/indian-express-gujarati/media/media_files/2026/02/05/google-pixel-10a-first-look-2026-02-05-14-57-52.jpg)
Google Pixel 10a First Lokk Teaser Video : ગૂગલ પિક્સલ 10 એ ફોનનો ફર્સ્ટ લૂક ટીઝરમાં જોવા મળ્યો છે. Photograph: (Social Media)
Cheapest AI Phone Google Pixel 10A Launch Date : ગૂગલ પોતાનો અત્યાર સુધીનો સૌથી સસ્તો AI Phone (એઆઈ ફોન) લોન્ચ કરવાન તૈયારી કરી રહ્યું છે. ગૂગલ પિક્સલ 10 એ સ્માર્ટફોન ગૂગલનો સૌથી અફોર્ડેબલ મોબાઇલ હોવાનું કહેવાય છે. કંપનીએ એક યૂટ્યુબ પર એક ટિઝર વીડિયોમાં અપકમિંગ ગૂગલ ફોનની પ્રથમ ઝલક દેખાડી છે. આ ફોનમાં Gemini Live અને Circle to Search જેવા એડવાન્સ ફીચર્સ મળશે.
આ ગૂગલ ફોન સેમસંગના અપકમિંગ Galaxy S26 સિરીઝ અને એપલના સંભવિત iPhone 17a ને ટક્કર આપી શકે છે. ટેક એક્સપર્ટ્સ માટે આ લોન્ચિંગ બહું ચોંકાવનાર હશે, કારણ કે, સામાન્ય રીતે ગૂગલ પોતાની A સિરીઝ ને વર્ષના મધ્યમાં લોન્ચ કરે છે, પરંતુ આ વખતે ઘણું વહેલા બજારમાં રજૂ કરવા જઇ રહ્યું છે.
Google Pixel 10A Launch Date : ગૂગલ પિક્સલ 10A લોન્ચ તારીખ
ગૂગલ એ પૃષ્ટિ કરી છે. Google Pixel 10A માટે પ્રી ઓર્ડર સત્તાવાર રીતે 18 ફેબ્રુઆરી, 2026ના રોજ શરૂ થશે. ભારતમાં જે યુઝર્સ 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.30 પહેલા Google Store મેલ લિસ્ટમાં સબ્સક્રાઇબ કરશે તે એક્સક્લુઝિવ અર્લી એક્સેસ ઓફર માટે પાત્ર બનશે.
લિક તસવીર અને ટીઝર વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ગૂગલ Pixel 10A ફોનની ડિઝાઇન ઘણી યુનિક છે. ગૂગલે પોતાના સિગ્નેચર પિક્સલ કેમેરાને નવો લૂક આપ્યો છે. પાછલા મોડલમાં કેમેરા સેટઅ થોડોક ઉપસેલો હતો, પરંતુ Pixel 10a માં પાછળની તરફ આપેલો ડ્યુઅલ કેમેરા સેટઅપ સંપૂર્ણપણે ફોનની બોડી સાથે ફ્લશ એટલે કે સમતલ છે, જે ફોનને એક સ્લીક અને મિનિમલિસ્ટિક લુક આપે છે, જે આ પ્રીમિયમ ગૂગલ પિક્સલ 10 પ્રો મોડલથી અલગ ઓળખ આપે છે.
Gemini AI થી સજ્જ
ગૂગલનું સંપૂર્ણ ધ્યાન આ ફોનને એક AI પાવરહાઉસ બનાવવા પર છે. Pixel 10a ગૂગલના સૌથી સસ્તા સ્માર્ટફોન પૈકીનો એક હશે, જેમા Gemini Live અને Circle to Search જેવા એડવાન્સ ફીચર્સ મળશે. ગૂગલનો ઉદ્દેશ્ય ઓછી કિંમતમાં પણ યૂઝર્સને તેવો જ એઆઈ અનુભવ આપવાનો છે, જે હાલ Pixel 10 અને મોંઘા ફોલ્ડેબલ ફોનમાં મળે છે. ગૂગલનું Gemini મોડલ એપલના એપલ ઇન્ટેલિજન્સ ને જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે અને Pixel 10a આ ટેક વોરમાં ગૂગલનું સૌથી મોટું હથિયાર બનશે.
આ પણ વાંચો | Dimensity 9500s ચિપસેટ વાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ, 9000mAh બેટરી અને 512GB સ્ટોરેજ
સેમસંગ અને આઈફોનને ટક્કર
ગૂગલ Pixel 10a ફોન વહેલા લોન્ચ કરવો કંપનની વ્યાવસાયિક રણનીતિનો એક ભાગ છે. આ ફોન સેમસંગના આગામી Galaxy S26 સિરીઝ અને એપલના અપકમિંગ બજેટ ફોન iPhone 17a લોન્ચ થવાની પહેલા માર્કેટ પર કબજો કરવાની તૈયારી છે. અલબત્ત કિંમતને લઇ કોઇ ખુલાસો થયો નથી. પાછલા ગૂગલ Pixel 9aની કિંમત 499 ડોલર (લગભગ 42000 રૂપિયા) થી શરૂ થાય છે, પરંતુ આ વખતે RAM વધતા કિંમત પણ વધી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us