scorecardresearch

સરકારી બચત યોજનામાં રોકાણ કરી બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવો, કઇ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ સૌથી શ્રેષ્ઠ રહેશે? જાણો અહીં

Government investment scheme for children : બાળકોને નાણાંકીય ફાયદાઓ આપવા હેતુ સરકારે ઘણી બધી બચત યોજનાઓ શરૂ કરી છે. તમે અહીંયા જણાવેલી વિવિધ સરકારી બચત યોજનાઓમાંથી તમારી મરજી અનુસાર કોઇ એકની પસંદગી કરી શકો છે.

child investment plans
કોઇ પણ બચત યોજનામાં રોકાણ કરતા પહેલા પોલિસી એડવાઇઝર અથવા ફાઇનાન્સિયલ પ્લાનરની અચૂક સલાહ લો

સરકારે બાળકોને અલગથી નાણાંકીય ફાયદો આપવાના હેતુસર ઘણી બચત યોજનાઓ શરૂ કરી છે. આવી સરકારી બચત યોજનાઓ તમારા બાળકોની નાણાંકીય સુરક્ષા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની છે. માતાપિતા તેમના ઇન્વેસ્ટમેન્ટ ગોલ, જોખમ અને કરવેરાની ક્ષમતા અનુરૂપ બચત યોજના પસંદ કરી શકે છે. જો કે, કોઈપણ બચત યોજનામાં રોકણ કરતા પહેલા તે યોજનાના સારા – નસારા પરિબળો વિશે સારી રીતે સમજ મેળવી લેવી જરૂરી છે.

અહીંયા અમે તમને આવી કેટલીક સરકારી બચત યોજનાઓ વિશે જણાવીશુ જેમાંથી તમે તમારા બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઇ એકની પસંદગી કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ યોજના માતા-પિતાને તેમની પુત્રના શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે નાણાંની બચત કરવામાં મદદ કરવા હેતુસર રજૂ કરવામાં આવી છે. આ યોજના ઉંચા વ્યાજદરની સાથે સાથે કરવેરા સંબંધિત પણ લાભો પુરા પાડે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ લાંબા ગાળાના રોકાણનો વિકલ્પ છે જે સુરક્ષિત છે અને આકર્ષક વ્યાજદર ઓફર કરે છે. માતા-પિતા તેમના બાળકના નામે PPF ખાતું ખોલાવી શકે છે તેમાંથી મળતું વ્યાજ કરમુક્ત છે. તમે તમારી આવક અને નાણાંકીય લક્ષ્યોને આધારે વાર્ષિક 1.5 લાખ રૂપિયા બચાવી શકો છો.

Bankbazaar.com ના CEO અધિલ શેટ્ટી કહે છે, “PPF માં તમારું રોકાણ તમારા નાણાકીય લક્ષ્યાંકો સાથે સુસંગત હોવું જોઈએ. જો તમે તમારા ફાઇનાન્સિયલ ગોલ વિશે સ્પષ્ટ છો, તો તમે ઝડપથી જવાબ આપી શકો છો કે તમારે તમારા PPF ખાતામાં કેટલી બચત કરવી જોઈએ. ધારો કે તમારા બાળકોના શિક્ષણ માટે તમારે 15 વર્ષમાં 25 લાખ રૂપિયાની જરૂર છે. તેથી, જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાની બચત કરો છો અને જો આપણે વર્તમાન વ્યાજ દર 7.1% પર ગણતરી કરીએ, તો 15 વર્ષ પછી પાકતી મુદતે તમારી કુલ રકમ 27,12,139 રૂપિયા થશે.”

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC)

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (National Savings Certificate) (NSC) એ એક ચોક્કસ આવક મેળવવા માટેની રોકાણ યોજના છે જે નિશ્ચિત વ્યાજ દર અને પાંચ વર્ષના લોક-ઇન સમયગાળા સાથે આવે છે. તેમાંથી મળતી વ્યાજરૂપી આવક કરપાત્ર છે, પરંતુ રોકાણકારો કલમ 80C હેઠળ કરકપાતનો દાવો કરી શકે છે.

ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS)

ELSS એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો વિકલ્પ છે જે ત્રણ વર્ષના લોક-ઇન સમયગાળા સાથે આવે છે. તે કલમ 80C હેઠળ ઉંચુ રિટર્ન અને ટેક્સ બેનિફિટ આપે છે. આ મ્યુ. ફંડ પ્રોડક્ટ તમને ટેક્સ બચાવવામાં મદદ કરવાની સાથે આકર્ષક રિટર્ન પણ આપે છે.

કિસાન વિકાસ પત્ર (KVP)

કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) એ એક નિશ્ચિત-આવક રોકાણનો વિકલ્પ છે જે 124 મહિનાના નિશ્ચિત સમયગાળા પછી રોકાણની રકમને બમણી કરે છે. તેમાંથી મળતું વ્યાજ કરપાત્ર છે, પરંતુ તેમાં કોઈ TDS કપાત નથી.

વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizen Saving Scheme) એ વરિષ્ઠ નાગરિકો માટે તૈયાર કરાયેલી બચત યોજના છે જે ઉંચા વ્યાજ દરો અને કર લાભ આપે છે. જો માતાપિતા સિનિયર સિટીઝન હોય તો માતાપિતા તેમના બાળકો વતી આ યોજનામાં રોકાણ કરી શકે છે.

આ પણ વાંચોઃ કાર વેચતા પહેલા ભૂલ્યા વગર FASTagને ડિએક્ટિવ કરો, નહીંતર થશે મોટું નુકસાન, જાણો ફાસ્ટેગને બંધ કરવાની સરળ રીત

દરેક સરકારી બચત યોજનાના પોતાના નિયમો અને માપદંડ હોય છે. રોકાણ કરતા પહેલા ખાતરી કરો કે તમે પાત્રતાની જરૂરિયાતોને પૂર્ણ કરો છો કે કેમ. ઉપરાંત, તમારી નાણાકીય જરૂરિયાતો અને આવક તપાસવી મહત્વપૂર્ણ છે. કોઇ પણ બચત યોજનામાં રોકાણ કરતા પહેલા પોલિસી એડવાઇઝર અથવા ફાઇનાન્સિયલ પ્લાનરની અચૂક સલાહ લો.

Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીંં વાંચી શકો છો

Web Title: Government investment scheme for your children ssy ppf nsc kvp elss

Best of Express