મોદી સરકારે તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતો, કારીગરો/કામદારો અને નાના વેપારીઓ માટે અમુક પેન્શન અને અન્ય યોજનાઓ શરૂ કરી છે. જેમાં ખેડૂતો માટેની બે યોજનાઓ છે, જેમા એક પીએમ કિસાન યોજના છે જે અંતર્ગત નાના અને સિમાંત ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. તો ખેડૂતો માટેની બીજી પેન્શન યોજના છે – પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા પેન્શન આપવાની જોગવાઈ છે. ખેડૂતો માટેની ઉપરોક્ત બંને યોજનામાંથી હાલ પીએમ કિસાન યોજના માટેનો ક્રેઝ હજુ પણ છે, પરંતુ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ફ્લોપ જવાના કગાર પર છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં ખેડૂતોની ભાગીદારી પણ ઘટી રહી છે અને બીજી બાજુ સરકાર પણ વધુ ધ્યાન આપી રહી નથી. આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અને વેપારીઓ માટેની રાષ્ટ્રીય પેન્શન યોજના જેવી પેન્શન યોજનાઓની પણ હવા નીકળી ગઇ છે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
અત્યાર સુધી ખેડૂતોનું રજિસ્ટ્રેશન : 19,44,341
કયા વય જૂથના ખેડૂતો સૌથી વધારે
26-35 વર્ષ : 954267
36-40 વર્ષ : 501118
18-25 વર્ષ : 488956
મહિલાઓની સંખ્યા વધારે
સ્ત્રીઓની સંખ્યા : 62%
પુરુષોની સંખ્યા : 38%
ક્યાં રાજ્યમાં સૌથી રજિસ્ટ્રેશન
બિહાર, ઝારખંડ, યુપી, છત્તીસગઢ, ઓડિશા
નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી હતી. તેમાં આંશિક માસિક યોગદાન આપ્યા બાદ 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા પેન્શનની જોગવાઈ છે. શ્રમ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, 19,44,341 ખેડૂતોએ પીએમ કિસાન માનધન યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેનારા ખેડૂતોની કુલ સંખ્યાના માત્ર 2.5 ટકા બરાબર છે.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના
અત્યાર સુધી રજિસ્ટ્રેશન : 44,29,747
કયા વય જૂથની સૌથી વધુ ભાગીદારી
26-35 વર્ષ : 2280560
36-40 વર્ષ : 1103886
18-25 વર્ષ : 1044871
મહિલાઓની સંખ્યા સૌથી વધુ
સ્ત્રીઓની સંખ્યા : 53.1%
પુરુષોની સંખ્યા : 46.9%
ક્યા રાજ્યમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન
હરિયાણા, યુપી, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ
વેપારીઓ માટેની નેશનલ પેન્શન સ્કીમ ફોર ટ્રેડર્સ
આજ સુધી રજીસ્ટ્રેશનઃ 52475
કયા વય જૂથનું સૌથી વધુ રજિસ્ટ્રેશન
26-35 વર્ષ: 26666
36-40 વર્ષ: 13189
18-25 વર્ષ: 12619
મહિલાઓની સંખ્યા સૌથી વધુ
સ્ત્રીઓની સંખ્યા: 62.7%
પુરુષોની સંખ્યા: 37.3%
ક્યાં રાજ્યમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન
યુપી, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ
ન્યૂઝ એજન્સી અનુસાર, ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે બજેટ પર ‘એક્પ્લેનેશન એન્ડ કોમેન્ટરી ઓન બજેટ 2023-24’ નામના નવા પુસ્તકમાં દાવો કર્યો છે કે સરકારે કામદારો, નાના વેપારીઓ અને ખેડૂતો માટે ધમાકેદાર શરૂઆત કરાયેલી મહત્વાકાંક્ષી પેન્શન યોજનાઓની ચમક હવે ઝાંખી પડી રહી છે. તેમાં ન માટે રજિસ્ટર્ડ વ્યક્તિઓની સંખ્યા ઘટી રહી છે ઉપરાંત બજેટ ફાળવણી સ્થિર રહેલી છે અથવા તો તેમાં ઘટાડો થયો છે.
શ્રમ યોગી માનધન યોજનાનું પ્રથમ વર્ષ (2019-20) આકર્ષણનું કેન્દ્ર હતું. 31 માર્ચ, 2020 સુધીમાં આ યોજના હેઠળ 43,64,744 કામદારો નોંધાયા હતા. પરંતુ પાછળથી રસ ઓછો થઈ ગયો. નાણાકીય વર્ષ 2020-21માં માત્ર 1,30,213 કામદારો નોંધાયા હતા. નાણાકીય વર્ષ 2021-22માં આ યોજના હેઠળ 1,61,837 કામદારો નોંધાયા હતા. પરંતુ જાન્યુઆરી 2023થી કામદારોએ નોંધણી રદ કરવાનું શરૂ કર્યું.
શ્રમ અને રોજગાર મંત્રાલયના ડેશબોર્ડ અનુસાર, જાન્યુઆરી 2023માં 56,27,235 પર પહોંચ્યા પછી રજિસ્ટર્ડ કામદારોની સંખ્યામાં ઘટાડો થયો અને તે માર્ચ 2023 માં ઘટીને 44,00,535 પર આવી ગયો. તેવી જ રીતે, અત્યાર સુધીમાં માત્ર 52,475 નાના વેપારીઓ અને દુકાનદારો નેશનલ પેન્શન સ્કીમ ફોર ટ્રેડર્સમાં જોડાયા છે, જેની સંખ્યા ઉપરોક્ત અન્ય બે યોજનાઓની તુલનામાં અત્યંત ઓછી છે.
આકર્ષણ ઘટવાના મુખ્ય કારણ
ગર્ગના મતે એવું લાગે છે કે સરકારે આ યોજનાઓ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. આ યોજનાઓને લોકપ્રિય બનાવવા માટે સરકાર તરફથી કોઈ મોટા પ્રયાસો થઇ રહ્યા હોવાનું દેખાતુ નથી. આ યોજનાઓ અંગે સરકારની બજેટ ફાળવણી પણ સ્થિર છે અથવા તો ઘટી રહી છે. ઉપરાંત આ યોજનાઓ વિશે શરૂઆતથી જ એવી ચર્ચા થઇ રહી છે કે તેમાં ભવિષ્યના સંદર્ભમાં પેન્શન ખૂબ જ ઓછું છે.
Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.