Dimensity 9500s ચિપસેટ વાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન લોન્ચ, 9000mAh બેટરી અને 512GB સ્ટોરેજ

Redmi Turbo 5 Max Price And Features : રેડમી ટર્બો 5 મેક્સ સ્માર્ટફોનમાં 9000mAh બેટરી, MediaTek Dimensity 9500s ચિપસેટ, 50 એમપી કેમેરા, 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ સાથે આવે છે. જાણો નવા રેડમી 5જી ફોનની કિંમત અને ફીચર્સ

Redmi Turbo 5 Max Price And Features : રેડમી ટર્બો 5 મેક્સ સ્માર્ટફોનમાં 9000mAh બેટરી, MediaTek Dimensity 9500s ચિપસેટ, 50 એમપી કેમેરા, 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ સાથે આવે છે. જાણો નવા રેડમી 5જી ફોનની કિંમત અને ફીચર્સ

author-image
Ajay Saroya
New Update
Redmi Turbo 5 Series Launch | Redmi 5G Phone | MediaTek Dimensity 9500s Chipset Phone

Redmi Turbo 5 Max Price And Specification: રેડમી ટર્બો 5 મેક્સ MediaTek Dimensity 9500s ચિપસેટ સાથે લોન્ચ થયેલો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન છે. Photograph: (Redmi)

Redmi Turbo 5 Max Launch With MediaTek Dimensity 9500s Chipset : રેડમી ટર્બો સિરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયા છે, જે MediaTek Dimensity 9500s ચિપસેટ ધરાવતો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન છે. રેડમી ટર્બો 5 મેક્સ અને રેડમી ટર્બો 5 કંપનીના નવા હેન્ડસેટ છે અને તેમને ચીનમાં કંપનીની વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.

Advertisment

 Redmi Turbo 5 Max ફોનમાં મોટી 9000mAh બેટરી, 16 જીબી રેમ અને 512 જીબી સુધીના ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આવે છે. રેડમી ટર્બો 5 મેક્સ અને રેડમી ટર્બો 5 મોબાઇલમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જાણો લેટેસ્ટ નવા રેડમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Redmi Turbo 5 Series Price : રેડમી ટર્બો 5 સિરીઝ કિંમત

રેડમી ટર્બો 5 મોબાઇલના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,299 યુઆન (લગભગ 30,000 રૂપિયા) છે. ખાસ વાત એ છે કે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2,599 યુઆન (લગભગ 34,000 રૂપિયા)માં ઉપલબ્ધ છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,899 યુઆન (લગભગ 38,000 રૂપિયા) છે. આ ડિવાઇસને ઓસ્પિશિયસ, ક્લાઉડ વ્હાઇટ, શેડો બ્લેક અને શેલો સી બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

તો રેડમી ટર્બો 5 મેક્સ ફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,499 યુઆન (લગભગ 33,000 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,799 યુઆન (લગભગ 37,000 રૂપિયા)માં ઉપલબ્ધ છે.

Advertisment

ઉપરાંત 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,999 યુઆન (લગભગ 40,000 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ ઓપ્શન 3,299 યુઆન (લગભગ 44,000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રેડમી ટર્બો 5 સિરીઝના બંને મોડલ ચીનમાં શાઓમીના ઓનલાઇન સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

MediaTek Dimensity 9500s ચિપસેટ વાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન

રેડમી ટર્બો 5 મેક્સ દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન છે, જે મીડિયાટેક Dimensity 9500s ચિપસેટ ધરાવે છે. આ અગાઉ કોઇ પણ મોબાઇલમાં આ પ્રોસેસર ઉપલબ્ધ નથી. તે 3 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલો ચિપસેટ છે, જે 2.0GHz થી લઇ 3.73GHz સુધીની ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. તે ગ્રાફિક્સ માટે રેડમી ટર્બો 5 મેક્સ Arm Mali-G925 MC12 CPU સપોર્ટ કરે છે. રેડમી ટર્બો 5 મેક્સ 5જી ફોન LPDDR5X RAM અને UFS 4.1 storage ટેક્નોલોજી સપોર્ટ કરે છે.

Redmi Turbo 5 Max Features : રેડમી ટર્બો 5 મેક્સ ફીચર્સ

Redmi Turbo 5 Max મોબાઇલ 120 Hz રિફ્રેશ રેટ 6.83 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવે છે,જેનું રિઝોલ્યુશન 1,280 x 2,772 પિક્સલ છે. રેડમી ટર્બો 5 મેક્સ ફોન ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 9500e પ્રોસેસર સાથે આવે છે. રેડમી ટર્બો 5 મેક્સ 100W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

રેડમી ટર્બો 5 મેક્સ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ HyperOS 3 પર ચાલે છે અને તેમા 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. Redmi Turbo 5 Max એક ડ્યુઅલ સિમ મોબાઇલ છે, જે નેનો સિમ અને નેનો સિમ કાર્ડ્સ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનનું ડાયમેન્શન 162.99 x 77.93 x 8.15mm (height x width x thickness) અને વજન 219.00 ગ્રામ છે. મોબાઇલને Auspicious ક્લાઉડ વ્હાઇટ, Sea Breeze Blue, શેડો બ્લેક, અને સન ઓરેન્જ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. રેડમી ટર્બો 5 મેક્સ ફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP69K રેટિંગ ધરાવે છે.

કનેક્ટિવિટી માટે રેડમી ટર્બો 5 મેક્સ મોબાઇલમાં Wi-Fi 7, જીપીએસ, એનએફસી, યુએસબી ટાઇપ સી અને 4G છે. ફોનમાં સેન્સરની વાત કરીયે તો એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલેરોમીટર, કમ્પાસ/ મેગનેટોમીટર, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર અને ફિંગરપ્રિન્ટ સેન્સર આવે છે. આ સ્માર્ટફોન ફેસ અનલોક ફીચર્સ સાથે આવે છે.

આ પણ વાંચો | 10001mAh બેટરી વાળો ભારતનો પ્રથમ સ્માર્ટફોન Realme P4 Power 5G લોન્ચ, પાવરફુલ ચીપસેટ અને 50MP કેમેરા

Redmi Turbo 5 Max Camera : રેડમી ટર્બો 5 મેક્સ કેમેરા

ફોટોગ્રાફી માટે રેમડી ટર્બો 5 મેક્સ 5G ફોન ડ્યુઅલ રિયર કેમેરા સપોર્ટ કરે છે. સ્માર્ટફોનના બેક પેનલ પર 50MP નું Light Fusion 600 OIS સેન્સર આવે છે, જે F/2.2 અપર્ચર વાળો 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇટ એન્ગલ લેન્સ સાથે મળી કામ કરે છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે રેડમી ટર્બો 5 મેક્સ ફોનમાં 20 એમપી ફ્રન્ટ કેમેરા છે જે F/2.2 અપર્ચર સપોર્ટ છે.

5G ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ