હોળીમાં સ્માર્ટફોન પલળી જવાનું ટેન્શન ખતમ, 15,000 રુપિયાથી ઓછી કિંમતમાં ખરીદો આ 5 વોટરપ્રુફ ફોન

Holi 2026 : ફોનને ઘણીવાર રંગો, પાણી અને ધૂળથી નુકસાન થાય છે. જોકે હવે તેની ચિંતા કરવાની જરુર નથી. કારણ કે ઓછા બજેટમાં પણ એવા ફોન આવે છે જે પાણીમાં પલળે તો પણ બગડતા નથી.

Holi 2026 : ફોનને ઘણીવાર રંગો, પાણી અને ધૂળથી નુકસાન થાય છે. જોકે હવે તેની ચિંતા કરવાની જરુર નથી. કારણ કે ઓછા બજેટમાં પણ એવા ફોન આવે છે જે પાણીમાં પલળે તો પણ બગડતા નથી.

author-image
Ashish Goyal
New Update
holi waterproof phones

15,000 થી ઓછી કિંમતના 5 વોટરપ્રૂફ ફોન વિશે જણાવી રહ્યા છીએ. Photograph: (Express Photo)

Holi 2026 : હોળીનો તહેવાર આવી રહ્યો છે. મિત્રો અને પરિવાર સાથે હોળી રમવાની મજા આવે છે. જોકે આ દિવસે સૌથી મોટી ચિંતા તમારા ફોન પલળીને ખરાબ ના થઇ જાય તેની હોય છે. ફોનને ઘણીવાર રંગો, પાણી અને ધૂળથી નુકસાન થાય છે. જોકે હવે તેની ચિંતા કરવાની જરુર નથી. કારણ કે ઓછા બજેટમાં પણ એવા ફોન આવે છે જે પાણીમાં પલળે તો પણ બગડતા નથી.

Advertisment

અહીં 15,000 થી ઓછી કિંમતના 5 વોટરપ્રૂફ ફોન વિશે જણાવી રહ્યા છીએ. આ ફોન સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ બિલ્ડ્સ સાથે આવે છે જે તમારા ફોનને હોળીના રંગો અને પાણીથી બચાવવામાં મદદ કરે છે. આ ફોનમાં ઉત્તમ બેટરી લાઇફ, શાનદાર કેમેરા અને પર્ફોર્મન્સ આપે છે, જેનાથી તમે તહેવાર દરમિયાન શાનદાર સેલ્ફી લઈ શકો છો. ચાલો આ ફોનની કિંમત અને ફિચર્સ પર નજર કરીએ.

OPPO K14x 5G

OPPO K14x 5G એ રોજિંદા ઉપયોગ માટે પણ વોટર-ટોલરેન્ટ  ફોન છે. તેનું બિલ્ડ હળવા વરસાદ અને છાંટાનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે હોળી જેવા પ્રસંગો દરમિયાન ચિંતાઓ ઘટાડે છે. ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 50MP પ્રાઇમરી કેમેરાનો સમાવેશ થાય છે. કેમેરાથી પોટ્રેટ અને લેન્ડસ્કેપ બંને ફોટા કેપ્ચર કરે છે. તે ફ્લિપકાર્ટ પર 14,999 રુપિયામાં વેચાઈ રહ્યો છે.

Redmi 15 5G

રેડમી 15 5જી સ્માર્ટફોન 7000mAh  સિલિકોન કાર્બન બેટરી સાથે આવે છે જે 33W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી લેન્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોન IP64 રેટિંગ સાથે આવે છે, જે તે હળવું પાણી અને ભેજ સહી શકે છે. આ ફોન ફ્લિપકાર્ટ પર 15,999 રુપિયામાં લિસ્ટેડ છે, પરંતુ બેંક ડિસ્કાઉન્ટ સાથે તમે તેને લગભગ 15,000 રુપિયા માં મેળવી શકો છો.

Advertisment

Vivo T4x 5G

Vivo T4x 5G એક સુરક્ષિત અને પાવરફુલ 5G ફોન છે. આ ફોનમાં IP64 રેટિંગ મળે છે, જે હળવા વરસાદ, હોળીના રંગો અને પાણીથી ખરાબ થતો નથી. ફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા છે. બેટરીની વાત કરીએ તો તેમાં ફાસ્ટ ચાર્જિંગ સાથે 6500mAh બેટરી છે. આ ફોન ફ્લિપકાર્ટ પર 15,499 રુપિયામાં લિસ્ટેડ છે. બેંક ડિસ્કાઉન્ટ સાથે તમે તેને ₹15,000 થી ઓછામાં ખરીદી શકો છો.

આ પણ વાંચો - જીપે ફરી લોન્ચ કરી Wrangler Willys, ફક્ત 41 લોકો જ ખરીદી શકશે, જાણો કિંમત અને ખાસિયત

Motorola G57 Power 5G

Moto G57 Power માં IP64 રેટિંગ છે, જે તેને પાણી અને ધૂળથી સુરક્ષિત બનાવે છે. આ રેટિંગ દર્શાવે છે કે ડિવાઇસ ધૂળના પ્રવેશ, પાણીના છાંટા પડવા છતા સુરક્ષિત રહેશે. ફોન મિલિટ્રી-ગ્રેડ (MIL-STD-810H) મજબૂતીથી પણ લેસ છે. ફોનમાં 50MP નો મુખ્ય કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા છે, જેમાં 50MP મુખ્ય કેમેરો સેલ્ફી અને વીડિયો માટે સારો વિકલ્પ છે. ફોનમાં 7000mAh બેટરી છે. તે એમેઝોન પર 14,047 રુપિયામાં ઉપલબ્ધ છે.

Realme Narzo 80 Lite 5G

આ ફોન એમેઝોન પર 11,999 રુપિયામાં ઉપલબ્ધ છે. ફોનમાં રેઈનવોટર સ્માર્ટ ટચ ફીચર છે, જેના કારણે તમે ભીના હાથે પણ સ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. ફોનમાં મોટી 6,000mAh બેટરી પણ છે જે 15W વાયર્ડ અને 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ ઓફર કરે છે. ફોનમાં ઓટોફોકસ સપોર્ટ સાથે 32-મેગાપિક્સલનો GC32E2 પ્રાઇમરી કેમેરા છે. કેમેરા સેટઅપમાં એક પિલશેપ્ડ LED ફ્લેશ સામેલ છે. ડિવાઇસમાં AI ઇમેજિંગ અને AI ક્લિયર ફેસ જેવી એડિટિંગ ફીચર્સ પણ છે.

holi તહેવાર સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ