વર્ષના અંતમાં હોન્ડા કાર્સ ઇન્ડિયાએ કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે આકર્ષક ઑફર્સની જાહેરાત કરી છે. કંપની આ ડિસેમ્બર 2025માં તેની સમગ્ર શ્રેણી પર રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, લોયલ્ટી બેનિફિટ્સ, કોર્પોરેટ ઑફર્સ અને 7 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી ઓફર કરી રહી છે. સંભવિત ગ્રાહકો આ મહિનાના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
Honda Elevate December 2025 Discount

હોન્ડાની સૌથી લોકપ્રિય SUV, એલિવેટ, આ મહિને ટોચના વેરિઅન્ટ, ZX (Manual and Automatic) પર ₹1.36 લાખ સુધીનું જંગી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટમાં ₹30,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, ₹45,000 સુધીનું એક્સચેન્જ બોનસ, લોયલ્ટી અને કોર્પોરેટ/સેલ્ફ એમ્પ્લોયડ બેનિફિટ્સ, મફત LED એમ્બિયન્ટ લાઇટ, 360-ડિગ્રી કેમેરા અને 7 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી પર વધારાના ₹19,000 ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.
આ SUV ના બેઝ વેરિઅન્ટ પર ₹38,000 સુધીનું ડિસ્કાઉન્ટ છે, જેમાં ₹20,000 નો સ્ક્રેપેજ લાભ અથવા ₹5,000 નો એક્સચેન્જ લાભ, જે વધારે હોય તે શામેલ છે. Honda Elevate ની કિંમત ₹11 લાખ થી ₹16.46 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે.
Honda City December 2025 Discount

હોન્ડા સિટીના SV, V અને VX ઓટોમેટિક વેરિયન્ટ્સ પર કુલ ડિસ્કાઉન્ટ ₹1.22 લાખ સુધી છે, અને તેમાં ₹80,000 સુધીનો રોકડ + એક્સચેન્જ લાભ, ₹4,000 નો લોયલ્ટી બોનસ, ₹10,000 સુધીનો કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 7 વર્ષની એક્સટેંડેટેડ વોરંટી પર ₹28,700 નું ડિસ્કાઉન્ટ શામેલ છે.
આ પણ વાંચો: નાના પરિવારો માટે 5 બેસ્ટ અફોર્ડેબલ કાર, માઈલેજ 35Km અને 6 એરબેગ, કિંમત માત્ર ₹3.50 લાખથી શરૂ
Honda City Hybrid પર ₹17,000 સુધીની વોરંટી ડિસ્કાઉન્ટ પણ આપે છે. હોન્ડા સિટીની કિંમત ₹11.95 લાખ અને ₹19.48 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે.
Honda Amaze December 2025 Discount

હોન્ડાની થર્ડ-ઝેનની અમેઝના ZX MT વેરિઅન્ટ પર ₹81,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં ₹30,000 નું રોકડ ડિસ્કાઉન્ટ શામેલ છે. V MT/CVT અને ZX CVT વેરિઅન્ટ પર પણ ₹28,000 સુધીના ફાયદા આપવામાં આવી રહ્યા છે, જેમાં ₹20,000 સુધીનો સ્ક્રેપેજ લાભ શામેલ છે. થર્ડ-જનરેશન અમેઝની કિંમત ₹7.40 લાખ થી ₹10 લાખ (એક્સ-શોરૂમ) સુધીની છે.
આ પણ વાંચો: મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક ઇ-વિટારા SUV લોન્ચ, જાણો ફિચર્સ, કિંમત, સ્પેસિફિકેશન અને બધુ જ
સેકન્ડ-જનરેશન હોન્ડા અમેઝના S MT અને S CVT વેરિઅન્ટ પર ₹89,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં ₹25,000 નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹3,500 નું એક્સચેન્જ બોનસ, ₹4,000 નું લોયલ્ટી બોનસ, ₹10,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 7 વર્ષની વોરંટી પર ₹15,000 નું ડિસ્કાઉન્ટ શામેલ છે. સેકન્ડ-જનરેશન અમેઝની કિંમત ₹6.97 લાખથી ₹7.8 લાખ (એક્સ-શોરૂમ) સુધીની છે.





