અદાણી-હિંડનબર્ગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની કરી રચના, સેબીને તપાસ હાથ ધરવા કહ્યું

Supreme Court made committee : સુપ્રીમ કોર્ટે (Supreme Court ) સેબીને માર્કેટના નિયમોનું ઉલ્લંઘન, શોર્ટ-સેલિંગના ધોરણો અથવા શેરના ભાવમાં ચાલાકી થઈ છે કે કેમ તે પણ તપાસવા જણાવ્યું હતું. સેબી બે મહિનામાં તપાસ પૂર્ણ કરશે અને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરશે.

Written by shivani chauhan
Updated : March 02, 2023 13:38 IST
અદાણી-હિંડનબર્ગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની કરી રચના, સેબીને તપાસ હાથ ધરવા કહ્યું
ગૌતમ અદાણી (રોઇટર્સ, ફાઇલ)

સુપ્રીમ કોર્ટે ગુરુવારે હિંડનબર્ગ રિપોર્ટથી ઉદભવેલા મુદ્દાની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ એએમ સપ્રેના નેતૃત્વમાં નિષ્ણાત સમિતિની રચના કરી હતી. હિંડનબર્ગ રિપોર્ટને લગતી અરજીઓની બેચ પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આ નિર્ણય લીધો હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, “અમે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે, જેમાં શ્રી ઓ પી ભટ, ન્યાયમૂર્તિ દેવધર, શ્રી કે વી કામથ અને નંદન નીલેકણીનો સમાવેશ થાય છે અને સમિતિનું નેતૃત્વ ભૂતપૂર્વ ન્યાયાધીશ અભય મનોહર સપ્રે કરશે.”

આ પણ વાંચો: આજનો ઇતિહાસ, 2 માર્ચ : અમેરિકા અને ભારત વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર થયા, ટાઇગર શ્રોફનો બર્થ ડે

સેબી પહેલાથી જ આ મુદ્દાની તપાસ કરી રહી છે તેની નોંધ લેતા, સુપ્રીમ કોર્ટે તેને માર્કેટના નિયમોનું ઉલ્લંઘન, શોર્ટ-સેલિંગના ધોરણો અથવા શેરના ભાવમાં ચાલાકી થઈ છે કે કેમ તે પણ તપાસવા જણાવ્યું હતું. સેબી બે મહિનામાં તપાસ પૂર્ણ કરશે અને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરશે.

આ પણ વાંચો: નાગાલેન્ડ ચૂંટણી પરિણામ : આ 5 બેઠકો પર તમામની નજર, CM સહિત આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો

પીટીઆઈએ રિપોર્ટ આપ્યો છે કે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સમિતિ પરિસ્થિતિનું એકંદર મૂલ્યાંકન કરશે અને રોકાણકારોને જાગૃત કરવા પગલાં સૂચવશે. કોર્ટે કેન્દ્ર, નાણાકીય વૈધાનિક સંસ્થાઓ અને સેબીના અધ્યક્ષને તપાસ માટે રચાયેલી પેનલને તમામ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ