હોમ લોન લેવાનું વિચારતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સતત વધી રહેલા વ્યાજદર અને મોંઘવારી દર વચ્ચે સરકારી માલિકીની બે બેંકોએ તેમની લોનના વ્યાજદર ઘટાડ્યા છે. જો તમેઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને હોમ લોનના ઊંચા વ્યાજદરથી ચિંતિત છો તો તમે આ બે બેંકો પાસેથી આકર્ષક વ્યાજદરે લોન મેળવી શકો છો. ઉપરાંત જેમણે અગાઉથી અન્ય કોઇ બેંક પાસેથી હોમ લોન લીધી છે અને ઓછા વ્યાજદર વાળી બેન્કમાં લોન ટ્રાન્સફર કરવા અંગે વિચારણા કરી રહ્યા છો તો તેમની માટે આ એક સારી તક છે. આ મારફતે તમે લોન ચૂકવણીના એકંદર ખર્ચમાં ઘટાડો કરી શકો છો.
કઇ બેંકોએ હોમ લોનના વ્યાજદર ઘટાડ્યા
જાહેર ક્ષેત્રની બેંક ધિરાણકર્તા બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મહારાષ્ટ્રે તાજેતરમાં તેમના હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંક ઓફ બરોડાએ સપ્તાહ પહેલા હોમ લોનના વ્યાજદર 0.40 ટકા ઘટાડીને 8.50 ટકા કર્યો છે. BoB વેબસાઈટ અનુસાર બેંકે તેની MSME લોનના વ્યાજદરમાં પણ ઘટાડો કર્યો છે, જે 8.40 ટકાથી શરૂ થાય છે. તેવી જ રીતે બેન્ક ઓફ મહારાષ્ટ્રે હોમ લોનના વ્યાજદર 0.20 ટકા ઘટાડીને 8.40 ટકા કર્યો છે, જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી નીચો અને સૌથી વધુ સ્પર્ધાત્મક વ્યાજ દર છે
લોન ટ્રાન્સફર અંગે કઇ બાબતો ધ્યાનમાં રાખવી
જો તમે ઉંયા વ્યાજદર વાળી હોમ લોનને નીચા વ્યાજદરવાળી બેંકમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડશે. લોન ટ્રાન્સફર કરાવતા પહેલા તમારી હાલની લોનના નિયમો અને શરતો તેમજ કોઈપણ સંભવિત નવી લોનના નિયમો અને શરતોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ રહેશે. ચાલો જાણીએ કે હોમ લોન પર ઓછા વ્યાજ દરની ઓફર કરતી બેંકના ફાયદા અને ગેરફાયદા શું છે.
લોન ટ્રાન્સફરના ફાયદા
- નીચા વ્યાજદર: તમારી હોમ લોનને નીચા વ્યાજદર ઓફર કરતી બેંકમાં ટ્રાન્સફર કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે વ્યાજની ચૂકવણી પર નાણાં બચાવી શકો છો. આ તમારી લોનનો કુલ ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.
- માસિક EMIમાં ઘટાડો: જ્યારે તમે તમારી હોમ લોનને નીચા વ્યાજદર ઓફર કરતી બેંકમાં ટ્રાન્સફર કરો છો, ત્યારે તમારો માસિક EMI હપ્તો પણ ઘટશે. આનો અર્થ એ છે કે તમારી પાસે અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે દર મહિને વધુ પૈસા ઉપલબ્ધ હશે.
- ક્રેડિટ સ્કોરમાં સુધારો : તમે તમારી હોમ લોનને ઓછી વ્યાજ દર ઓફર કરતી બેંકમાં ટ્રાન્સફર કરીને તમારા ક્રેડિટ સ્કોરને સંભવિતપણે સુધારી શકો છો. આ એટલા માટે છે કારણ કે નીચા વ્યાજદરનો અર્થ થાય છે નીચો માસિક EMI હપ્તો. લોનના માસિક હપ્તાની ચૂકવણીની રકમ ઘટીડ જવાથી ડિફોલ્ટ થવાની શક્યતા ઓછી હશે.
લોન ટ્રાન્સફરના ગેફાયદા
- પ્રોસેસિંગ ફી: તમે જ્યારે તમારી હોમ લોનને નવી બેંકમાં ટ્રાન્સફર કરો છો ત્યારે તમારે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડી શકે છે. આ એક મોટો ખર્ચ હોઈ શકે છે અને તમારી લોન ટ્રાન્સફર કરીને તમને થનારી કેટલીક બચત ગુમાવો છે.
- પ્રી-પેમેન્ટ ચાર્જિસ: જો તમે લોનની મુદ્દત પૂર્ણ થાય તેની પહેલા તમારી લોન ચૂકવી દો છો તો કેટલીક બેંકો પ્રી-પેમેન્ટ પેનલ્ટી વસૂલ કરે છે. આનો અર્થ એ છે કે જો તમે તમારી લોનને નવી બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો, તો તમારે તમારી વર્તમાન બેંકને પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવો પડી શકે છે.
આ પણ વાંચોઃ હોમ લોનના EMIની રકમ વધારવી કે મુદ્દત લંબાવવી? જાણો સૌથી બેસ્ટ વિકલ્પ ક્યો
- ક્રેડિટ સ્કોર પર અસર: જ્યારે પણ તમે લોન માટે અરજી કરો છો ત્યારે તે તમારા ક્રેડિટ રિપોર્ટમાં નોંધાય છે અને ટૂંકા ગાળામાં ઘણી બધી એપ્લિકેશનો તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરી શકે છે. તમારી હોમ લોન ટ્રાન્સફર કરતી વખતે બહું જ સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે નાણાકીય સલાહકારની સલાહ લીધા પછી કોઈપણ નિર્ણય લો છો, ફાયદો વધારે અને ઓછું નુકસાન થવાની સંભાવના રહે છે.