/indian-express-gujarati/media/media_files/2026/02/27/holi-2026-car-and-bike-care-tips-2026-02-27-16-26-50.jpg)
હોળીના પાકા રંગોથી વાહનના પેઇન્ટને સુરક્ષિત રાખવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ. Photograph: (AI જનરેટેડ)
Holi 2026 Car and Bike Care Tips : હોળીનો તહેવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગો અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે, પરંતુ આ હોળીના રંગમાં ભંગ ત્યારે પડે છે જ્યારે હોળીના રંગ અને તેમના જિદ્દી ડાઘ તમારી કાર, બાઇક અથવા સ્કૂટર પર પડે છે અને તમે તેને દૂર કરવા માટે ઘણી મહેનત કરો છો. હોળી પર કેમિકલ રંગો તમને તેમજ તમારી કાર અને બાઇકના પેઇન્ટ, ગ્લાસ, સીટ અને મેટલ પાર્ટસને નુકસાન પહોંચાડી શકે છે.
ખાસ કરીને કેમિકલથી ભરપૂર રંગો વાહનની ચમક બગાડી શકે છે અને કાટની સમસ્યાનું કારણ પણ બની શકે છે. જો યોગ્ય સમયે યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો વાહનના રિસેલ વેલ્યુને પણ અસર થઈ શકે છે. હોળીના દિવસે તમારા ટુ-વ્હીલર, ફોર વ્હીલરને રંગોથી બચાવવા માટે અહીં કેટલીક સરળ રીતો અહીં જણાવી રહ્યા છીએ.
કારને રંગોથી બચાવવા હોળી પહેલા આવી તૈયારી કરો
વેક્સ પોલિસ કરાવો - હોળી પહેલાં કાર અથવા બાઇક પર વેક્સ કોટિંગ કરાવવાથી રંગો સીધા પેઇન્ટ સાથે ચોંટતા નથી અને સરળતાથી સાફ થઈ જાય છે. સિરામિક કોટિંગ એ વધુ સારો વિકલ્પ છે. સિરામિક કોટિંગ રંગો અને પાણી સામે વધુ સારી સુરક્ષા આપે છે.
કવરનો ઉપયોગ કરો - જો શક્ય હોય તો તમારા વાહનને કવરથી ઢાંકી દો અને ખુલ્લામાં પાર્કિંગ કરવાનું ટાળો.
હોળી પછી રંગ કેવી રીતે દૂર કરવા?
કારને તરત જ પાણીથી ધોઈ લો- તમારી કાર પર કલર સૂકાય તે પહેલા કારને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હાઇ-પ્રેશર વોશરનો હળવાશથી ઉપયોગ કરી શકાય છે.
કાર શેમ્પૂનો ઉપયોગ કરો - કાર પર ડિટરજન્ટ અથવા કઠોર કેમિકલનો ઉપયોગ ન કરો તે કારનો રંગ અને ચમક બગાડી શકે છે, તેથી ફક્ત હળવા કાર શેમ્પૂનો ઉપયોગ કરો.
સોફ્ટ માઇક્રોફાઇબર કપડા - સ્કૂટર, બાઇક અથવા કારને ધોયા પછી તેને કોઈપણ કપડાથી ઘસવાથી તેના ઉપર સ્ક્રેચ આવી શકે છે. તેથી કારને હંમેશા નરમ માઇક્રોફાઇબર કપડાથી સાફ કરો.
અરીસા અને હેડલાઇટની અલગથી સફાઈ- કારની હેડલાઇટ પર કારના ગ્લાસને સાફ કરવા માટે વપરાતા ગ્લાસ ક્લીનરનો ઉપયોગ કરો અને હળવા હાથથી જામેલા કલરને સાફ કરો.
ગાડી પર કલર લાગે તો શું ના કરવું
પેટ્રોલ અથવા કેરોસીનનો ઉપયોગ ના કરવો - કાર પર પડેલા હોળીના રંગને સાફ કરવા માટે ક્યારેય પેટ્રોલ અથવા કેરોસીનનો ઉપયોગ ન કરો. આમ કરવાથી કારના રંગ અને ચમક માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો - હોળીમાં સ્માર્ટફોન પલળી જવાનું ટેન્શન ખતમ, 15,000 રુપિયાથી ઓછી કિંમતમાં ખરીદો આ 5 વોટરપ્રુફ ફોન
હાર્ડ બ્રશનો ઉપયોગ ન કરો - કાર પર જમા થયેલા પેઇન્ટને સાફ કરવા માટે ક્યારેય હાર્ડ બ્રશનો ઉપયોગ ન કરો, હંમેશા નરમ માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો.
સ્ક્રેપરનો ઉપયોગ કરશો નહીં - જો કાર પર લાગેલો હોળીનો કલર સુકાઈ ગયો છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે સ્ક્રેપરનો ઉપયોગ કરશો નહીં, આમ કરવાથી કારના પેઇન્ટને નુકસાન થઈ શકે છે.
પ્રોફેશનલ ડિટેઇલિંગ ક્યારે કરવું?
જો સ્કૂટર, બાઇક અથવા કાર પર હોળીનો રંગ ખૂબ કાળો હોય અથવા ડાઘ દૂર ન થાય તો પ્રોફેશનલ કાર ડિટેઇલિંગ સેન્ટર પર પોલિશિંગ અથવા કમ્પાઉન્ડિંગ કરાવી શકે છે. આ પેઇન્ટની ચમક પાછી લાવે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us