તો બીજી બાજુ કેટલીક કંપનીઓના શેરમાં લાખના બાર હજાર થવા જેવી સ્થિતિ સર્જાઇછે. તેમાંય ન્યુ એજ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ કંપનીના શેરમાં જબરદસ્ત ધોવાણ થતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે.
બેન્ક શેર તેજીમાં જ્યારે IT સ્ટોક મંદીમાં
ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં બેન્ચમાર્ક સેન્સેક્સમાં 3045 પોઈન્ટ અથવા 5.2 ટકાનો વધારો થયો છે, જ્યારે નિફ્ટી 910 પોઈન્ટ અથવા 5.2 ટકા વધ્યો છે. તો મિડકેપ ઇન્ડેક્સ 3 ટકા વધ્યો છે જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકાથી પણ ઓછો વધ્યો છે. બોર્ડર માર્કેટની વાત કરીએ તો BSE-500 ઇન્ડેક્સ 4.5 ટકા મજબૂત થયો છે. આ દરમિયાન બેન્ક નિફ્ટીએ 21 ટકા જેટલુ જંગી રિટર્ન આપ્યુ છે તો બીજી બાજુ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં લગભગ 26 ટકા સુધીનું ધોવાણ થયુ છે.
અન્ય સેક્ટરોએ કેવો દેખાવ કર્યો
બીએસઇનો FMCG ઇન્ડેક્સ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 20 ટકા વધ્યો છે જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ 11 ટકા ઘટ્યો હતો. તેવી જ રીતે PSU ઇન્ડેક્સ 24 ટકા અને ઓટો ઇન્ડેક્સ પણ 19 ટકા વધ્યા છે. મેટલ ઇન્ડેક્સમાં 6 ટકાની મજબૂતી આવી છે. બીએસઇનો ઓઇલગેસ ગેસ 17 ટકા વધ્યો છે જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ 9 ટકાનો આંચકો આવ્યો છે. પાવર ઇન્ડેક્સમાં 29 ટકાની તેજીનો કરંટ જોવા મળ્યો છે.