હિંડનબર્ગ રિસર્ચનો Twitterના સહ-સ્થાપક જેક ડોર્સી પર ગેરરીતિનો આક્ષેપ, એક જ દિવસમાં સંપત્તિમાં 52.6 કરોડ ડોલરનું ધોવાણ

Hindenburg Jack Dorsey Block Inc : ગૌતમ અદાણી બાદ હિંડનબર્ગ રિસર્ચે ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સી અને તેમની કંપની બ્લોક ઇંકના કૌભાંડનો પર્દાફાશ કરતો રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટ બાદ એક જ દિવસમાં જેક ડોર્સીની સંપત્તિમાં 52.6 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું છે.

Written by Ajay Saroya
March 24, 2023 16:44 IST
હિંડનબર્ગ રિસર્ચનો Twitterના સહ-સ્થાપક જેક ડોર્સી પર ગેરરીતિનો આક્ષેપ, એક જ દિવસમાં સંપત્તિમાં 52.6 કરોડ ડોલરનું ધોવાણ

ગૌતમ અદાણીને ‘અર્શ પરથી ફર્શ’ પર લાવી દેનાર અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ વખતે હિંડનબર્ગ રિસર્ચે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Titter)ના સહ-સ્થાપક જેક ડોર્સીની (Jack dorsy) કંપની બ્લોક ઇંક (Block inc)ના કૌભાંડનો ખુલાસો કર્યો છે. હિંડનબર્ગ રિસર્ચના સનસનાટી ફર્ચા રિપોર્ટ બાદ જેક ડોર્સીની સંપત્તિમાં એક દિવસમાં 52.6 કરોડ ડોલરનું જંગી ધોવાણ થયું છે.

Block Inc સામે હિંડનબર્ગના ગંભીર આક્ષેપો

હિંડનબર્ગ રિપોર્ટ ટેક્નોલોજી કંપની બ્લોક ઇંક પર ગંભીર આરોપો મૂક્યા છે. હિંડનબર્ગે આરોપ મૂક્યો છે કે, જેક ડોર્સીની કંપનીએ ખોટી રીતે પોતાના યુઝર્સની સંખ્યા વધારી અને પોતાના ગ્રાહકલક્ષી ખર્ચને ઓછો દર્શાવ્યો હતો. હિંડનબર્ગે રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, બ્લોક ઇંક સામે લાંબી તપાસ ચાલી રહી છે અને છેલ્લા બે વર્ષથી તપાસમાં સામે આવ્યું છે કે કંપનીએ ભરપૂર રીતે ડેમોગ્રાફિક્સનો ફાયદો ઉઠાવ્યો છે.

આ રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો છે કે, કંપનીએ પોતાના રોકાણકારોને ગેરમાર્ગે દોરીને તથ્યો સાથે છેડછાડ કરી છે. કંપનીના કેશ એપ પ્રોગ્રામમાં પણ ગેરરીતિ આચરી અને ખોટી રીતે આવક ઉભી કરવામાં આવી છે. તેની સાથે જ શેર ટ્રેડિંગમાં પણ ગેરરીતિ આચરીને ભાવ ઉંચે લઇ જવામાં આવ્યા છે. જેક ડોર્સીને તેનાથી 1 અબજ ડોલરનો ફાયદો થયો હતો.

હિંડનબર્ગના ઘટસ્ફોટ બાદ બ્લોક ઇંકના શેરમાં કડાકો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર જેક ડોર્સીની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં 11 ટકાનું જંગી ધોવાણ થયુ અને તે ઘટીને 4.4 અબજ ડોલર થઇ ગઇ છે. ગુરુવારે તેમની કંપની બ્લોક ઇંકના શેરમાં 22 ટકાનો કડાકો બોલાયો છે.આ સાથે છેલ્લા એક વર્ષમાં કંપનીનો શેર 57 ટકા સુધી તૂટ્યો છે. બ્લોક ઇંક યુઝર્સ ટ્રેડર્સને પેમેન્ટ અને મોબાઇલ બેંકિંગની સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.

બ્લોક ઇંકે આરોપો ફગાવ્યા

જેક ડોર્સીની કંપની ધ બ્લોક ઇંક હિંડેનબર્ગ રિસર્ચે લગાવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે શોર્ટ સેલર્સ ફર્મ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

નોંધનીય છે કે, બ્લોક ઇંક જેક ડોર્સી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના સહ-સ્થાપક હતા. તેણે 2009માં બ્લોક ઈંકની શરૂઆત કરી હતી. તે એક ટેક્નોલોજી કંપની છે અને તે અગાઉ સ્ક્વેર તરીકે ઓળખાતી હતી.

હિંડનબર્ગે અત્યાર સુધીમાં 18 કંપનીના કૌભાંડનો પર્દાફાશ કર્યો

નાથન એન્ડરસન દ્વારા સંચાલિત હિંડનબર્ગ રિસર્ચ ફર્મે વર્ષ 2017 થી અત્યાર સુધીમાં 18 કંપનીઓના કૌભાંડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં છેલ્લે જાન્યુઆરી 2023માં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમના અદાણી ગ્રૂપ વિરુદ્ધ શેર બજારમાં ગેરરીતિ, ઉંચા દેવા અને કથિત કૌભાંડનો આક્ષેપ કર્યો રિપોર્ટ જારી કર્યો હતો. શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ જે કોઇ પણ કંપની અંગે સનસનાટી ફર્મો રિપોર્ટ જારી કર્યો છે તેના શેર અને બિઝનેસ ઉપર અત્યંત ગંભીર અસર થઇ છે. કંપનીના માલિકો અને શેરના રોકાણકારોને જંગી નુકસાન સહન કરવું પડ્યું છે. હિંડનબર્ગે અત્યાર સુધી જે 18 કંપનીઓના કૌભાંડનો પર્દાફાર્શ કર્યો છે તેમાં SCWORX, Genius Brand, Persing Gold, RD Legal, Twitter inc, HF food, Wins Finance, ideanomic, Riot, Blockchain, Opko Health, Nikola, Sc Wrox, Bloom Energy, Aphria, અદાણી ગ્રૂપનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ અગાઉ 17 કંપનીઓનો કર્યો ‘પર્દાફાશ’, વાંચો નાથન એન્ડરસનના કારનામાંઓની કહાણી

ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી ધોવાણ, શેરના રોકાણકારો પાયમાલ

હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીના રોજ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની કંપનીઓ વિરુદ્ધ ગંભર આક્ષેપ કરતો રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 80 ટકા સુધીનું ધોવાણ થયું છે. શેરમાં ધોવાણને પગલે ગૌતમ અદાણીની સંપત્તિમાં 100 અબજ ડોલરથી વધારw ધોવાણ થયુ અને તેઓ વિશ્વના અબજોપતિની યાદીમાં નંબર-3થી સતત ઘટીને નંબર-31 પર આવી ગયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ